Home /News /national-international /

Deltacron Variant: જાણો, કેટલો ખતરનાક છે કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટાક્રોન?

Deltacron Variant: જાણો, કેટલો ખતરનાક છે કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટાક્રોન?

હવે કોરોનાના વેરિયન્ટ ડેલ્ટાક્રોનનું જોખમ વધી રહ્યું છે (પ્રતિકાત્મક તસવીર)

Coronavirus New Variant - આ એક હાઇબ્રિડ વેરિઅન્ટ (Hybrid Variant) છે, એટલે કે ડેલ્ટા + ઓમિક્રોન બંનેનો અંશ છે

નવી દિલ્હી : આખી દુનિયામાં કોરોના વાયરસની (Coronavirus)મહામારી ફેલાય બાદ થોડા સમયથી ઘણા દેશોમાં કોરોનાને (Corona)કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને દૂર કરવામાં આવ્યા છે. હવે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે લોકો ગમે ત્યાં જઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ ઉઠતો હશે કે શું કોરોના ખતમ થઈ ગયો છે. લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે, વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની ફરી નવેસરથી (Coronavirus New Variant)શરુઆત થઇ ગઇ છે.

ઓમિક્રોને પણ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી હતી. હવે કોરોનાના વેરિયન્ટ ડેલ્ટાક્રોનનું જોખમ વધી રહ્યું છે. સદભાગ્યે, ઓમિક્રોન અન્ય પ્રકારો કરતાં ઓછો ઘાતક હતો. હવે એવું માનવામાં આવે છે કે નવો વેરિઅન્ટ પહેલા કરતા વધુ ખતરનાક છે. તેને ડેલ્ટાક્રોન (deltacron) નામ આપવામાં આવ્યું છે. આ એક હાઇબ્રિડ વેરિઅન્ટ (Hybrid Variant) છે, એટલે કે ડેલ્ટા + ઓમિક્રોન બંનેનો અંશ છે.

ફેબ્રુઆરીના મધ્યમાં ડેલ્ટાક્રોન(deltacron)ની ઓળખ કરવામાં આવી હતી. પેરિસમાં ઇન્સ્ટિટ્યુટ પાશ્ચરના વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી હતી. તેના જીન સિક્વન્સનું વર્ણન કરતાં વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, આનું સિક્વન્સ અગાઉના વેરિઅન્ટના સિક્વન્સથી સંપૂર્ણપણે અલગ છે. ગયા વર્ષ સુધી મોટાભાગના વેરિઅન્ટના જિનેટિક સિક્વન્સ ડેલ્ટા વેરિયન્ટ જેવું જ હતું. પરંતુ ડેલ્ટાક્રોનની આંતરિક રચનામાં સ્પાઇક પ્રોટીન સંપૂર્ણપણે અલગ હતું.

આ પણ વાંચો - હાઇપરસોનિક ટેકનોલોજીમાં આપણાથી આગળ છે ભારત, અમેરિકાના સાંસદે કબુલ્યું, જાણો શું છે ખાસ ટેકનિક

કોરોનાવાયરસની બાહ્ય સપાટી પર તાજ જેવી રચના હોય છે, જેને સ્પાઇક પ્રોટીન કહેવામાં આવે છે અને આ જ સ્પાઇક પ્રોટીનના કારણે વ્યક્તિમાં ચેપની શરૂ થાય છે.

ડેલ્ટાક્રોનના 60થી વધુ સિક્વન્સ

યુ.એસમાં ડેલ્ટાક્રોનના હાઇબ્રિડ સિક્વન્સની માર્ચમાં ઓળખ થઇ હતી. અત્યાર સુધીમાં વિવિધ દેશોમાં તેના 60થી વધુ સિક્વન્સ મળી આવ્યા છે. હવે પ્રશ્ન એ છે કે તે, હાઇબ્રિડના રુપમાં કેવી રીતે બને છે. જો બે અલગ અલગ વાયરસ એક જ કોષને ચેપ લગાડે છે, તો આ બંનેના ટુકડાઓ એક સાથે ભળી જાય છે. તેને રિકોમ્બિનેશન કહેવામાં આવે છે.

જ્યારે વાયરસ તેના જેનેટિક સિક્વન્સને અન્ય વાયરસના આનુવંશિક ક્રમ સાથે શેર કરે છે, ત્યારે તે તેની નકલ કરવાનું શરૂ કરે છે. વાયરસ તેની પોતાની પ્રતિકૃતિ બનાવવા માટે આ કરવાનું ચાલુ રાખે છે. આ પ્રક્રિયાને હાઇબ્રિડ વેરિઅન્ટ કહેવામાં આવે છે.

જોકે વૈજ્ઞાનિકો હજુ સુધી ડેલ્ટાક્રોન વિશે વધુ જાણતા નથી. ડેલ્ટા અને ઓમિક્રોન બંને અલગ-અલગ વેરિઅન્ટ છે અને બંનેની અલગ-અલગ અસરો છે. બંને પ્રકારો કોષોને અલગ-અલગ રીતે ચેપ લગાડે છે અને અલગ અલગ રીતે રોગપ્રતિકારક શક્તિને ટાળે છે.

પરંતુ હજી સુધી ડેલ્ટાક્રોન વિશે ચોક્કસ કોઇ માહિતી નથી. તેમજ ડેલ્ટાક્રોન હજુ પણ વધુ ફેલાય તેવી શક્યતા છે. પરંતુ યુરોપમાં ઓમિક્રોનનો વધુ પ્રભાવ છે, તેથી આપણે હજી પણ ઓમિક્રોન પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, Covid 19 variant

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन