નવી દિલ્હી : આજકાલ લોકો પોતાનો શોખ પૂરો કરવા માટે અમસ્તા જ ડ્રોન ઉડાડે છે. પરંતુ હવે સરકારે ડ્રોન ઉડાડવા માટે શુક્રવારે નવા નિયમો જાહેર કર્યા છે. જેથી હવે તમે નિયમોનું ઉલ્લંઘન કરીને ડ્રોન ઉડાડ્યું તો કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. હવે નવા નિયમો હેઠળ 250 ગ્રામથી વધુ વજનના રિમોટ દ્વારા સંચાલિત ડ્રોન ડાયરેક્ટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની પરવાનગી બાદ જ ઉડાવી શકાશે.
આ નવા નિયમો છેલ્લા 10 મહિનાથી આવેલા સૂચનો બાદ બનાવવામાં આવ્યા છે. માનવ રહિત વિમાન પ્રણાલી નિયમ 2021 અંતર્ગત ડ્રોનના ઉપયોગને લઈને વ્યક્તિગત, વ્યવસાય સાથે રિસર્ચ, ટેસ્ટિંગ, પ્રોડક્શન અને તેના ઈમ્પોર્ટને લઈને નિયમો જાહેર કરાયા છે. આ નવા નિયમો અંતર્ગત 250 ગ્રામથી વધુ કે ઓછા વજન વાળા ડ્રોન પરવાનગી લઈને જ ઉડાવી શકાશે. સાથે જ ડ્રોન દ્વારા વસ્તુની ડિલિવરી પણ નહીં કરી શકાય. સાથે જ નિયમ મુજબ નેનો ડ્રોનની ગતિ 15 મીટર પ્રતિ સેકન્ડ હોવી જોઈએ. તેમજ 100 મીટર પ્રતિ સેકન્ડ ગતિ ધરાવતા ડ્રોન રિમોટથી સંચાલિત હોવા જોઈએ, જેને આગામી કેટેગેરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 250 ગ્રામથી 2 કિલો વજન સુધીના ડ્રોનને માઈક્રો ડ્રોનની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જેની ઉડાન માટે મંજૂરી લેવી પડશે. માનવ રહિત વિમાન પ્રણાલી નિયમ 2021 અંતર્ગત હવેથી ડ્રોનની અનધિકૃત આયાત, ખરીદ, વેચાણ, ભાડે આપવું દંડનીય હશે. એટલું જ નહીં ડ્રોન ઉડાવનાર પાસે રિમોટ પાઇલટનું લાઇસન્સ આવશ્યક કરી દેવાયું છે, જો લાઇસન્સ નહીં હોય તો ગુન્હો ગણાશે. હવેથી ડ્રોનનો ઉપયોગ માત્ર સર્વે, ફોટોગ્રાફી, સુરક્ષા અને જાનકારી એકત્ર કરવા માટે કરી શકાશે. ઉલ્લેખનીય છે કે ડ્રોન ઓછી કિંમત, સુરક્ષિત અને ત્વરિત હવાઈ સર્વેક્ષણ પ્રદાન કરે છે. સાથે જ ડ્રોન વીજળી, ખનન, રિયલ્ટી, તેલ અને ગેસ જેવા ઉદ્યોગો માટે ઉપયોગી સાધન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર