મહિલાનો વીડિયો 'ઇન્જેક્શન મને અસર નહીં કરે, આલ્કોહોલ ફાયદો કરશે, 35 વર્ષથી લઉં છું'

દિલ્હીમાં દારૂ ખરીદવા લાઇનો લાગી.

લૉકડાઉન ખુલ્યા બાદ પરવાનગીવાળા રાજ્યોમાં દારૂની દુકાનો બહાર લાંબી લાઈનો તમે જોઈ જ હશે. હાલ કોરોના ટેસ્ટ માટે જેવી લાઇનો લાગે છે તેવી લાઇનો દારૂની ખરીદી માટે લાગી હતી.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus- India) અટકાવવા માટે ગત વર્ષે દેશભરમાં લૉકડાઉન (Lockdown)ની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન જીવન જરૂરી ન હોય તેવી તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન દારૂની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી હતી. લૉકડાઉન ખુલ્યા બાદ પરવાનગીવાળા રાજ્યોમાં દારૂની દુકાનો બહાર લાંબી લાઈનો તમે જોઈ જ હશે. હાલ કોરોના ટેસ્ટ માટે જેવી લાઇનો લાગે છે તેવી લાઇનો દારૂની ખરીદી માટે લાગી હતી. કોરોનાની બીજી લહેર (Corona second wave)માં દિલ્હી સરકારે (Delhi government) આજે અઠવાડિયાના લૉકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન દિલ્હીની એક મહિલાના વીડિયોએ ચર્ચા જગાવી છે. મહિલા દારૂ ખરીદવા માટે આવી હતી.

  'ઇન્જેક્શનથી કોઈ ફાયદો નહીં થાય'

  ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં દિલ્હીના શિવપુર ગીતા કોલોની ખાતે દારૂ ખરીદવા માટે આવેલી મહિલાએ જણાવ્યું હતું કે, "ઇન્જેક્શનથી ફાયદો નહીં થાય. આ આલ્કોહોલ ફાયદો કરશે. મને દાવાઓની અસર નહીં થાય, પેગની અસર થશે." આ સાથે જ મહિલા કહી રહી છે કે આ જેટલા પણ લોકો દારૂ લેવા આવ્યા છે તે તમામ લોકો બચી જશે. દારૂના ઠેકા ખોલવા જોઈએ. હું 35 વર્ષથી દારૂ પીવું છું, બીજો કોઈ ડોઝ લેવાની જરૂર નથી પડી. દારૂને કારણે જ અત્યારસુધી બચી ગયા છીએ.

  આ પણ વાંચો: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પૃથ્વી કેવી દેખાય છે? નાસાએ શેર કરી અદભૂત તસવીરો

  કેજરીવાલ સરકારની લૉકડાઉનને લઈને ગાઇડલાઇન જાહેર:

  >> ભારત સરકારના અધિકારીઓ અને પીએસયૂમાં કામ કરતા કર્મચારીઓને માન્ય આઈકાર્ડ બતાવવાથી છૂટ મળશે.

  >> દિલ્હી સરકાર અંતર્ગત આવતી તમામ ઑટોનોમસ બૉડીઝ/કોર્પોરેશન લૉકડાઉનમાં બંધ રહેશે.

  >> જીવન જરૂરી સેવા જેવી કે સ્વાસ્થ્ય, દવાની દુકાન, પોલીસ, હોમગાર્ડ, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ વગેરેને છૂટ રહેશે.

  આ પણ વાંચો: 'મારે સારું હતું ત્યારે મેં બધાની મદદ કરી, હવે કોઈ મારી મદદ કરતું નથી,' રાજકોટમાં કારખાનેદારનો આપઘાત

  >>
  દિલ્હી મેટ્રો, ઑટો અને બસ સેવા પર પ્રતિબંધ લાગૂ નહીં થાય.

  >> દિલ્હી સરકારની તમામ મુખ્ય ઑફિસમાં જવાની છૂટ રહેશે. જરૂર પડ્યે વધારાના કર્મચારીઓને બોલાવી શકાશે, જેનાથી જરૂરી સેવા પ્રભાવિત ન થાય. આવ-જા દરમિયાન આઈકાર્ડ બતાવવું પડશે.

  >> સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ સહિત કોર્ટ સાથે જોડાયેલા ન્યાયિક કર્મચારીઓને સર્વિસ આઈકાર્ડ અથવા પરમિશન લેટર બતાવી શકશે.

  >> ગર્ભતતી મહિલાઓ, દર્દીઓને તેના અટેન્ડેન્ટના અધિકૃત આઈકાર્ડ અથવા ડૉક્ટરની ચીઠ્ઠી પર છૂટ આપવામાં આવશે.

  આ પણ વાંચો: દાઝ્યા પર ડામ: ગોંડલમાં માતાની કોરોનાની સારવાર માટે ઉછીના લીધેલા ત્રણ લાખ રૂપિયા ચોરાઈ ગયા

  >> કોરોનાની રસી લેવા જઈ રહેલા લોકોને માન્ય કાગળ બતાવવાથી છૂટ મળશે.

  >> એરપોર્ટ, રેલવે સ્ટેશન કે પછી બસ સ્ટેશનથી આવતા લોકોને માન્ય ટિકિટ બતાવવાથી આવ-જાની છૂટ આપવામાં આવશે.

  >> અનેક દેશોના દૂતાવાસોમાં કામ કરતા કર્મચારીઓને આઇકાર્ડ બતાવવા પર રાહત આપવામાં આવશે.

  >> ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં કામ કરતા લોકોને આઈકાર્ડ બતાવવા પર છૂટ આપવામાં આવશે.

  >> પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને પરીક્ષાની ફરજ નિભાવતા લોકોને કાયદેસરનું આઈકાર્ડ બતાવવાથી છૂટ મળશે.
  Published by:Vinod Zankhaliya
  First published: