અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump) બોઇંગ 747-200B વિમાનનો ઉપયોગ કરે છે. વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) માટે બોઇંગ 777-300ER લાવવાની તૈયારીઓ થઈ છે. આ વિમાન ઍરફોર્સના નિયંત્રણમાં રહેશે.
અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump) બોઇંગ 747-200B વિમાનનો ઉપયોગ કરે છે. વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) માટે બોઇંગ 777-300ER લાવવાની તૈયારીઓ થઈ છે. આ વિમાન ઍરફોર્સના નિયંત્રણમાં રહેશે.
ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi)નું વિશેષ વિમાન (Special Aircraft)હવે ઍરઇન્ડિયા (Air India)ના બદલે ઍરફોર્સ (Airforce)ના નિયંત્રણમાં રહે તેવી શક્યતા છે. આ વિમાનમાં ઍન્ટી મિસાઇલ ટેનૉલૉજી વપરાશે. વડાપ્રધાનના લાંબા પ્રવાસો માટે આ વિમાનનો ઉપયોગ થશે, જે જૂન 2020 સુધીમાં ભારતને મળે તેવી શક્યતા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ બોઇંગ 777-300ER વિમાનને ઍરઇન્ડિયાના સ્થાને ઍરફોર્સના બેડામાં શામેલ કરાશે.
હિંદુસ્તાન ટાઇમ્સનાઅહેવાલ મુજબ વિમાનમાં ઍન્ટી મિસાઇલ ટેકનૉલૉજી વરાશે. અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump) બોઇંગ 747-200B વિમાનનો ઉપયોગ કરે છે. વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) માટે બોઇંગ 777-300ER લાવવાની તૈયારીઓ થઈ છે. અહેવાલ મુજબ આ વિમાનને ઍરઇન્ડિયાના સ્થાને ઍરફોર્સમાં રખાશે. કારણ કે સરકારે ઍરઇન્ડિયાના સરકારી હિસ્સાને વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. જોકે, બે બોઇંગ-777 વિમાનો ખરીદનારી એજન્સી પર નિયંત્રણ કરવાનું બાકી છે. જો આ પ્રક્રિયા થશે તો વડાપ્રધાનનું વિમાન ઍરઇન્ડિયા વનના સ્થાને ઍરફોર્સ-1 તરીકે ઓળખાશે.
બે બોઇંગ 777-300ER ખરીદવાનો હેતુ એવો છે કે આ વિમાન વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ પણ કરશે. અત્યારસુધી આ ત્રણે મહાનુભાવો ઍરઇન્ડિયાનું બોઇંગ 747 વાપરતા હતા. સુરક્ષાની દૃષ્ટીએ આ વિમાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિમાનની બરાબર રહેશે. આ વિમાનની વિશેષતા એ હશે કે એક વાર ટાંકી ફૂલ થઈ ગયા બાદ તે નૉન સ્ટોપ અમેરિકા સુધીની ઉડાણ ભરી શકશે.
19 કરોડ રૂપિયાનો કરાર
અહેવાલો મુજબ આ વિમાનમાં બે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મૂકવા માટે અમેરિકા તૈયાર થયું છે. ઍન્ટી મિસાઇલ ટૅકનિક માટે અમેરિકા સાથે ભારતે 19 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે.
ઍન્ટી મિસાઇલ ટૅકનિક ભારતના નવા બોઇંગ 777-300ERને સુરક્ષા કવચ પ્રદાન કરશે. આ સિસ્ટમની ખાસ વાત એ છે કે તે ઑટોમૅટિક કામ કરશે. પાયલટને સિસ્ટમ દ્વારા તેના ઍક્ટિવ થવાની જાણકારી આપવામાં આવશે. સિસ્ટમ પાયલટને સૂચના આપશે કે તેણે મિસાઇલને શોધી અને જામ કરી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર