નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કોરોના મહામારી (Covid-19 Pandemic)સામે પ્રયત્નોને ઝડપી બનાવવા માટે 23 હજાર 123 કરોડ રૂપિયાના સ્વાસ્થ્ય પેકેજની (Health Package)જાહેરાત કરી છે. કોવિડ ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ પેકેજના બીજા ચરણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya)કોરોના વાયરસ સામેની લડાઇમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 15 હજાર કરોડનું ફંડ કોવિડ શરૂ થતા પહેલા આપવામાં આવ્યું હતું. જેનાથી કોવિડ હેલ્થ સેન્ટર, કેયર સેન્ટર અને લેબ અપગ્રેડ થયા. આ રીતે કોરોનાની બીજી લહેરમાં જે સમસ્યા આવી તે આગળ ના આવે તે માટે ભારત સરકારે 23,123 કરોડ રૂપિયાનું બીજુ પેકેજ જાહેર કર્યું છે.
આવી છે તૈયારીઓ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી કહ્યું કે સ્વાસ્થ્ય પેકેજ અંતર્ગત 736 જિલ્લામાં મેન પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ તૈયાર થશે. 20 હજાર આઈસીયૂ બેડ તૈયાર કરવામાં આવશે. બાળકો માટે વિશેષ વ્યવસ્થા થશે. જરૂરી દવાઓનો પણ બફર સ્ટોક તૈયાર કરવામાં આવશે.
જણાવી દઈએ કે ત્રીજી લહેરમાં બાળકો વધારે પ્રભાવિત થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે એક્સપર્ટ્સ તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે આ આશંકા પાછળ હાલ કોઇ મજબૂત વૈજ્ઞાનિક ડેટા ઉપલબ્ધ નથી. જોકે કેન્દ્ર સરકાર સાવધાની રાખતા બાળકોને લઇને વિશેષ તૈયારી કરી રહી છે.
કેન્દ્રીય કેબિનેટે લીધા ઘણા નિર્ણયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુરુવારે યોજાયેલી બેઠકમાં કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્રો માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. મંત્રીમંડળની બેઠકમાં એપીએમસી દ્વારા ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયા પહોંચાડવાની યોજના તૈયાર કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર એપીએમસીનેનું સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર