ક્યારેય કોઈ ક્ષેત્રીય ભાષા પર હિન્દી થોપવાની વાત નથી કરી : અમિત શાહ

News18 Gujarati
Updated: September 19, 2019, 7:44 AM IST
ક્યારેય કોઈ ક્ષેત્રીય ભાષા પર હિન્દી થોપવાની વાત નથી કરી : અમિત શાહ
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ, હું પોતે એક બિન હિન્દીભાષી પ્રદેશ ગુજરાતથી છું

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ, હું પોતે એક બિન હિન્દીભાષી પ્રદેશ ગુજરાતથી છું

  • Share this:
નવી દિલ્હી : 'એક રાષ્ટ્ર-એક ભાષા' વિશે આપેલા પોતાના નિવેદન પર રાજકીય વિવાદ ઊભો થયા બાદ ગૃહમંત્રી (Home Minister) અમિત શાહ (Amit Shah)એ સ્પષ્ટ કરી દીધું કે તેઓએ ક્યારેય હિન્દી (Hindi) ભાષા થોપવાની વાત નથી કહી. મૂળે, ગૃહમંત્રીએ હિન્દી દિવસે કહ્યું હતું કે ભારત વિભિન્ન ભાષાઓનો દેશ છે અને દરેક ભાષાનું પોતાનું મહત્વ છે પરંતુ સમગ્ર દેશની એક ભાષા હોવી ખૂબ જરૂરી છે જે વિશ્વમાં ભારતની ઓળખ બને. આજે દેશને એકતાના તાંતણે બાંધવાનું કામ કોઈ એક ભાષા કરી શકે છે તો તે સૌથી વધુ બોલાનારી હિન્દી ભાષા જ છે.

'હું પોતે બિન હિન્દીભાષી પ્રદેશનો છું'

હવે અમિત શાહે કહ્યું છે કે મેં ક્યારેય હિન્દીને ક્ષેત્રીય ભાષાઓ પર થોપવાની વાત નથી કરી. મેં માત્ર હિન્દીને બીજા ભાષા તરીકે ભણવાની વકાલત કરી છે. હું પોતે એક બિન હિન્દી ભાષી પ્રદેશ ગુજરાતથી છું. પરંતુ જો કેટલાક લોક રાજનીતિ કરવા માંગે છે તો તે તેમની ઈચ્છા છે.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહના નિવેદન બાદ કર્ણાટકના મુખ્યમંત્રી યુદિયુરપ્પાએ કન્નડ ભાષાના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, આપણા દેશમાં તમામ ઓફિશિયલ ભાષાઓ સમાન છે. જ્યાં સુધી કર્ણાટકનો સંબંધ છે કન્નડ મુખ્ય ભાષા છે. અમે ક્યારેય તેના મહત્વથી સમજૂતી નહીં કરીએ અને કન્નડ અને અમારા રાજ્યની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચો, USમાં PM મોદીના કાર્યક્રમને નિશાન બનાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

બીજી તરફ, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને રાજનીતિમાં એન્ટ્રી કરી ચૂકેલા રજનીકાંત (Rajinikanth)એ સરકારના એક રાષ્ટ્ર એક ભાષાના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. રજનીકાંતનું કહેવું છે કે અકે ભાષા દેશ માટે સારી વાત હોઈ શકે છે, પરંતુ ભારત જેવા વિવિધતાવાળા દેશમાં તેને લાગુ કરવું શક્ય નથી. જો એવું થયું તો દક્ષિણના રાજ્યોની સાથોસાથ ઘણે અંશે ઉત્તરના રાજ્ય પણ તેનો ઉગ્ર વિરોધ કરશે.

આ નેતા પણ વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે

નોંધનીય છે કે, રજનીકાંત પહેલા શરદ પવાર, મમતા બેનર્જી અને એમકે સ્ટાલિન પણ 'એક રાષ્ટ્ર-એક ભાષા'નો વિરોધ કરી ચૂક્યા છે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે આપણે આપણી માતૃભાષાને ન ભૂલવી જોઈએ. મમતા બેનર્જીએ ટ્વિટ કરીને કહ્યું કે, તમામને હિન્દી દિવસની શુભેચ્છાઓ. આપણે તમામ ભાષા અને સંસ્કૃતિનું સન્માન કરવું જોઈએ. આપણે અનેક ભાષાઓ શીખી શકીએ છીએ પરંતુ પોતાની માતૃભાષાને ન ભૂલવી જોઈએ.

બીજી તરફ, ડીએમકેના એમકે સ્ટાલિને પણ કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહને પોતાનું નિવેદન પરત લેવું જોઈએ. સ્ટાલિને કહ્યું કે, અમે હંમેશાથી હિન્દને થોપવાનો વિરધો કરતા રહ્યા છીએ. આ દેશની એકતાને પ્રભાવિત કરશે. એનસીપી નેતા શરદ પવારે પણ 'એક રાષ્ટ્ર-એક ભાષા'ની વિરોધ છે.

આ પણ વાંચો, Chandrayaan-2: લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવો હવે અશક્ય, ચંદ્ર પર થશે રાત
First published: September 19, 2019
વધુ વાંચો
अगली ख़बर