Exclusive: J&Kના વિકાસમાં મિલનો પત્થર સાબિત થશે નવો ભૂમિ કાનૂન : મનોજ સિન્હા

Exclusive: J&Kના વિકાસમાં મિલનો પત્થર સાબિત થશે નવો ભૂમિ કાનૂન : મનોજ સિન્હા
Exclusive: J&Kના વિકાસમાં મિલનો પત્થર સાબિત થશે નવો ભૂમિ કાનૂન : મનોજ સિન્હા

જમ્મુ કાશ્મીરના લેફ્ટિનેન્ટ ગર્વનર મનોજ સિન્હાએ ન્યૂઝ 18 સાથે Exclusive વાતચીતમાં ઘણા મુદ્દા પર ખુલીને પોતાનો મત વ્યક્ત કર્યો

  • Share this:
    નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના લેફ્ટિનેન્ટ ગર્વનર (LG of Jammu and Kashmir) મનોજ સિન્હાએ (Manoj Sinha) ન્યૂઝ 18 બિહાર-ઝારખંડના મેનેજિંગ એડિટર બ્રજેશ કુમાર સિંહ સાથે Exclusive વાતચીતમાં ઘણા મુદ્દા પર ખુલીને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે નવો ભૂમિ કાનૂન પ્રદેશના વિકાસમાં મિલનો પત્થર સાબિત થવાનો છે. તેમણે ભૂમિ સુધારને લઈને કહ્યું કે 70 વર્ષની નિષ્ફળતાઓ છુપાવવા માટે ખોટા પ્રોપેગેન્ડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    નવા ભૂમિ કાનૂનને લઈને કોંગ્રેસ અને અન્ય રાજનીતિક પાર્ટીઓ દ્વારા વિરોધ કરવાને લઈને મનોજ સિન્હાએ કહ્યું કે આ ખોટા પ્રોપેગેન્ડા છે. રોશની એક્ટને લઈને તેમણે કહ્યું કે જો તમે ઝીણવટથી જોશો તો ખબર પડશે કે 3 લાખ 48 હજાર કેનાલ જમીનમાંથી 3.40 લાખ કેનાલ જમીન મફતમાં આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીર હાઇકોર્ટની ટિપ્પણી યાદ અપાવતા સિન્હાએ કહ્યું કે સરકાર જમીનની ટ્રસ્ટી છે અને દાનમાં બંદરબાંટ કરી શકાય નહીં. રસુખદાર લોકો કોડીયોના ભાવે જમીન મેળવતા રહ્યા છે. જો આ હિસાબે નવા કાનૂનને જોવામાં આવે તો વાત વધારે સ્પષ્ટ થશે. સિન્હાએ એ પણ સ્પષ્ટ કર્યું કે 88 ટકા જમીન કૃષિ યોગ્ય ભૂમિ છે અને તેમાંથી એક ઇંચ જમીન પણ કોઈ બહારીને મળવા જઈ રહી નથી.





    આ પણ વાંચો - ઘરની છત પર ઉભી કરી દીધી 'Scorpio',દીવાનગી જોઈ મહિન્દ્રાએ કહી આવી વાત

    સિન્હાએ એ પણ સ્પષ્ટ કર્યું કે અમે ઉદ્યોગ લગાવવા માંગીએ છીએ તેમને પણ જમીન પ્રાવધાન અંતર્ગત આપવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જમ્મુ કાશ્મીરના લોકો માટે રોજગાર, સારવાર, શિક્ષાની સારી સંસ્થા ના હોય તે ઉચિત નથી.

    સરકારે કર્યો છે આ નિર્ણય

    ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આર્ટિકલ 370 અને 35 એ હટાવ્યાના એક વર્ષ પછી ઘણા કાનૂનોમાં સંશોધન કરીને જમ્મુ કાશ્મીરના બહારના લોકો માટે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમીન ખરીદવાનો માર્ગ મોકળો કર્યો છે.
    Published by:Ashish Goyal
    First published:November 02, 2020, 18:37 pm