દિલ્હીની મુશ્કેલીમાં ફરી વધારો: એક દિવસમાં રેકોર્ડ 7,178 નવા કોવિડ 19 કેસ નોંધાયા, 64 લોકોનાં મોત

પ્રતિકાત્મક તસવીર

દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં રેકોર્ડ 7,178 નવા કેસ નોંધાયા છે.

 • Share this:
  દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પ્રદૂષણ (Delhi Air Pollultion)ની સાથે સાથે કોરોના (Coronavirus Cases New Delhi) એમ બેવડો માર સહન કરી રહી છે. દરરોજ પરેશાન કરતા આંકડા સામે આવી રહ્યા છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના રેકોર્ડ સાત હજાર કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ (Health Deparment) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, શુક્રવારે દિલ્હીમાં કોરોનાના 7,178 નવા કેસ નોંધાયા છે, આ અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 64 લોકોનાં મોત કોરોના વાયરસને કારણે થયા છે. દર્દીઓની સંખ્યા વધીને 40 હજાર નજીક પહોંચી ગઈ છે.

  નવા કેસ સામે આવ્યા બાદ દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા 39,722 થઈ ગઈ છે. હવે દિલ્હીમાં કોરોનાના કુલ આંકડા વધીને 4,23,831 થઈ ગયા છે. આ દરમિયાન રાહતની વાત એ છે કે આશરે 6,121 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. અત્યાર સુધી કોરોનાથી 3,77,276 દર્દી કોરોના સંક્રમણથી સાજા થઈ ચુક્યા છે. જ્યારે 6,833 લોકોનાં મોત થયા છે.

  આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમા: વડતાલ ગાદીના નિત્યસ્વરૂપ સ્વામીના મળતીયાઓએ ધમકી આપ્યાનો આક્ષેપ

  સ્વાસ્થ્ય મંત્રીએ કહી આ વાત

  દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણના 6,715 નવા કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. આ સાથે જ દિલ્હીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 4.16 લાખથી વધી ગઈ છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં ગત દિવસોમાં કોવિડ 19ના 6,000થી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. એવામાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ દિલ્હીમાં વધી રહેલા કેસ મામલે વાતચીત કરી હતી.

  આ પણ જુઓ-

  સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસ છ હજારથી વધારે આવી રહ્યા છે. ટકાવારી જોઈએ તો 10 દિવસમાં સરેરાશ ટકાવારી (0.8) છે. આ હિસાબથી દિલ્હી આખા દેશમાં 17મા નંબર પર છે. દિલ્હીમાં સરેરાશ મોતનું પ્રમાણ 1.62 ટકા છે. જ્યારે અન્ય શહેરોમાં 2, 3, 4 કે પાંચ ટકા સુધી છે. કારણ કે વસ્તી ગીચ છે. જ્યારે મુખ્યમંત્રી સાથે કોરોના અંગે થયેલી બેઠક અંગે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે સરકારી હૉસ્પિટલોમાં બેડ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે ખાનગી હૉસ્પિટલોમાં પણ વાતચીત બાદ બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: