Home /News /national-international /Korba News: સમય પર ના મળી એમ્બ્યુલન્સ, ઘરે દાઈમાંએ કરાવી ડિલિવરી, માતા અને બાળક બન્નેનું મોત

Korba News: સમય પર ના મળી એમ્બ્યુલન્સ, ઘરે દાઈમાંએ કરાવી ડિલિવરી, માતા અને બાળક બન્નેનું મોત

એમ્બ્યુલન્સના અભાવે માતા-બાળકનું મોત (ફાઈલ તસવીર)

Korba News: પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોનું નિવેદન લીઘું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જાણવા મળશે કે, માતા અને બાળકના મૃત્યુ પાછળ કોણ જવાબદાર છે.

  • Local18
  • Last Updated :
  • Korba, India
કોરબા: પ્રસવ પીડીથી તડપી રહેલી મેરઈ ગામની એક આદિવાસી મહિલાને સમયસર સરકારી એમ્બ્યુલન્સની સેવા મળી શકી નહીં. જેથી સેવાના અભાવે ઘરે જ તે મહિલા ડિલિવરી કરવી પડી હતી. મહિલા અને બાળકની હાલત વધારે બગડી જતા બન્નેને સરકારી હોસ્પિચલમાં લઈ જવામાં આવ્યા હતા. થોડા સમય પછી કાટઘોટા સી.એચ.સીમાં બન્નેનું મોત થઈ ગયું હતું. કોરબામાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

સેવાના અભાવે માતા અને બાળકનું મોત


પોડી ઉપરોડા સબ ડિવિઝન હેઠળ આવતા મેરઈ ગામની રહેવાસી પ્રેમિલા નેટીને બે બાળકો છે. હમણા પણ તે ગર્ભવતી હતી. તેમના પતિએ જણાવ્યું કે પ્રસવની પીડી વધતા સરકારી એમ્બ્યુલન્સનો વારંવાર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાથી જવાબ મળ્યો કેસ બધા જ વાહનો વ્યસ્ત છે. જેથી ગામની મિતાનિન દ્વારા ઘરમાં જ ડિલિવરી કરવાનો સંપર્ક કરવામા આવ્યો હતો. થોડા સમય પછી પત્ની અને બાળકની તબિયત વધારે બગડતા તેઓને જટગાના સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા તેમની સામાન્ય સારવાર બાદ ડોક્ટરે કાટઘોટા રીફર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પર્યાવરણને બચાવશે AC, ACનું પાણી ગટરમાં વહેવા ન દો, આ પાણી ત્રણ કામો માટે ઉપયોગી

પોલીસે મૃતકના પરિવારજનોનું નિવેદન લીઘું


મૃત્યુ માટે જણાવામાં આવ્યું કે, કમજોરીના કારણે તેમનું મોત થયું છે. જો સમયસર એમ્બ્યુલન્સની સુવિધા મળી હોત અને હોસ્પિચલમાં ડિલિવરી કરવામાં આવી હોત તો તેમનો જીવ બચી શક્યો હોત. પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોનું નિવેદન લીઘું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જાણવા મળશે કે, માતા અને બાળકના મૃત્યુ પાછળ કોણ જવાબદાર છે.
First published:

Tags: Chhattisgarh, Chhattisgarh News, Gujarati news

विज्ञापन