ચંદ્રમોહન, પટના : દેશદ્રોહના આરોપમાં ઘેરાયેલા JNU સ્ટુડન્ટ શરજીલ ઈમામ ની ધરપકડને લઈ ચોંકાવનારી વાત સામે આવી છે. પોલીસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે શરજીલ ઈમામની ગર્લફ્રેન્ડ પર દબાણ લાવીને તેની ધરપકડ કરવામાં સફળતા મળી. શરજીલ ઈમામની 28 જાન્યુઆરીએ જહાનાબાદના કાકોથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા સતત ચાર દિવસ સુધી શરજીલની તલાશમાં દેશના અનેક હિસ્સાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
શરજીલ દ્વારા CAA અને NRCના વિરોધમાં આપવામાં આવેલા ભાષણની એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે આસામને ભારતથી અલગ કરવાની વાત કરતો સાંભળવા મળી રહ્યો છે. તેની વિરુદ્ધ દેશદ્રોહ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આવી રીતે થઈ ધરપકડ
પોલીસ સૂત્રો મુજબ, શરજીલની ધરપકડના દિવસે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસ સવારે 4 વાગ્યે શરજીલના ભાઈને કસ્ટડીમાં લીધો હતો. ભાઈ સાથેની પૂછપરછ દરમિયાન શરજીલના મિત્ર ઈમરાન વિશે માહિતી મળી. જ્યારે ઈમરાનને કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી તો શરજીલની પ્રેમિકા વિશે મહત્વની માહિતી મળી. ત્યારબાદ પોલીસે શરજીલની પ્રેમિકા પર દબાણ ઊભું કરીને કહ્યું કે તે શરજીલને મલિક ટોલામાં મળવા માટે બોલાવે. શરજીલ પોતાના મિત્રના ઘરે પોતાની પ્રેમિકાને મળવા પહોંચ્યો, તે સમયે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી.
સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું જોઇન્ટ ઓપરેશન
આ ઓપરેશનમાં સ્થાનિક પોલીસ પણ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની સાથે હતી. શરજીલ ઈમામની ધરપકડ કરનારી પોલીસ ટીમનું નેતૃત્વ દિલ્હી પોલીસના ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રાજેશ દેવ કરી રહ્યા હતા.
JNU સ્ટુડન્ટ શરજીલ ઈમામ પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા શરજીલ ઈમામનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પૂર્વોત્તરના રાજ્ય આસામને ભારતથી કાપવાની વાત કરી રહ્યો હતો. તેનું કહેવું છે કે મુસલમાનોએ પોતાની તાકાત દેખાડતા ઓછામાં ઓછા એક મહિના સુધી આસામનો સંપર્ક ભારતથી કાપી દેવો જોઈએ. ન્યૂઝ18 આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
આ પણ વાંચો, આનંદો! આપનો ફરવાનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે, શરૂ થઈ નવી સ્કીમ