મતગણતરીનાં દિવસે Network18 Digitalનાં કવરેજે ટાઇમ્સ ઇન્ટરનેટને પછાડ્યું

News18 Gujarati
Updated: May 29, 2019, 9:41 PM IST
મતગણતરીનાં દિવસે Network18 Digitalનાં કવરેજે ટાઇમ્સ ઇન્ટરનેટને પછાડ્યું
23મી મેનાં રોજ જ્યારે લોકસભા ચૂંટણીની મતગણતી યોજાઇ તે દિવસે નેટવર્ક18ની અલગ-અલગ ભાષોઓની વેસાઇટ્સ પર 56.2 મિલીટન યુઝર્સ જોડાયા હતા

23મી મેનાં રોજ જ્યારે લોકસભા ચૂંટણીની મતગણતી યોજાઇ તે દિવસે નેટવર્ક18ની અલગ-અલગ ભાષોઓની વેસાઇટ્સ પર 56.2 મિલીટન યુઝર્સ જોડાયા હતા

  • Share this:
જેની ગતિને કોઇ આંબી શકતુ નથી અને ઘણા વર્ષોથી ચૂંટણી પરિણામોનાં સતત સચોટ સમાચારને કારણે આજે મતગણતરીનાં પરિણામો મામલે નેટવર્ક18 ડિજિટલ એક નવો જ સિમાચિન્હ પ્રસ્થાપિત કર્યો છે.

23મી મેનાં રોજ જ્યારે લોકસભા ચૂંટણીની મતગણતી યોજાઇ તે દિવસે નેટવર્ક18ની અલગ-અલગ ભાષોઓની વેસાઇટ્સ પર 56.2 મિલીયન યુઝર્સ જોડાયા હતા. ટાઇમ્સ ઇન્ટરનેટ એવો દાવો કરે છે કે, 23મી મેના રોજ તેમની વેબસાઇટ્સ પર 55 મિલીટન યુઝર્સ હતા પણ નેટવર્ક18ની ડિજીટલે તેને પાછળ રાખી દીધું છે.

નેટવર્ક18નાં ડિજિટલ માધ્યમોમાં News18.com, Firstpost.com, Moneycontrol.com, CNBCTV18.comનો સમાવેશ થાય છે. આ તમામે ભેગા મળી, ટાઇમ્સ ઇન્ટરનેટનાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇકોનોમિક ટાઇમ્સ, નવભારત ટાઇમ્સ, ટાઇમ્સ નાઉ અને ટાઇમ્સની માલિકીની એમ.એક્સ પ્લેયરને પાછળ રાખી દીધું છે.ચૂંટણીનાં પરિણામો લોકો સુધી લાવવા માટે નેટવર્ક18ની ડિજિટલ ટીમનાં હજારો પત્રકારો પળેપળની માહિતી આપતા હતા અને અત્યંત આધુનિક પ્રોડક્ટ અને ડિઝાઇન-ટેકનોલોજીએ ચૂંટણી પરિણામોને વાચકો—ર્શકો સુધી એક વિશેષ પરિપ્રેક્ષમાં રજૂ કર્યા હતા.

News18.comએ ભારતની સૌથી મોટી વિવિધ ભાષાઓમાં ધરાવતી વેબસાઇટ છે અને ભારતની 12 ભાષાઓમાં સમાચારો આપે છે. ફર્સ્ટપોસ્ટ ભારતની અગ્રગણ્ય ઓપિનીયન વેબસાઇટ છે અને મનીકન્ટ્રોલ દેશનું ડિજિટલ બિઝનેશ ડેસ્ટિનેશન છે.મતગણતરીનાં દિવસે નેટવર્ક18 ડિજિટલએ સર્વશ્રેષ્ઠ કવરેજ આપ્યું હતું જેમાં ઇનોવેટિવ ઇલેક્શન રિઝલ્ટ ડિસપ્લે, ઇન્ટરેક્ટિવ ડેટા એનાલિટિક્સ દ્વારા કટિંગ એજ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો જે તેને અન્ય કરતા અલગ પાડતું હતું.
નેટવર્ક18એ આ ક્ષેત્રે એક વિશેષ ઓળખ ઉભી કરી છે. વાચકો—દર્શકોનો નેટવર્ક18 પરનો વિશ્વાસ ફરી એક વખત આકંડાઓનાં રૂપમાં પ્રતિબિંબિત થયો છે.

23મી મેનાં રોજ ભારતે બે મહત્વનાં ચૂકાદા આપ્યા-એક લોકસભામાં ભાજપ માટે અને બીજો નેટવર્ક18 ડિજિટલ ઓનલાઇન માટે. આ મહત્વનાં દિવસે નેટવર્ક18 સમુહનાં વિવિધ ડિજિટલ પ્લેટફોર્મે ભારતીય ઓડિયન્સનું એકસુત્રતાથી ધ્યાન દોર્યુ.
First published: May 29, 2019
વધુ વાંચો
अगली ख़बर