liveLIVE NOW

New Parliament Building Foundation: PM મોદીએ કહ્યુ- નવું સંસદ ભવન સમયની માંગ, આત્મનિર્ભર ભારતનું બનશે સાક્ષી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નવા સંસદ ભવનની આધારશિલા મૂકી. આ દરમિયાન સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી

 • News18 Gujarati
 • | December 10, 2020, 14:52 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 YEARS AGO
  14:57 (IST)

  PM મોદીએ કહ્યું કે, પોલિસીમાં અંતર હોઈ શકે છે, રાજકારણમાં ભિન્નતા હોઈ શકે છે, પરંતુ આપણે જનતાની સેવા માટે છીએ, આ અંતિમ લક્ષ્યમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. વાદ-સંવાદ સંસદની અંદર હોય કે બહાર, રાષ્ટ્રસેવાનો સંકલ્પ, રાષ્ટ્રહિત પ્રત્યે સમર્પણ સતત જોવા મળવું જોઈએ.

  14:55 (IST)

  વડાપ્રધાને કહ્યું કે, આપણે યાદ રાખવાનું છે કે લોકતંત્ર જે સંસદ ભવનનું અસ્તિત્વનો આધાર છે, તેના પ્રત્યે આશાવાદને જાગૃત રાખવું આપણા સૌની જવાબદારી છે. આપણે એ હંમેશા યાદ રાખવાનું છે કે સંસદ પહોંચેલો દરેક પ્રતિનિધિ જવાબદારી હોય. તેમની જવાબદારી જનતાની પ્રત્યે પણ છે અને બંધારણના પ્રત્યે પણ છે.

  14:38 (IST)
  વડાપ્રધાને કહ્યું કે, નવા સંસદ ભવનમાં એવી અનેક ચીજો કરવામાં આવી રહી છે જેનાથી સાંસદોની દક્ષતા વધશે. તેમના વર્ક કલ્ચરમાં આધુનિક્તા આવશે. જૂના સંસદ ભવને સ્વતંત્રતા બાદના ભારતને દિશા આપી તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. જૂના સંસદ ભવનમાં દેશની આવશ્યક્તાઓની પૂર્તિત માટે કામ થયું તો નવા ભવનમાં 21મી સદીના ભારતની આકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે.

  14:33 (IST)
  વડાપ્રધાને મોદીએ કહ્યું કે, દેશમાં લોકતંત્ર કેમ સફળ છે. દુનિયામાં 13મી શતાબ્દીમાં મેગ્નાકાર્ટાથી પહેલા જ 12મી શતાબ્દીમાં ભગવાન બસવેશ્વરે લોકસંસદની શરુઆત કરી દીધી હતી. વડાપ્રધાને જણાવ્યું કે દસમી શતાબ્દીમાં તમિલનાડુના એક ગામમાં પંચાયત વ્યવસ્થાનું વર્ણન છે. એ ગામમાં આજે પણ એવી જ રીતે મહાસભા ભરાય છે, જે એક હજાર વર્ષથી ચાલુ છે. PMએ જણાવ્યું કે ત્યારે પણ નિયમ હતો કે જો કોઈ પ્રતિનિધિ પોતાની સંપત્તિની વિગત નહીં આપે તો તે અને તેના સંબંધી ચૂંટણી નહીં લડી શકે.

  14:29 (IST)
  PM મોદીએ કહ્યું કે, નવું સંસદ ભવન સમયની માંગ છે પરંતુ જૂના સંસદ ભવનમાં આપણા દેશનો ઈતિહાસ સંગ્રહિત છે.

  14:21 (IST)
  વડાપ્રધાને વધુમાં કહ્યું કે, હું એ પળ ક્યારેય નહીં ભૂલી શકું જ્યારે પહેલીવાર 2014માં સંસદ ભવનમાં આવ્યો હતો. ત્યારે મેં શિશ ઝુકાવીને નમન કર્યું હતું. હાલના સંસદ ભવને આઝાદીનું આંદોલન, સ્વતંત્ર ભારત, આઝાદ દેશની પહેલી સરકાર, પહેલી સંસદ, બંધારણ રચવામાં આવ્યું.

  14:18 (IST)
  PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે અને માઇલસ્ટોન સમાન છે. દેશમાં હવે ભારતીયતાના વિચારોની સાથે નવી સંસદ બનવા જઈ રહી છે. આપણે દેશવાસી મળીને સંસદના નવા ભવનને બનાવીશું. જ્યારે ભારત પોતાની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરશે, ત્યારે સંસદની ઈમારત તેની પ્રેરણા હશે.

  14:13 (IST)
  આજનો દિવસ ભારતના લોકતંત્ર માટે માઇલસ્ટોન સમાન છે- PM મોદી

  14:1 (IST)
  કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે, આજનો દિવસ ભારત જ નહીં સમગ્ર દુનિયાના ઈતિહાસના અગત્યનો છે. ભારતમાં ગણતંત્ર અને લોકતંત્ર લાંબા સમયથી સ્થાપિત છે. મંત્રીએ જાણકારી આપી કે પહેલા હાલના સંસદ ભવનમાં જ સુધારને લઈ વિચારવામાં આવ્યું, પરંતુ ભવિષ્યમાં જો સાંસદોની સંખ્યા વધે છે તો તેમાં તેમની જરૂરિયાત પૂરી નહીં થઈ શકે. આ જ કારણ છે કે નવા ભવનનો પ્રસ્તાવ સામે આવ્યો.

  13:53 (IST)

  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વિવિધ રાજકીય પાર્ટીઓના નેતા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રી મોટી સંખ્યામાં સાંસદ અને અનેક દેશોના રાજદૂત આ ઐતિહાસિક અવસરના સાક્ષી બન્યા.

  નવી દિલ્હીઃ દેશના ઈતિહાસમાં ગુરુવારનો દિવસ ઘણો અગત્યનો રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે નવા સંસદ ભવન (New Parliament House)નું ભૂમિપૂજન કરી શીલાન્યાસની વિધિ કરી. આ સંસદ ભવનમાં આધુનિક સુવિધાઓ હેશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે અને માઇલસ્ટોન સાબિત થશે. દેશમાં હવે ભારતીયતાના વિચારોની સાથે નવી સંસદ બનવા જઈ રહી છે, આપણે દેશવાસી મળીને સંસદના નવા ભવનનું નિર્માણ કરીશું.
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन