આધાર અંગે સુનાવણી કરી રહેલી દેશની સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ક્યારેય મોબાઇલ નંબર સાથે આધારને જોડવાનો આદેશ નથી આપ્યો. થોડા ઘણાં સમયથી બેકિંગથી લઇને તમામ સેક્ટર્સમાં ઉપભોક્તા પર આધાર સાથે મોબાઇલ નંબરોને જોડવા માટે દબાણ થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટના આ નિવેદનને ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ મોબાઇલ ફોનને આધાર સાથે અનિવાર્ય રીતે જોડવાના સરકારના ફેંસલા પર સવાલો ઉભા કર્યા છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે મોબાઇલ ઉપયોગકર્તાઓ માટે આ આદેશ ઘણો કડકાઇથી વપરાયો હતો. પ્રધાન ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતાની બેંચે કહ્યું કે, 'લોકનીતિ ફાઉન્ડેશન' દ્વારા જનહિતમાં નોંધાયેલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મોબાઇલના ઉપયોગ કર્તાઓને રાષ્ટ્ર સુરક્ષાના હિતમાં સત્યાપનની જરૂર છે.
તેમણે કહ્યું કે, અસલમાં ઉચ્ચ ન્યાયાલયે આવો કોઇ નિર્દેશ આપ્યો નથી. પરંતુ તમે આને મોબાઇલ ઉપભોક્તાઓ માટે જરૂરી બનાવી દીધું. આ બેંચમાં મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત જસ્ટિસ એકે સિકરી, જસ્ટિસ એ એન ખાનવિલકર, જસ્ટિસ ડી વાઇ ચંદ્રચુડ અને જસ્ટિસ એ કે ભુષણ સામેલ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર