અમેરિકાના ન્યૂજસીમાં અંધાધૂંધ ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 6નાં મોત

News18 Gujarati
Updated: December 11, 2019, 10:23 AM IST
અમેરિકાના ન્યૂજસીમાં અંધાધૂંધ ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત 6નાં મોત
સ્ટોરમાં બંદૂક સાથે ઘૂસેલા બદમાશો અને પોલીસ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. (AP Photo/Eduardo Munoz Alvarez)

ન્યૂજર્સીના સ્ટોરની બહાર અંધાધૂંધ ફાયરિંગ, બે હુમલાખોર સહિત 6 લોકોનાં મોત

  • Share this:
ન્યૂ જર્સી : અમેરિકા (United States)ના ન્યૂ જર્સી (New Jersey)માં મંગળવારે સ્ટોરની બહાર થયેલા ફાયરિંગ (New Jersey Shooting)માં એક પોલીસ અધિકારી સહિત 6 લોકોનાં મોત થવાના અહેવાલ છે. મળતી જાણકારી મુજબ, ન્યૂ જર્સી (New Jersey)માં લગભગ કલાક સુધી ચાલેલી ફાયરિંગમાં એક પોલીસ અધિકારીનો મોત થયું છે આ ઉપરાંત 5 અન્ય નાગરિકોના મોત થયા છે. ફાયરિંગમાં બે પોલીસ અધિકારી ઘાયલ થયા છે. અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ, આ ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 12:30 વાગ્યે બની હતી.

ન્યૂ જર્સીના મુખ્ય પોલીસ અધિકારી માઇકલ કેલીએ જાણકારી આપતાં જણાવ્યું કે પોલીસને જાણકારી મળી હતી કે કેટલાક લોક હથિયારની સાથે એક દુકાનમાં ઘૂસી ગયા છે. ત્યારબાદ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોંચી તો બદમાશોએ દુકાનની અંદરથી પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત 6 લોકોનાં મોત થયા છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, 5 મૃતકો પૈકી 3 લોકો સ્ટોરમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો છે. આ ઉપરાંત બે હુમલાખોરોના પણ તેમાં સમાવેશ થાય છે.શહેરના પબ્લિક સેફ્ટી ડાયરેક્ટર જેમ્સ શીએ જણાવ્યું કે અધિકારીઓનું માનવું છે કે આ આતંકવાદી ઘટના નથી. પરંતુ તેની તપાસ કરવામાં આવી રહી છે.

બીજી તરફ, ફાયરિંગની ઘટના બાદ આસપાસની સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. શૂટ આઉટ સમયે પોલીસે હડસન નદીની પાસે મુખ્ય રસ્તા પણ બંધ કરી દીધા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (President Donald Trump) તેની પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો, New Jersey Shootout : 'આતશબાજીની જેમ અંધાધૂંધ ફાયરિંગ થતું હતું'
First published: December 11, 2019, 8:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading