Home /News /national-international /જામતારા 2.0: શું તમે ઇન્સ્ટાગ્રામ પર છો? આ ફિશિંગ સ્કેમથી ચેતજો, પૈસાની સાથે આબરું પણ જશે!

જામતારા 2.0: શું તમે ઇન્સ્ટાગ્રામ પર છો? આ ફિશિંગ સ્કેમથી ચેતજો, પૈસાની સાથે આબરું પણ જશે!

વીડિયો કૉલ કરી પૈસા પડાવવાનું કૌભાંડ. (Shutterstock તસવીર)

New Jamtara: "ફોન રિસિવ કરતા બીજા છેડે મહિલા નિર્વસ્ત્ર હતી. તેણી ગંદા ઇશારા કરી રહી હતી. મને 15 સેકેન્ડ સુધી તો ભાન જ ન રહ્યું કે શું થઈ રહ્યું છે. જે બાદમાં મેં ફોન કાપી નાખ્યો હતો."

નવી દિલ્હી: શું તમે ઇન્સ્ટાગ્રામ (Instagram users)નો ઉપયોગ કરો છો? જો હા, તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. કારણે કે આજકાલ એક મોટું ફિશિંગ સ્કેમ (Phishing scam) ચાલી રહ્યું છે. આ સ્કેમમાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એવા અહેવાલ મળ્યા છે કે અનેક લોકોએ આબરૂ જવાની બીકે સ્કેમ ચલાવી રહેલા લોકોને લાખો રૂપિયાની ચૂકવણી કરી છે. ઇન્ડિયાન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે પોલીસ જણાવ્યુ છે કે આવું રેકેટ હરિયાણા (Haryana), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને રાજસ્થાન (Rajasthan)માંથી ચલાવવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે. જેમાં ભરતપુર, મથુરા અને મેવાત જેવા શહેરમાંથી આવી ગેંગ ઓપરેટ કરે છે. જોકે, પોલીસ પાસે આવા કેટલા કેસ સામે આવ્યા છે તેની ચોક્કસ વિગતો નથી પરંતુ તેમના કહેવા પ્રમાણે આવા કેસ સતત વધી રહ્યા છે. જેના પગલે આ વિસ્તારો 'નવું જામતારા' (New Jamtara) બની રહ્યાં છે.

રિપોર્ટમાં ભસીન નામના એક વ્યક્તિનો કેસ રજૂ કરવામાં આવ્યો છે. જેને ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે બાદમાં મહિલાએ ભસીનને ડીએમ (Direct message) કરીને વોટ્સએપ નંબરની માંગણી કરી હતી. "મેં વૉટ્સએપ નંબર શેર કર્યો ન હતો. થોડી જ મિનિટોમાં મહિલાએ મને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો કૉલ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં મેં કોલ રિસિવ કર્યો ન હતો. સાત કે આઠ પ્રયાસ પછી મેં ફોન ઉપાડ્યો હતો," તેમ ભસીને ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

"ફોન રિસિવ કરતા બીજા છેડે મહિલા નિર્વસ્ત્ર હતી. તેણી ગંદા ઇશારા કરી રહી હતી. મને 15 સેકેન્ડ સુધી તો ભાન જ ન રહ્યું કે શું થઈ રહ્યું છે. જે બાદમાં મેં ફોન કાપી નાખ્યો હતો."

આ વાત પછી તેના થોડા સમય પછી ભસીનને તેના પરિવારા લોકો અને મિત્રો પાસેથી ફોન અને મેસેજ આવવા લાગ્યા હતા. તમામ લોકોને ભસીનનો એક વીડિયો મળ્યો હતો. "ઠગોએ મારી ચહેરાના કોઈ અન્ય વ્યક્તિના શરીર પર ચીપકાવી દીધો હતો. જેનાથી એવું સાબિત થતું હતું કે હું સેક્સ ચેટ કરી રહ્યો છું. આ વીડિયો તેમણે મારી મિત્રો અને પરિવારના લોકોને મોકલી આપ્યો હતો."

આ મામલે ભસીન તરફથી દિલ્હીના સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. ચોથી જુલાઈના રોજ આગ્રા સાઇબર પોલીસે મેવાતમાંથી આવા ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ લોકો ન્યૂડ વીડિયો મારફતે લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. પોલીસનું માનવું છે કે આ જ ગેંગ તરફથી ભસીનને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યો હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ તાજેતરમાં આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે. તાજેતરમાં રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના એક યુવા નેતા આવા ચક્કરમાં ફસાયા હતા. તેમનો વીડિયો પણ વાયરલ થયો હતો અને ખંડણીની માંગણી કરવામાં આવી હતી.

શું છે જામતારા?

જામતારા ઝારખંડ રાજ્યનો એક જિલ્લો છે. આ જિલ્લો બૉક્સાઇડની ખાણોને લીધે પ્રસિદ્ધ છે. જોકે, એક અન્ય કામને કારણે પણ આ જિલ્લો બદનામા છે. આ જિલ્લામાંથી લોકો સાથે છેતરપિંડી કરવાના અનેક કૌભાંડ ચાલે છે. અનેક આવી ગેંગ જામતારામાંથી ઓપરેટ થઈ રહી છે. આ એ જ જગ્યા છે જેનો એક ફોન કૉલ તમને કંગાળ બનાવી શકે છે. લોકો સાથે છેતરપિંડી કરતી અનેક ગેંગ અહીંથી ઑપરેટ થાય છે. પોલીસે અનેક વખત દરોડાં કરીને અહીંથી ગેંગને પકડી પાડી છે.
First published:

Tags: CYBER CRIME, Video Call, કૌંભાંડ, ઠગાઇ