દુનિયાના નક્શા પર નવા ભૂખંડ - જીલૈન્ડિયા વિષે તમે આ વાત જાણો છો?

News18 Gujarati
Updated: June 25, 2020, 3:44 PM IST
દુનિયાના નક્શા પર નવા ભૂખંડ - જીલૈન્ડિયા વિષે તમે આ વાત જાણો છો?
આઠમો ભૂખંડ

આ ખંડ 50 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે.

  • Share this:
ભૂગોળમાં આપણને ભણાવવામાં આવતું હતું કે દુનિયામાં સાત ખંડો છે. જેને આપણે એન્ટાર્ટિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપ, દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા કહીએ છીએ. પણ હવે એક શોધમાં સામે આવ્યું છે કે દુનિયામાં સાત ભૂખંડો નથી પણ 8 છે. પણ આઠમો ખંડ સમુદ્રમાં સમાઇ ગયો છે. આ ખંડ તમને ઓસ્ટ્રેલિયાથી દક્ષિણ પૂર્વની તરફ ન્યૂઝીલેન્ડની ઉપર જોવા મળે છે. હવે વૈજ્ઞાનિકોએ તેનો નક્શો બનાવ્યો છે.

નક્શાથી ખબર પડે છે કે આ ખંડ 50 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. એટલે કે આ ખંડ ભારતથી 17 લાખ વર્ગ કિલોમીટર મોટો છે. અને આ ખંડનું નામ જીલેન્ડિયા (Te Riu-a-Māui Zealandia) રાખવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ મહાદ્રીપ લગભગ 2.30 કરોડ વર્ષ પહેલા સમુદ્રમાં ડૂબાઇ ગયો હતો. જીલેન્ડિયા ખંડ ગોંડવાનાલેન્ડથી 7.90 કરોડ વર્ષ પહેલા તૂટ્યો હતો. આ વિષે ત્રણ વર્ષ પહેલા જ જાણકારી મળી હતી. અને હજી પણ આ અંગે શોધ ચાલી રહી છે.

વધુ વાંચો - WHOની ચેતવણી- દુનિયાભરમાં ઓક્સિજન સિલિન્ડરની અછતથી વધી શકે છે મૃત્યુદર

હવે ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ તેનો ટેક્ટોનિક અને બૈથીમેટ્રિક નક્શો શોધ્યો છે. જેનાથી સંબંધિત ભૂકંપ અને સમુદ્રની જાણકારી મળી શકે. GNS સાયન્સના ભૂર્ગભ વૈજ્ઞાનિક નિક મોરટાઇમરે કહ્યું કે આ નક્શો આપણને વિશ્વ વિષે વધુ જાણકારી આપી રહ્યો છે. અને આ એક મોટી ઉપલબ્ધિ છે.

નિકે કહ્યું કે આઠમા ભૂખંડને લઇને ચર્ચા 1995માં શરૂ થઇ હતી. પણ તેની શોધ વર્ષ 2017 સુધી ચાલી અને પછી તેને ગુમ થયેલ મહાખંડ માનવામાં આવ્યો. જીલેન્ડિયા પ્રશાંત મહાસાગરની અંદર 3800 ફૂટ નીચે છે. નવા નક્શા મુજબ અહીં બહુ ઊંચી જમીન અને ઊંચા પહાડો સાથે ખીણ પણ છે. જીલેન્ડિયાનો સમગ્ર વિસ્તાર હાલ તો પાણીમાં સમાઇ ગયો છે. પણ લોર્ડ હોવે આઇલેન્ડની પાસે બૉલ્સ પિરામિડ નામની ચટ્ટાન સમુદ્રની બહાર નીકળેલી છે. જેનાથી ખબર પડે કે છે કે સમુદ્રની અંદર એક વિશાય ભૂખંડ છે.
First published: June 25, 2020, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading