Home /News /national-international /Lockdown in China : ચીનમાં કોરોનાના નવા સંક્રમણથી ખળભળાટ! આજથી શાંઘાઈ સહિત અનેક શહેરોમાં લોકડાઉન
Lockdown in China : ચીનમાં કોરોનાના નવા સંક્રમણથી ખળભળાટ! આજથી શાંઘાઈ સહિત અનેક શહેરોમાં લોકડાઉન
ચીનના કેટલાક શહેરોમાં આજથી લોકડાઉન
Covid-19 In China: આ મહિનામાં અત્યાર સુધીમાં ચીનમાં 56,000થી વધુ કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી મોટાભાગના કેસ ઉત્તર-પૂર્વ પ્રાંતમાંથી આવ્યા છે. શાંઘાઈના પુડોંગ અને આસપાસના વિસ્તારોમાં સોમવારથી શુક્રવાર સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ સાથે શહેરમાં મોટા પાયે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ચીનમાં (China) ફરી એકવાર કોરોના સંક્રમણની (Covid-19 In China) નવી લહેર આવી છે. તેથી, આજથી, શાંઘાઈ સહિત દેશના ઘણા મોટા શહેરોમાં લોકડાઉનની (Lockdown) જાહેરાત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવી લહેર ચીનની અર્થવ્યવસ્થાને ફટકો આપી શકે છે. શાંઘાઈના પુડોંગ અને આસપાસના વિસ્તારોમાં સોમવારથી શુક્રવાર સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ સાથે શહેરમાં મોટા પાયે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
અહીંના લોકોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઘરે-ઘરે માલસામાનની ડિલિવરી માટે ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે. જરૂરી ન ગણાતા ઓફિસો અને તમામ વ્યવસાયો બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ સાર્વજનિક વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ફરી એકવાર કોરોના વાયરસના ચેપના કેસમાં વધારો થવાને કારણે શાંઘાઈનો થીમ પાર્ક પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ મહિનામાં અત્યાર સુધીમાં ચીનમાં 56,000થી વધુ કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી મોટાભાગના કેસ ઉત્તર-પૂર્વ પ્રાંતમાંથી આવ્યા છે. શાંઘાઈમાં પ્રમાણમાં ઓછા કેસો હતા, જેમાં શનિવારે માત્ર 47 કેસ નોંધાયા હતા. ચીનના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)ના ચેપી રોગ નિષ્ણાત વુ જુન્યુએ કહ્યું, 'ચીન 'ઝીરો કોવિડ'ના લક્ષ્યને વળગી રહેવાની દિશામાં કામ કરી રહ્યું છે. 'ઝીરો કોવિડ' નીતિ હેઠળ, લોકડાઉન અને નજીકના સંપર્કની તપાસ સહિત મોટા પાયે તપાસમાં શંકાસ્પદ વ્યક્તિને હોમ આઇસોલેશન અથવા સરકારી કેન્દ્રમાં મોકલવાનો સમાવેશ થાય છે.
ચીનનો રસીકરણ (Vaccination in China) દર લગભગ 87 ટકા છે, જે વૃદ્ધ લોકોમાં ઘણો ઓછો છે. આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા રાષ્ટ્રીય ડેટા દર્શાવે છે કે 60 અને તેથી વધુ વયના 52 મિલિયનથી વધુ લોકોને હજુ સુધી કોઈપણ કોવિડ-19 રસી (Vaccine) આપવામાં આવી નથી. બૂસ્ટરના દરો પણ ઓછા છે, જેમાં 60-69 વર્ષની વચ્ચેના માત્ર 56.4 ટકા લોકોને જ બૂસ્ટર ડોઝ મળ્યા છે, અને 70-79 વચ્ચેના 48.4 ટકા લોકોને રસી આપવામાં આવી છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર