Home /News /national-international /કોરોનાની ત્રીજી લહેર, 100% વેક્સીનેશન...સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને આ પડકારો પાર કરવા પડશે

કોરોનાની ત્રીજી લહેર, 100% વેક્સીનેશન...સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને આ પડકારો પાર કરવા પડશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો કાર્યભાર સંભાળતા જ મનસુખ માંડવિયાની સામે સૌથી મોટો પડકાર દેશમાં કોરોનાની ત્રીજી લહેર રોકવાનો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો કાર્યભાર સંભાળતા જ મનસુખ માંડવિયાની સામે સૌથી મોટો પડકાર દેશમાં કોરોનાની ત્રીજી લહેર રોકવાનો છે

નવી દિલ્હી. મનસુખ માંડવિયા (Mansuskh Mandaviya)એ ગુરૂવારે કેન્રીykય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Ministry of Health & Family Welfare)નો કાર્યભાર સંભાળી લીધો. સૌરાષ્ટ્ર (Saurashtra)થી આવતા બીજેપી નેતા માંડવિયાએ ડૉ. હર્ષવર્ધન (Dr. Harsh Vardhan)નું સ્થાન લીધું છે. દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કહેરના કારણે હાલના સમયમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની મહત્વ્-તા ઘણી વધી ગઈ છે. કાર્યભાર સંભાળતા જ મનસુખ માંડવિયાની સામે સૌથી મોટો પડકાર દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Covid Third Wave) રોકવાનો છે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે તેઓ દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આ વર્ષે ડિસેમ્બર સુધી કોરોનાની વેક્સીન (Covid Vaccine) આપી દેશે. પરંતુ તેના માટે મનસુખ માંડવિયાને ખૂબ જ મહેનત કરવી પડશે. આ દરમિયાન વેક્સીન સપ્લાય વધારવી પડશે ઉપરાંત વેક્સીન સેન્ટર (Corona Vaccination Centre)ની સંખ્યામાં પણ વધારો કરવો પડશે. ખાસ કરીને દેશના ગ્રામ્ય અને આદિવાસી ક્ષેત્રોમાં તેમણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ત્યાંના લોકો સુધી સમયસર વેક્સીન પહોંચી જાય. વેક્સીનને લઈ હજુ પણ દેશના અનેક વિસ્તારોમાં લોકોના મનમાં સંદેહ છે. વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Campaign)માં પ્રચારના માધ્યમથી સરકારે આ ગેરસમજોને દૂર કરવી પડશે.

આ પણ વાંચો, Sweden: રનવે પાસે ક્રેશ થયું પ્લેન, 8 સ્કાયડાઇવર્સ અને પાયલટનું મોત

મનસુખ માંડવિયાની સામે બીજો એક પડકાર હશે, કોરોનાના સંક્રમણની ઝડપને રોકવી. દેશના કેટલાક રાજ્યોમાં પોઝિટિવિટી રેટ હજુ પણ ઘણો વધારે છે. આ રાજ્યો છે- રાજસ્થાન, કેરળ, મણિપુર, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ. કેરળમાં ગત 10 દિવસમાં કોરોનાના 12 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જેથી સરકારની ચિંતા વધી ગઈ છે.

આ પણ વાંચો, IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો તો થોભી જાઓ, પહેલા આ બાબતો ચેક કરી લો અને પછી કરો ઇન્વેસ્ટમેન્ટ

" isDesktop="true" id="1112603" >

માંડવિયાને કેમિકલ અને ફર્ટીલાઇઝર્સ મંત્રાલયનો પણ કાર્યભાર આપવામાં આવ્યો છે. કોરોનાના કારણે આ પણ અગત્યનું મંત્રાલય છે. ફાર્માસ્યૂટિકલ ડિપાર્ટમેન્ટ પણ આ મંત્રાલય હેઠળ આવે છે. જેથી તેમને દવાઓ અને વેક્સીન નિર્માણ ઉપર પણ સતત નજર રાખવી પડશે.
First published:

Tags: Corona third wave, Corona vaccine, Covid vaccination, Health Minister, India Fights Corona, મનસુખ માંડવીયા, મોદી સરકાર