BIG News: સ્કૂલ શિક્ષણમાં 10+2 ખતમ, 5+3+3+4ની નવી વ્યવસ્થા થશે લાગુ

News18 Gujarati
Updated: July 29, 2020, 9:25 PM IST
BIG News: સ્કૂલ શિક્ષણમાં 10+2 ખતમ,  5+3+3+4ની નવી વ્યવસ્થા થશે લાગુ
પ્રતિકાત્મક તસવીર

વિદ્યાર્થી પોતાની મરજી અને સ્વેચ્છાએ વિષય પસંદ કરી શકશે. જો કોઈ વિદ્યાર્થી વિજ્ઞાન સાથે સંગીત પણ ભણવા માંગે છે, તો તેની પાસે એ વિકલ્પ હશે.

  • Share this:
નવી દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. આ અનુસાર, ઓછામાં ઓછા પાંચમા ધોરણ અને જો તેનાથી આગળ શક્ય હશે તો, આઠમા સુધી સ્થાનીક ભાષા અથવા માતૃભાષામાં ભણવું પડશે. એટલે કે, હિન્દી, અંગ્રેજી જેવા વિષય ભાષાના પાઠ્યક્રમ તરીકે તો હશે, પરંતુ બાકી પાઠ્યક્રમ સ્થાનીક ભાષા અથવા માતૃભાષામાં હશે.

અત્યાર સુધી આપણા દેશમાં સ્કૂલ પાઠ્યક્રમ 10+2ના હિસાબથી ચાલે છે પરંતુ હવે આ 5+ 3+ 3+ 4ના હિસાબે થશે. એટલે કે, પ્રાયમરીથી બીજા ધોરણ સુધી એક ભાગ, પછી ત્રીજા ધોરણથી પાંચમા ધોરણ સુધી બીજો ભાગ, છઠ્ઠાથી આઠમા ધોરણ સુધી ત્રીજો ભાગ અને નવમાથી 12મા ધોરણ સુધી ચોથો ભાગ હશે. 12મા માં બોર્ડની પરીક્ષા થશે, પરંતુ તેમાં પણ કેટલાક ફેરફાર હશે. વિદ્યાર્થી પોતાની મરજી અને સ્વેચ્છાએ વિષય પસંદ કરી શકશે. જો કોઈ વિદ્યાર્થી વિજ્ઞાન સાથે સંગીત પણ ભણવા માંગે છે, તો તેની પાસે એ વિકલ્પ હશે. 10માની પરીક્ષા અને તેના સ્વરૂપને લઈ હજુ અસમંજસની સ્થિતિ છે.

છઠ્ઠાથી શરૂ થશે વોકેશનલ પાઠ્યક્રમ

વોકેશનલ પાઠ્યક્રમ ધોરણ છથી શરૂ થશે. બોર્ડ પરીક્ષાને જ્ઞાન આધારિત બનાવવામાં આવશે અને તેમાં રટ્ટો મારી યાદ કરવાની આદતોને ઓછામાં ઓછી કરવામાં આવશે. બાળક જ્યારે સ્કૂલમાંથી બહાર નીકળશે, તો એ નક્કી કરાશે કે, તે કોઈને કોઈ સ્કિલ શીખી બહાર નીકળે.

રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં ભૂમિકા નિભાવશે બાળકો
બાળકો સ્કૂલ શિક્ષા દરમિયાન પોતાનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં ભૂમિકા નિભાવશે. અત્યાર સુધી રિપોર્ટ કાર્ડ માત્ર શિક્ષકો લખતા હતા, પરંતુ નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાગ હશે. પહેલા બાળક પોતાના વિશે સ્વયં મૂલ્યાંકન કરશે, બીજુ તેના સહપાઠીઓ દ્વારા થશે અને ત્રીજુ મૂલ્યાંકન શિક્ષક દ્વારા. ઉચ્ચ શિક્ષણમાં પણ વિદ્યાર્થી પાસે વિકલ્પ રહેશે. સ્નાતક ચાર વર્, માટે અને ત્રણ વર્ષ બંને વિકલ્પ રહેશે. જો વિદ્યાર્થી ચાર વર્ષનું સ્નાતક પસંદ કરે છે, તો તેણે પીજીમાં એક વર્ષ જ લાગશે. સાથે જો કોઈ વિદ્યાર્થી પોતાના કોર્સ દરમિયાન કોઈ કારણે અભ્યાસ છોડી દે છે તો, પછી એક નક્કી સમય બાદ તેણે પોતાનો અભ્યાસ ત્યાંથી જ ફરી શરૂ કરવાની આઝાદી મળશે.નવી શિક્ષણ નીતિમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષામાં વિષય પસંદ કરવાની ફ્લેક્સેબિલીટી આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય અને તે પોતાના મનપસંદના વિષયોમાં શિક્ષણ પુરૂ કરી શકે. આ સિવાય હવે વિદ્યાર્થીઓને ટેક્નોલોજી શીખવા પર જોર આપવામાં આવશે. ઈ-લર્નિંગને લઈ વિશેષ પ્રયાસ રહેશે અને સાથે કોઈ પણ તેનાથી વંચિત ન રહે તેનું ધ્યાન અપાશે.
Published by: kiran mehta
First published: July 29, 2020, 9:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading