Network18ની મોટી સિદ્ધિ, કોરોના સંકટના સમયે રોજ 19 કરોડ લોકોએ જોઈ ચેનલ

Network18ની મોટી સિદ્ધિ, કોરોના સંકટના સમયે રોજ 19 કરોડ લોકોએ જોઈ ચેનલ
BARCએ જાહેર કર્યા આંકડા, Network18ની ચેનલોએ 21 માર્ચથી 27 માર્ચ દરમિયાન સપ્તાહમાં 42 કરોડથી વધારે લોકોની વ્યૂઅરશિપ મેળવી

BARCએ જાહેર કર્યા આંકડા, Network18ની ચેનલોએ 21 માર્ચથી 27 માર્ચ દરમિયાન સપ્તાહમાં 42 કરોડથી વધારે લોકોની વ્યૂઅરશિપ મેળવી

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (CoronaVirus)મહામારી સંકટના સમયે Network18ની ચેનલ્સે મોટી સિદ્ધિ મેળવી છે. દર્શકોનું આકલન કરનારી BARC એજન્સી દ્નારા જાહેર કરેલા આંકડા પ્રમાણે નેટવર્ક 18ની ચેનલ્સો આ સંકટમાં રોજ એવરેજ 19 કરોડ લોકો સુધી પહોંચી છે. તેનો અર્થ એ છે કે 19 કરોડ લોકો રોજ નેટવર્ક 18ની ચેનલ જોઈ રહ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે સમૂહના ચેનલ પર દર્શકોનો વિશ્વાસ યથાવત્ છે.

  42 કરોડથી વધારે વ્યૂઅરશિપ મેળવી


  નેટવર્ક 18ની ચેનલોએ 21 માર્ચથી 27 માર્ચ દરમિયાન સપ્તાહમાં 42 કરોડથી વધારે લોકોની વ્યૂઅરશિપ મેળવી હતી. આવા સમયે આ સમૂહને ભારતમાં સૌથી મોટા સમાચાર પહોંચાડનારનાં રુપમાં દર્શાવે છે. સપ્તાહમાં રોજ એવરેજ 19 કરોડ લોકો સુધી પહોંચ ગત સપ્તાહની સરખામણીમાં લગભગ 90 વૃદ્ધિને દર્શાવે છે. આ પહેલા ના સપ્તાહથી રોજ એવરેજ દર્શક પહોંચમાં 50 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.

  વધારે જોવાઇ ટીવી
  કુલ મળીને ટીવી જોવોના આંકડામાં પણ મોટો વધારો થયો છે. ભારતીયોએ 1.2 લાખ કરોડ મિનિટ ટેલિવિઝન જોઈ હતી. જે અત્યાર સુધીનો સર્વાધિક રેકોર્ડ છે. કોવિડ-19 સંકટના સમયના બીજા સપ્તાહમાં દેશભરમાં ટીવી જોવામાં 37 ટકાની વૃદ્ધિ થઈ છે. નેટવર્ક 18ની 20 ચેનલોએ 21 માર્ચથી 27 માર્ચ દરમિયાન સપ્તાહમાં 42 કરોડથી વધારે લોકોની વ્યૂઅરશિપ મેળવી હતી.

  News18 ઇન્ડિયા Zee Tv અને અન્ય બધી ચેનલોથી ઉપર રહી છે. જનતા કર્ફ્યુંના દિવસે Network18ની ચેનલોએ સર્વાધિક વ્યૂઅરશિપ મેળવી હતી. આ બિગ બોસ 13 IPL ફાઇનલના દિવસ કરતા પણ વધારે રહી હતી.

  જનતા કર્ફ્યુંના દિવસે પણ બનાવ્યો રેકોર્ડ
  22 માર્ચે જનતા કર્ફ્યુંના દિવસે નેટવર્ક 18ની અંગ્રેજી, હિન્દી અને રિજનલ ચેનલ્સને 22.12 કરોડ લોકોએ જોઈ હતી. આ રોજના સ્તર પર અત્યાર સુધીની સૌથી મોટી પહોંચ છે.

  ગ્રાફિક્સ


  સાંજ પાંચ કલાકે કોરોના યોદ્ધોઓની પ્રશંસા દરમિયાન 100 શહેરોમાં 100 સંવાદદાતાઓના સેગમેન્ટને લગભગ 2 કરોડ લોકોએ જોઈ હતી. આ દિવસે સમૂહે પોતાના વિશાળ સંશોધનોનો ઉપયોગ કર્યો હતો, જેથી દર્શકો સુધી દરવાજા અને બાલ્કનીમાં આવીને સ્વાસ્થ્ય વિભાગના હીરોનું સન્માન કરતા લોકોના લાઇવ દ્રશ્ય પહોંચાડી શકાય. આખા સપ્તાહનાં નેટવર્ક 18 ચેનલોને 42 કરોડ લોકોએ જોઈ હતી.

  પીએમ મોદીના લોકડાઉન સંબોધને પણ દર્શકોએ મોટી સંખ્યામાં જોયું

  21-27 માર્ચ વચ્ચે રોજ એવરેજ 62 કરોડ લોકોએ ટીવી જોઈ હતી. 47.3 કરોડ લોકોએ કોઈપણ સમાચાર ચેનલ જોઈ હતી. જેમાં 19 કરોડ લોકોએ Network18 પર બધી કવરેજ જોઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી 24 માર્ચે કરવામાં આવેલી 21 દિવસની લોકડાઉનની જાહેરાતને પણ દર્શકોએ મોટી સંખ્યામાં જોઈ હતી. નેટવર્ક 18 સમાચાર ચેનલો પર 30 મિનિટના ટેલિવિઝન સંબોધનને 19.46 દર્શકોએ જોયું હતું.

  વધી ગઈ માંગ
  કોવિદ-19 સંકટની અવધિ દરમિયાન ટીવી અને ડિઝિટલ બંને ઉપર સામગ્રીની માંગ વધી ગઈ છે. વિજ્ઞાપનદાતા બંને માધ્યમો અંગે ઉત્સાહિત છે. BARC-નીલસનના આંકડા પ્રમાણે કોવિડ-19 સંકટમાં સમયે આખા ભારતમાં કુલ ટીવી દેખવાના સમયમાં પણ આઠ ટકાનો વધારો થયો છે. આ ડેટા અનુસાર ભારતીય લોકો સમાચાર, સામાન્ય મનોરંજન ચેનલ અને ફિલ્મ જોવા માટે ટીવી ઉપર વધારે સમય વિતાવે છે. આ ત્રણ શ્રેણીમાં 14 માર્ચથી શરૂ થયેલા સપ્તાહમાં ટીવી ઉપર દર્શકોનું સૌથી વધારે યોગદાન છે.

  આંકડાઓની તસવીર


  ટીવી ઉપર ન્યૂઝ જોઈ રહ્યા છે વધારે લોકો
  દર્શકોની સંખ્યાના સંદર્ભમાં દેશમાં ટીવી ન્યૂઝને જોનારા દર્શકોની સંખ્યામાકં 57 ટકા વૃદ્ધિ થઈ છે. બધી પ્રમુખ ભાષાઓમાં વૃદ્ધિ જોવા મળી છે. ટીવી ઉપર સમાચાર શ્રેણીની રોજની સરેરાશ પહોંચ શ્રેણીઓ વચ્ચે સૌથી વધારે 34 ટકા વધી છે.  BARC ઈન્ડિયાના સીઈઓ સુનીલ લુલ્લાના કહેવા પ્રમાણે ટેલિવિઝન ઘરોની સ્કીન છે. આ પરિસ્થિતિઓમાં ટીવી ઉપર ઘર કામ હોય છે. દર્શક ક્યાંય બીજે નહીં જાય આશ્ચર્યની વાત છે કે વચ્ચે પણ સમાચાર જોઈ રહ્યા છે. એટલા માટે સમાચારોની મોટી વૃદ્ધી થઈ છે. ઉપભોક્તાઓને ટીવી ઉપર બતાવવામાં આવતા સમાચાર ઉપર વિશ્વાસ છે. તેઓ જાણે છે કે વિ્શ્વસનીય છે. એટલા માટે તે સતત જોવે છે.
  Published by:News18 Gujarati
  First published:April 02, 2020, 20:40 pm