coronavirus: વિદેશોથી આવી રહેલા લોકો માટે સરકારે બદલ્યા નિયમ, 8 ઓગસ્ટે થશે લાગુ

coronavirus: વિદેશોથી આવી રહેલા લોકો માટે સરકારે બદલ્યા નિયમ, 8 ઓગસ્ટે થશે લાગુ
ફાઈલ તસવીર

નવી ગાઈડલાઈન પ્રમાણે દરેક યાત્રીઓને પોતાની યાત્રા પહેલા ઓછામાં ઓછા 72 કલાક પહેલા http://newdelhiairport.in ઉપર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે.

 • Share this:
  નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (Ministry of Family & Health Welfare) રવિવારે બીજા દેશોમાંથી આવેલા યાત્રીઓ માટે નવી ગાઈડલાઈન રજૂ કરી છે. આ નવી ગાઈડલાઈન 8 ઓગસ્ટ રાત્રે 12.01 મિનિટે લાગૂ થશે. નવી ગાઈડલાઈન પ્રમાણે દરેક યાત્રીઓને પોતાની યાત્રા પહેલા ઓછામાં ઓછા 72 કલાક પહેલા http://newdelhiairport.in ઉપર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે.

  મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, પોર્ટલ ઉપર પણ જાણકારી આપવામાં આવી છે. યાત્રીઓને પરત ફર્યા બદા ફરજિયાત 14 દિવસે ક્વોરન્ટાઈનમાં રહેશે. જેમાં 7 દિવસ સંસ્થાગત ક્વોરન્ટાઈન હશે જેનો ખર્ચ પ્રવાસીએ જાતે ઉઠાવવાનો રહેશે જ્યારે 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહેશે. જ્યાં તે પોતાની સ્વાસ્થ્ય ઉપર સતત દેખરેખ રાખશે.  સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે કોઈ મુશ્કેલી જેવી કે પ્રેગ્નેસી, પરિવારમાં કોઈનું મૃત્યું, ગંભીર બીમારી કે પછી 10 વર્ષની ઉંમરના માતા-પિતાને જ હોમ ક્વોરંન્ટાઈન રહેવાની મંજૂરી આપવામાં આવશે. પહોંચ્યા પછી આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સોંપ્યા બાદ જ સંસ્થાગત ક્વોરન્ટાઈનથી છૂટ મળશે. ટેસ્ટ યાત્રાના 96 કલાકની અંદર થવો જરૂરી છે. યાત્રાથી પહેલા યાત્રીઓને ટિકિટની સાથે સંબંધિત એજન્સીઓ ડૂ એન્ડ ડોન્ટ્સની લીસ્ટ આપવામાં આવશે. જેમાં વિસ્તુત માહિતી આપવામાં આવશે. બધા યાત્રીઓને પોતાના ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સૂચના આપી છે.

  આ પણ વાંચોઃ-દુનિયાની પહેલી કોરોના વેક્સીન આવ્યા પહેલા જ કેમ ઘેરાઈ વિવાદોમાં?

  આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
  બોર્ડિંગ સમયે માત્ર લક્ષણ વગરના દર્દીઓનું જ સ્ક્રીનિંગ કર્યા બાદ જવાની અનુમતી રહેશે. જમીની માર્ગથી આવનારા લોકોને પણ નિયમોનું પાલન કરવાનું રહેશે. બોર્ડિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. યાત્રા દરમિયાન જે લોકોએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ નથી ભર્યું તેમને ફ્લાઈટમાં તેને ભરવાનું રહેશે. તેની કોપી હેલ્થ અને ઈમિગ્રેશન અધિકારીને આપવાની રહેશે. ફ્લાઈટમાં માસ્ક પહેરવું , આસપાસ સફાઈ રાખવી અને હાથ સાફ કરવા ખૂબ જ જરૂરી છે. આનો ખ્યાલ ફ્લાઈટ કે શિપના ક્રૂ મેમ્બર્સ સતત રાખશે.

  આ પણ વાંચોઃ-અનોખો સેવા યજ્ઞ! માત્ર 7 ધોરણ સુધી ભણેલી રોપડા ગામની આ મહિલાએ ગામના બાળકોને ભણાવવાનું બીડું ઉપાડ્યું

  આ પણ વાંચોઃ-આંખ ઉઘાડતો સુરતનો કિસ્સો! કારખાનેદારને ફેસબુક ઉપર વેચવા મૂકેલી કાર ખરીદવાનું ભારે પડ્યું

  પહોંચ્યા પછી માનવા પડશે આ નિયમો
  ગંતવ્ય સુધી પહોંચ્યા બાદ સોશિયલ ડિસ્ટેન્સિંગનો ખ્યાલ રાખતા બહાર નીકળવું પડશે. એરપોર્ટ, સી પોર્ટ અને લેન્ડપોર્ટ ઉપર સંબંધિત અધિકારીઓ પાસે થર્મલ સ્ક્રિનિંગ કરવાનું ફરજિયાત રહેશે. લક્ષણ દેખાતા યાત્રીને તત્કાલ પ્રભાવથી આઈસોલેશનમાં રહેવું પડશે.

  અને તેને ચિકિત્સા સંબંધી સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. થર્મલ સ્ક્રિનિંગ પછી જે લોોકને સંસ્થાગત ક્વોરન્ટાઈનમાંથી છૂટ આપવામાં આવી છે. તેમને 14 દિવસના હોમ ક્વોરન્ટાઈન પહેલા સંબંધિત રાજ્યના કાઉન્ટર ઉપર આને બતાવું પડશે. કોઈપણ લક્ષણ દેખાવા પર સંબંધિત વ્યક્તિને ડિસ્ટ્રિક્ટ સર્વિલન્સ ઓફિસરને જણાવ્યું હશે.
  Published by:ankit patel
  First published:August 02, 2020, 20:11 pm

  ટૉપ ન્યૂઝ