ઐતિહાસિક મુલાકાત, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે બોર્ડર પર મળ્યાં કિમ જોંગ ઉન

 • Share this:
  લગભગ 6 દશકા પછી કિમ જોંગ-ઉન સાઉથ કોરિયા જનારા પહેલા નોર્થ કોરિયાઇ શાસક બની ગયા છે. શુક્રવારે નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉને સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઇ-ઇન સાથે મુલાકાત કરી હતી. છેલ્લીવાર 1953માં નોર્થ કોરિયાના કોઇ નેતા સાઉથ કોરિયા ગયા હતાં.

  બંન્ને દેશોના પ્રમુખ નેતાઓ વચ્ચે ઐતિહાસિક વાત બનવા જઇ રહી છે. જેમાં ઉત્તર કોરિયાએ આપેલા પરમાણુ કાર્યક્રમ રોકવા માટે આપેલા સંકેતો પર પણ ચર્ચા થશે. કિમ જોંગ ઉન શુક્રવારે ઐતિહાસિક અંતર કોરિયાઇ સમ્મેલનમાં ભાગ લેવા માટે ચાલતા જ સીમા પાર કરશે. દક્ષિણ કોરિયાઇ રાષ્ટ્રપતિએ કિમનું સ્વાગત કરતાં કહ્યું કે આંતરરાષ્ટ્રિય સીમાને પાર કરતા પહેલા કહ્યું કે હું તમને મળીને ખુશ છું. કિમ જોન ઉને પણ ગેસ્ટ બુક મેસેજમાં કહ્યું કે નવા ઇતિહાસની શરૂવાત થઇ છે.  કોરિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિફેંસ એનાલિસિસ પ્રમાણે બંન્ને નેતા શાંતિ જાળવવા માટે વાતચીત પર જોર આપી રહ્યાં છે. તમને જણાવીએ કે કિમ જોંગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પણ જલ્દી જ મુલાકાત કરવાના છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે ઐતિહાસિક મુલાકાત કરવાના છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે ઐતિહાસિક મુસાલાત માટે ત્રણ કે ચાર સંભવિત તારીખો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published: