17 ડિસેમ્બરે કોંગ્રેસ ડે! MP-રાજસ્થાન અને છત્તીસગઢના CM એક જ દિવસે લેશે શપથ: સૂત્ર

News18 Gujarati
Updated: December 14, 2018, 11:08 PM IST
17 ડિસેમ્બરે કોંગ્રેસ ડે! MP-રાજસ્થાન અને છત્તીસગઢના CM એક જ દિવસે લેશે શપથ: સૂત્ર
પ્રતિકાત્મક તસવીર

શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા સામેલ થશે.

  • Share this:
રાજસ્થાનમાં અશોક ગેહલોતના સીએમ બનવાની જાહેરાત સાથે જ એ પણ નક્કી થઈ ગયું કે, કોંગ્રેસ 17 ડિસેમ્બરે તમામ ત્રણે રાજ્યના એક સાથે શપથ ગ્રહણ સમારોહ કરાવશે. અત્યાર સુધીની જાણકારી અનુસાર, મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથ સોમવાર સવારે 10.30 કલાકે શપથ લેશે. ત્યાારબાદ રાજસ્થાનમાં અશોક ગેહલોત બપોરે 1.30 કલાકે શપથ ગ્રહણ કરશે.

જ્યારે છત્તીસગઢના સીએમની સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ભૂપેશ બધેલનું નામ સૌથી આગળ છે. જોકે, ભલે હજુ સીએમના નામની જાહેરાત ન થઈ હોય પરંતુ છત્તીસગઢના સીએમના શપથ ગ્રહણ માટે 4.30 કલાકનો સમય નક્કી રાખવામાં આવ્યો છે. કોંગ્રેસ સૂત્રો અનુસાર, ટુંક સમયમાં છત્તીસગઢના સીએમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સીએમના નામની જાહેરાત થવાની સાથે જ હવે શપથ ગ્રહણ સમારોહની તૈયારી ઝડપી શરી કરી દેવામાં આવી છે. કોંગ્રેસ ત્રણે રાજ્યોમાં એક જ દિવસે શપથ ગ્રહણ સમારોહ કરાવવા માંગે છે. શપથ ગ્રહણ સમારોહ માટે તમામ કોંગ્રેસી નેતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે ચૂંટણીમાં કોંગ્રેસનો સાથ આપનારા તમામ દળના નેતાઓને પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા સામેલ થશે.
First published: December 14, 2018, 11:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading