રાજધાની ભોપાલના જહાંગીરાબાદમાં સૌથી વધારે કોરોના સંક્રમણ ફેલાતો હતો. અહીં સતત દર્દીઓની સંખ્યામાં વધારો થતો હતો. જેના કારણે તંત્રએ મોટું પગલું ઉઠાવ્યું હતું.
ભોપાલ: મધ્ય પ્રદેશનના (Madhya Pradesh) સૌથી વધારેસંક્રમિત અને હોટસ્પોટ (Hotspot) જહાંગીરાબાદ વિસ્તારમાં શિફ્ટિંગ ફોર્મૂલા લાગુ કરવામાં આવી છે. તંત્રએ આ નવા પ્રગોય અંતર્ગત આ વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસ (Coronavirus)ની ચેઈન તોડવાનો પ્રયત્નો કર્યો છે. આ ફોર્મૂલા અંતર્ગત મોટી સંખ્યામાં લોકોને આ વિસ્તારમાંથી કાઢીને શહેરના અલગ અલગ વિસ્તારોમમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
રાજધાની ભોપાલના જહાંગીરાબાદ (Jahangirabad)માં સૌથી વધારે કોરોના સંક્રમણ ફેલાતો હતો. અહીં સતત દર્દીઓની સંખ્યામાં વધારો થતો હતો. જેના કારણે તંત્રએ મોટું પગલું ઉઠાવ્યું હતું. આ ફોર્મૂલા અંતર્ગત પોઝિટિવ આવનારા દર્દીઓની આસપાસ રહેનારા ઘરોને ખાલી કરાવીને સુરક્ષિત સ્થળો ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
3000 લોકોને શિફ્ટ કરાયા
તંત્રએ જહાંગીરાબાદ વિસ્તારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. અહી પોલીસ ઉપરાંત રાજસ્વ, સ્વાસ્થ્ય, નગર નિગમ અને જિલ્લા પ્રશાસનોની ટીમો તૈનાત છે. અહીં મોટા સ્તર ઉપર સેમ્પલિંગનું કામ ચાલી રહ્યું છે. જોકે, લોકોના સહયોગ ન કરવાના કારણે સેમ્પલ લેવા માટે સ્વાસ્થ્ય વિભાગની ટીમોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.
આ જ કારણે હવે જે ઘરમાં કોઈપણ કોરોના પોઝિટિવ દર્દી નીકળે તો તેની આસપાસ રહેનારા લોકો અને સંપર્કમાં આવનારા વધારેમાં વધારે લોકોને બસો થકી બીજા વિસ્તારોમમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 3000થી વધારે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. તંત્રનું માનવું છે કે, જો લોકોને સંક્રમિત વિસ્તારમાંથી કાઢીને સુરક્ષિત સ્થળ ઉપર રાખવામાં આવે તો કોરોનાની ચેઈન તોડવામાં મદદ મળશે.
બસોની કરવામાં આવી વ્યવસ્થા
જહાંગીરાબાદ વિસ્તારમાં આશરે 125000 લોકો રહે છે. અહીં ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. તંત્રએ હવે લોકોને શિફ્ટ કરવાની ફોર્મૂલા ઉપર કામ ચાલું કર્યું છે. લોકોને શિફ્ટ કરવા માટે આ વિસ્તારોમાં બસોને ખડકી દેવામાં આવી છે. દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તત્કાલ એ વિસ્તારને ચિન્હિંત કર્યા બાદ પ્રશાસન તત્કાલ પરિવહન વિભાગની મદદથી બસો દ્વારા એ લકોની આસપાસના લોકોને અસ્થાઈ ક્વારન્ટાઈન સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર