Home /News /national-international /

આવી હોઈ શકે છે મોદીની કેબિનેટ, આ નવી પાર્ટીઓને મળી શકે છે સ્થાન

આવી હોઈ શકે છે મોદીની કેબિનેટ, આ નવી પાર્ટીઓને મળી શકે છે સ્થાન

નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થશે નવી પાર્ટીઓ (ફાઇલ ફોટો)

ગાંધીનગરથી પ્રચંડ જીત મેળવનારા અમિત શાહને પણ મળી શકે છે મહત્વપૂર્ણ મંત્રીપદ

  ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019માં મળેલી અભૂતપૂર્વ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી સોમવારે બનારસમાં બાબા વિશ્વનાથના દર્શન કરશે અને મા ગંગાના આર્શીવાદ પણ લેશે. બીજી તરફ, મોદી સરકારની નવી કેબિનેટ માટે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ નવી કેબિનેટમાં કેટલીક નવી પાર્ટીઓને પણ સામેલ કરવામાં આવી શકે છે. આ નવી પાર્ટીઓમાં જેડીયૂ અને એઆઈએડીએમકે (અન્ના દ્રમુક) ઉપરાંત નાની પાર્ટીઓને પણ તક આપવામાં આવી શકે છે.

  આવું હોઈ શકે છે Modi 2.0 કેબિનેટ

  સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ મોદી સરકારની આ નવી કેબિનેટમાં દક્ષિણ ભારતની પાર્ટીઓને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવશે. નવી મોદી મંત્રીપરિષદમાં પશ્ચિમ બંગાળ તથા તેલંગાના જેવા રાજ્યોના વધુ ચહેરા દેખાઈ શકે છે. જેડીયૂ નેતાએ નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે કેબિનેટમાં જેડીયૂને એક પદ મળવાની મહોર લાગી ચૂકી છે અને આ ઉપરાંત એક રાજ્યમંત્રીનું પદ પણ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી ગુરુવારે વડાપ્રધાન તરીકે પોતાના બીજા કાર્યકાળ માટે શપથ લેવાના છે.

  કોને-કોને મળશે તક?

  જોકે, પીએમ મોદીએ પોતાના તમામ નેતાઓ અને સાથી પાર્ટીઓના નેતાઓને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે મીડિયાની અટકળો મુજબ મંત્રીપદની અપેક્ષા ન રાખો. જોકે, આ વખતે પણ સંસદીય દળની બેઠકમાં થયેલી ચર્ચામાં એવું જ બહાર આવ્યું છે કે અગાઉની કેબિનેટના અનેક લોકોને આ નવી કેબિનેટમાં પણ તક આપવામાં આવી શકે છે.

  મળતી જાણકારી મુજબ રાજનાથ સિંહ, નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર અને પ્રકાશ જાવડેકર જેવા અગાઉની કેબિનેટના સિનિયર ચહેરા નવી કેબિનેટનો પણ હિસ્સો બની શકે છે. એવી પણ ચર્ચાઓ આલી રહી છે કે ગાંધીનગરથી મોટા અંતરથી જીત નોંધાવનારા ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ નવી કેબિનેટમાં મહત્વપૂર્ણ પદ આપવામાં આવી શકે છે.

  અરૂણ જેટલી પર સવાલ?

  અરુણ જેટલીના સ્વાસ્થ્ય કારણોને લઈ કદાચ નવી કેબિનેટનો હિસ્સો ન બને. જેટલીને લઈને પણ સરકાર અનેકવાર સ્પષ્ટીકરણ આપી ચૂકી છે કે તેમની તબિયત ઠીક છે અને તેને લઈને મીડિયામાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે આધારહીન વે. સરકારના મુખ્ય પ્રવક્તા અને પીઆઈબીના મહાનિદેશક સીતાશું કરે ટ્વિટ કરીને કહ્યું કે, કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઈને મીડિયાના એક જૂથમાં જે રિપોર્ટ્સ છે, તે ખોટા અને પાયાવિહોણા છે. મીડિયાને સલાહ આપવામાં આવી રહી છે કે અફવાઓથી દૂર રહો.

  આ પણ વાંચો, રાયબરેલીના નામે સોનિયોનો પત્ર : 'કુરબાની આપવી પડશે તો પાછળ નહીં હટું'

  ભાજપ સાથે જોડાયેલા રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસગુપ્તાએ કહ્યું કે હવે જેટલીની સારવાર પૂરી થઈ ચૂકી છે અને તેઓ ઝડપથી તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. દાસગુપ્તાએ કહ્યું કે તેઓ હજુ પણ અધિકારીઓને મળી રહ્યા છે. સાંસદે ટ્વિટ કર્યું કે, અરુણ જેટલીના સ્વાસ્થ્યને લઈ ચિંતાઓ સમજી શકાય છે. તેઓ સારવાર બાદ ઠીક થઈ રહ્યા છે. પરંતુ તેઓ હજુ પણ જોરદાર ફોર્મમાં છે તેમનો જુસ્સો અને સમજ કાયમ છે. પોતાની તાકાત પરત મેળવવા માટે તેમને થોડા આરામની જરૂર છે. અમારી શુભેચ્છાઓ.

  એલજેપીના ચિરાગ પાસવાનનું નામ આગળ

  પીટીઆઈ સૂત્રો મુજબ, લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના ચીફ રામવિલાસ પાસવાને દીકરા ચિરાગ પાસવાનને કેબિનેટમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રામવિલાસ પોતે અગાઉની સરકારમાં મંત્રી હતા અને સૌથી સિનિયર સાંસદોમાંથી એક છે. 2019માં એલજેપીએ 6 સીટો પર જીત મેળવી છે અને ચિરાગ જમુઈથી ફરી જીતીને આવ્યા છે.

  AIADMK આ વખતે માત્ર એક જ સીટ જીતી શકી છે પરંતુ નવી સરકારમાં તેને એક મંત્રી પદ આપવામાં આવી શકે છે કારણ કે તે તમિલનાડુમાં સત્તામાં છે અને દક્ષિણ ભારતમાં ભાજપની મુખ્ય સહયોગી છે. પશ્ચિમ બંગાળથી પણ કેબિનેટમાં એક ચહેરો સામેલ કરવામાં આવી શકે છે કારણ કે આ વખતે ભાજપે આ રાજ્યમાં ચોંકાવનારું પ્રદર્શન કરતાં 18 સીટો જીતી છે. ભાજપને તેલંગાનામાં પણ 4 સીટો મળી છે અને ત્યાંથી પણ એક મંત્રી કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Lok sabha election 2019, Modi Cabinet, અમિત શાહ, એનડીએ, નરેન્દ્ર મોદી, મોદી સરકાર

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन