Home /News /national-international /

સેક્સ સ્કેન્ડલમાં ફસાયા યેદિયુરપ્પા સરકારના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી, ન્યૂઝ ચેનલો પર વીડિયો થયો ટેલિકાસ્ટ

સેક્સ સ્કેન્ડલમાં ફસાયા યેદિયુરપ્પા સરકારના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી, ન્યૂઝ ચેનલો પર વીડિયો થયો ટેલિકાસ્ટ

વીડિયો ક્લિપમાં મંત્રી રમેશ જારકીહોલી કથિત રીતે નોકરી અપાવવાના નામે મહિલાનું શોષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

વીડિયો ક્લિપમાં મંત્રી રમેશ જારકીહોલી કથિત રીતે નોકરી અપાવવાના નામે મહિલાનું શોષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

  બેંગલુરુ. કર્ણાટક (Karnataka)માં ભારતીય જનતા પાર્ટી (BJP)ની બીએસ યેદિયુરપ્પા (BS Yediurappa) સરકારની સામે સંકટ ઊભું થયું છે. મળતી જાણકારી મુજબ, રાજ્યના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી (Ramesh Jarkiholi) અને એક અજ્ઞાત મહિલાનો વીડિયો સામે આવ્યો છે, જેને ટીવી ચેનલો પર દર્શાવવામાં આવી રહ્યો હતો. આ બાબતે સોશિયલ એક્ટિવિસ્ટ દિનેશ કાલાહલ્લીએ બેંગલુરુના કબ્બન પાર્ક પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે વીડિયો ક્લિપમાં મંત્રી કથિત રીતે નોકરી અપાવવાના નામે મહિલાનું શોષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  અંગ્રેજી અખબાર ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ અનુસાર પોલીસે અત્યાર સુધી ઔપચારિક મામલો નથી નોંધ્યો. ડેપ્યૂટી કમિશ્નર એમ.એન. અનુચેથે કહ્યું કે હાલ પોલીસ ફરિયાદની હકીકતની તપાસ કરી રહી છે.

  કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આ મામલામાં પાર્ટીના સાથીઓ સાથે મીટિંગ કરી. સૂત્રોએ જણાવ્યું કે સરકારે કહ્યું કે રમેશનો પક્ષ સાંભળ્યા બાદ તેમનું રાજીનામું માંગી લેવાશે. પ્રાથમિક શિક્ષણ મંત્રી સુરેશ કુમારે કહ્યું કે, પાર્ટીના નેતા આ મામલા પર નિર્ણય લેશે.

  આ પણ વાંચો, ઇમરજન્સી એક ભૂલ હતી, તે મારી દાદી ઈન્દિરા ગાંધીએ પણ સ્વીકાર્યું હતું - રાહુલ ગાંધી

  જોકે, બીજેપી નેતાઓએ આ મુદ્દા પર કોઈ પ્રતિક્રિયા નથી આપી, તેની સાથોસાથ આરોપી મંત્રી પણ ચૂપ છે. તેમનો ફોન સ્વિચ ઓફ હતો. 60 વર્ષીય રમેશ, યેદિયુરપ્પાના નેતૃત્વવાળી બીજેપી સરકારમાં ઉત્તર કર્ણાટકના બેલગાવી ક્ષેત્રના શક્તિશાળી નેતા છે. તેઓએ વર્ષ 2019માં 17 કૉંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ બીજેપીને સરકાર રચવામાં અને જુલાઈ 2019માં સત્તામાં આવવામાં મદદ મળી.

  આ પણ વાંચો, હવે મદરેસામાં પણ ભણાવાશે ગીતા, રામાયણ અને યોગ, NIOSએ પાઠ્યક્રમમાં કર્યા સામેલ- રિપોર્ટ

  મુખ્યમંત્રી બનવાની મહાત્વાકાંક્ષા રાખનારા રમેશ તે ચાર ભાઈઓ પૈકી એક છે જેઓ બેલગાવી ક્ષેત્રથી કર્ણાટકની રાજનીતિમાં સક્રિય છે. રમેશની કથિત સીડી બેલાગાવી લોકસભા સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત પહેલા સામે આવી છે. આ સીટ રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીના નિધન બાદ ગયા વર્ષે ખાલી થઇ હતી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Scandal, Yeddyurappa, કર્ણાટક, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन