Home /News /national-international /5G આવશે, નોકરીઓ લાવશે! કંપનીઓએ શરૂ કરી દીધી ભરતી, કરી લો તૈયારી

5G આવશે, નોકરીઓ લાવશે! કંપનીઓએ શરૂ કરી દીધી ભરતી, કરી લો તૈયારી

5G થી થશે રોજગારીનું સર્જન

JOBS After 5G Launch: દેશમાં 5G લોન્ચ થતાં જ કેટલાક નવા ક્ષેત્રોમાં રોજગારનું સર્જન થશે. કેટલાક જાણીતા અને કેટલાક સાવ અજાણ્યા ક્ષેત્રમાં નોકરીઓ ઊભી થશે. કેટલાક યુવાનોએ આ માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.

  નવી દિલ્હી: 5G આવતાની સાથે જ દેશમાં ઘણા ક્ષેત્રોમાં ક્રાંતિ આવી જશે. કેટલાક નવા રોજગારીનાં માધ્યમ ઉભા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 1 ઓક્ટોબરે દિલ્હીના પ્રગતિ મેદાનમાં 5જી સેવાની શરૂઆત કરશે. આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન ટેક્નોલોજીની દુનિયામાં ક્રાંતિ સમાન પરિવર્તનનનો પ્રારંભ કરાવવવાનાં છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ પોતે એક ક્રાંતિકારી પગલું હશે.

  65 ટકા નીકરીઓ ઉભી થશે

  5G આવતાની સાથે જ દેશમાં રોજગારીમાં 65% જેટલો વધારો થશે. છેલ્લા કેટલાક મહિનાઓનાં આંકડાઓ જ દર્શાવે છે કે કેટલી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થઇ રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં ટેલિકોમ ક્ષેત્રમાં 5265 જેટલી નોકરીઓનું સર્જન થયું હતું તો જુલાઈ સુધીમાં 8867 જેટલી નવી ભરતીઓ કરવામાં આવી છે. જે સૂચવે છે કે 5Gના કારણે કેટલા મોટા પ્રમાણમાં નોકરીઓ ઉદભવી રહી છે. તો આ નોકરીઓ પૈકીની 46% નોકરીઓ એક્ટિવ છે અને તેમાં આગામી સમયમાં 75%નો વધારો થાય તેવી શક્યતા છે. આ આખો ડેટા ગ્લોબલી 175 કંપનીઓના આધારે નક્કી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ ભારતનાં સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર્સમાંથી એકે રિલાયન્સ જિયો પણ 5G આવતાની સાથે જ તેને સંબંધિત ભરતીઓ કરી રહ્યા છે.

  આજે PM મોદીની સામે થશે ડેમો

  પ્રધાનમંત્રીને દ્વારકા સેક્ટર 25માં દિલ્હી મેટ્રોના આગામી સ્ટેશનની એક ભૂગર્ભ ટનલમાંથી 5જી સેવાના કામકાજનું પ્રદર્શન કરવામાં આવશે. 5G ટેકનોલોજીની મદદથી કોઈ પણ પરેશાની વિના હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. આ ટેકનોલોજીની દુનિયામાં એક ક્રાતિ છે.

  ભારતના ત્રણ મુખ્ય ટેલિકોમ ઓપરેટર્સ રિલાયન્સ જિયો, વોડાફોન અને એરટેલ ત્રણેય વડાપ્રધાનશ્રીની સામે ડેમોન્સ્ટ્રેશન કરશે. અને ત્રણેયનો એક એક નમૂનો વડાપ્રધાન સામે 5G ટેક્નોલોજીની ક્ષમતા દર્શાવવા માટે પ્રસ્તુત કરવામાં આવશે.

  આ પણ વાંચો: એરટેલ, જીઓ અને વોડાફોન, ત્રણેય કંપનીઓ બતાવશે 5Gની કમાલ, PM મોદીની સામે રજૂ કરશે ડેમો

  આ કંપનીઓ કરી રહી છે તૈયારી

  ભારતમાં 5G ની સ્પેક્ટ્રમ હરાજીમાં રિલાયન્સ જીઓએ બાજી મારી હતી. સૌથી મોટી બોલી લગાવનાર કંપની તરીકે જીઓ ઉભરી આવી હતી. આ સિવાય એરટેલ, વોડાફોન, આઈડિયા અને એરટેલ જેવી કંપનીઓએ પણ બોલી લગાવી હતી. ગ્લોબલ ડેટા અનુસાર ટેલિકોમ જગતમાં સૌથી મોટા ખેલાડીઓ તરીકે એરિક્સન, ડચ ટેલિકોમ, ચાઈના ટેલિકોમ અને અમેરિકા ટાવર પણ 2022 સુધીમાં જ 5G સેવા શરૂ કરે તેવી શક્યતા છે.

  આ સિવાય પણ દરેક ક્ષેત્રને થશે અસર, ભરતીઓ શરૂ થશે
  કેટલીક ટેક કંપનીઓએ અત્યારથી જ એન્જીનીયર્સની ભરતી કરવાનું શરૂ કરી દીધું છે. કેટલીક કંપનીઓ નેટવર્ક એડમિનિસ્ટ્રેશન, ટેસ્ટિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટના નિષ્ણાંતોની પણ ભરતી કરી રહ્યા છે. આ કોઈ પણ ક્ષેત્રમાં તમે નોકરી કરતા હોવ અથવા તમને એની સમજ હોય તો તમે ત્યાં પણ નોકરી મેળવી શકો છો. આ સિવાય નેટવર્ક ઓપરેટિંગ. સ્પેક્ટ્ર્મ સહિતની ઘણી બધી નવી નવી ફિલ્ડમાં નોકરીઓ ઊભી થશે.

  આ પણ વાંચો: The Impact of 5G: ભારતમાં 5જી સેવાઓ ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું છે તેની અસર

  આપણી આસપાસ કેવી નોકરીઓ ઊભી થશે?

  આપણી આસપાસ 5જી આવી જતાં કેટલીક નોકરીઓ ઊભી થશે. જેવી કે ડેટા મેનેજર, ડેટા ઓપરેટર, ડેટા સાયન્સ સંબંધિત નોકરીઓ વગેરે ક્ષેત્રોમાં નવી નવી નોકરીઓ આવશે. તમે સારું ટાઈપિંગ કરી શકતા હોવ, ભાષાની સારી સમજ હોય તો એ સંબંધિત નોકરીઓ પીએન મળી શકશે. આ સિવાય ડિજિટલ ક્ષેત્રોમાં વેબસાઇટ માટે કામ કરવાની, કન્ટેન્ટ એડિટર કે કન્ટેન્ટ રાઇટર જેવી નોકરીઓ ઊભી થશે.

  સંચાર મંત્રાલયે તેના એક નિવેદનમાં કહ્યુ હતુ કે, વર્ષોની કઠિન મહેનત પછી 5જી સેવાઓની શરૂઆત થવા જઈ રહી છે. હાલમાં જ 5જી સ્પેકટ્રમની હરાજી સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી અને ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતાઓને 1,50,173 કરોડની કુલ આવક સાથે 51,236 MHz ફાળવવામાં આવી હતી. સંચાર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ હતું કે, હરાજીએ એક મજબૂત 5જી ઈકોસિસ્ટમને જન્મ આપ્યો છે, જે IoT, M2M, AI, એજ કમ્પ્યૂટિંગ, રોબોટિક્સ વગેરેને લગતી બાબતોને હેન્ડલ કરવા માટે સક્ષમ હશે.

  આપણને શું ફાયદો થશે?

  મંત્રાલયે જણાવ્યુ કે, 5જી નવી આર્થિક તકો અને સામાજિક લાભોને પ્રાપ્ત કરી શકે છે, જે ભારતીય સમાજ માટે એક પરિવર્તનકારી શક્તિ બનાવવાની ક્ષમતા પ્રદાન કરે છે. તે દેશને વિકાસના પરંપરાગત અવરોધોને દૂર કરવા, સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ એન્ટરપ્રાઈઝ દ્વારા ઈનોવેશનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ‘ડિજિટલ ઈન્ડિયા’ના દ્રષ્ટિકોણને આગળ વધારવામાં મદદ કરશે. ભારત પર 5જીની આર્થિક અસર 2035 સુધી 450 બિલિયન સુઘી પહોંચવાની અપેક્ષા છે.

  સામાન્ય માણસને ક્યારે મળશે લાભ?

  દિલ્હી મેટ્રોએ 5જી પ્રદર્શન માટે સાધનો પૂરા પાડ્યા છે. નિષ્ણાતોનું માનવુ છે કે, કોમર્શિયલ 5જી સેવાની કાલથી શરૂઆત થવા જઈ રહી છે, જો કે તેને સામાન્ય લોકો સુઘી પહોંચતા એક વર્ષનો સમય લાગી શકે છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: 5G, 5G in India, Jobs

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन