નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓને (New Farm Laws) લઈને સરકાર (Central Government) અને ખેડૂતો (Farmers)ની વચ્ચે ઘર્ષણ સતત ચાલુ છે. ખેડૂતોએ મોદી સરકાર (Modi Government)ના નવા પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. સરકાર દોઢ વર્ષ સુધી નવા કાયદાને સસ્પેન્ડ કરવા માંગે છે. પરંતુ ખેડૂત માનવા માટે તૈયાર નથી. આજે બંને પક્ષોની વચ્ચે 11મા ચરણની વાતચીત થશે. આ દરમિયાન એવું લાગી રહ્યું છે કે સરકાર તરફથી પ્રસ્તાવિત પગલા બંધારણીય અડચણોમાં ફસાઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે જો સરકાર આ નવા કાયદા પર થોડા સમય માટે રોક લગાવવા માંગે છે કે પછી રદ કરવા માટે તેમને સુપ્રીમ કોર્ટ (Supreme Court) કે પછી સંસદ (Parliament)માં જવું પડશે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા આ કાયદાને પસાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સહમતિ બાદ 27 સપ્ટેમ્બરે તેને અધિકૃત રાજપત્રમાં અધિસૂચિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે સંસદ કોઈ પણ કાયદાને નિરસ્ત કરી શકે છે. પરંતુ બંધારણ કે સંસદીય પ્રક્રિયામાં કોઈ આવી જોગવાઇ નથી જેનાથી કોઈ કાયદાને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી શકે.
સરકારનું કહેવું છે કે જો ખેડૂત તેમના પ્રસ્તાવને માની લે છે તો પછી અધિકૃત રાજપત્રને રદ કરવા માટે નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પરંતુ કાયદાના જાણકારોનું કહેવું છે કે આ એટલું સરળ નથી. અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતાં કાયદા વિશેષજ્ઞોએ કહ્યું કે તેમાં ઘણી અડચણો છે. લોકસભાના પૂર્વ મહાસચિવ, પી ડી ટી આચાર્યએ કહ્યું કે, મારા વિચારમાં કાયદાને સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં નહીં નાખી શકાય. એક વાર કાયદો સંસદ દ્વારા પાસ થયા બાદ સરકાર માત્ર તેને લાગુ કરી શકે છે.
લોકસભા અને પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપનું કહેવું છે કે, મેં આવી સ્થિતી નથી જોઈ, જ્યાં સરકાર જાતે આ કાયદાને પ્રભાવી થયા બાદ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માંગે છે. આચાર્યનું કહેવું છે કે કાયદા પર હાલ રોક લગાવવાનો અધિકાર માત્ર સુપ્રીમ કોર્ટની પાસે છે, સરકારની પાસે નથી. તેઓએ એવું પણ કહ્યું કે સરકાર આ કાયદાઓને પરત સંસદમાં લઈને જઈ શકે છે. જ્યાં તેમાં સંશોધન કે પછી તેને રદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર