Home /News /national-international /Network18નું missionPaani કેમ્પેઇન વૈશ્વિક સ્તરે પહોંચ્યું

Network18નું missionPaani કેમ્પેઇન વૈશ્વિક સ્તરે પહોંચ્યું

સ્ટોકહોમમાં જળ વિશે ચર્ચા

વિશ્વમાં પાણીની સમસ્યાને લઇને ચર્ચા કરવા માટે દર વર્ષે આ ચર્ચા કરવામાં આવે છે અને આ એક વૈશ્વિક પ્લેટફોર્મ છે. દુનિયાભરનાં 135 દેશોમાંથી લોકો આ ચર્ચામાં ભાગ લે છે.

જળ સંકટને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અને પાણી બચાવવા માટે પ્રેરણા આપવા માટે Network18ની પહેલ ‘મિશન પાની’ (#Missionpaani)ની શરૂઆત થઈ ચૂકી છે. વિશ્વનાં બે બિલિયન લોકો પાણીની સમસ્યાઓથી પિડાઇ રહ્યાં છે.

આગામી દિવસોમાં આ સ્થિતિ હજુ બગડશે. જળ-વાયુ પરિવર્તનનાં કારણે પાણી તંગી, પૂરની સ્થિતિ સામાન્ય બનશે. ભારતમાં વિશ્વની 17 ટકા વસતી છે અને હાલ પાણીની ભયંકર તંગીનો સામનો કરી રહ્યું છે. કરોડો લોકોનું જીવન અને રોજગારી જોખમમાં છે. કટોકટીના આ સમયે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ બચાવવા માટે ‘જલ શક્તિ’ અભિયાન હાથ ધર્યું છે.

નેટવર્ક18, હાર્પિક ઇન્ડિયાએ મિશન પાનીના કેમ્પેઇન માટે હાથ મિલાવ્યા છે. 'મિશન પાની'ના કેમ્પેઇન એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે.

ઑગષ્ટ 27ના રોજ, સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને આ કેમ્પેઇન લોન્ચ કરતી વખતે કહ્યુ હતું કે, "જલ હૈ તો કલ હૈ. જરા વિચારો, પાણી જ ખતમ થઈ જાય તો શું થાય? આ વિચારીને જ ડર લાગે છે. પાણીને બચાવવું એ કોઈ સરકાર કે સંસ્થા જ નહીં પરંતુ તમામ લોકોની જવાબદારી છે. દરેક વ્યક્તિએ આ પહેલમાં પોતાનું યોગદાન આપવું જોઈએ."

અમિતાભ બચ્ચને આહવાન કર્યું હતું કે, આ પ્રકારની ઝૂંબેશથી આખા દેશમાં સારો સંદેશ જાય છે.તેમણે કહ્યુ કે જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી આપણે બાથરૂમમાં ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. શાવરને બદલે ડોલથી પાણી લઈને સ્નાન કરવાથી પાણીના બગાડને રોકી શકાય છે,”.

આ અભિયાને ઑગષ્ટ 29 વૈશ્વિક સ્તરે પહોંચ્યું અને સ્ટોકહોમ ખાતે તેને લોન્ચ કરવામાં આવ્યું. વર્લ્ડ વૉટર વીકના ભાગરૂપે લોન્ચ કરવામાં આવ્યું. આ સમયે જલશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંઘ શેખાવત, ડિપાર્ટમેન્ટ ઑફ ડ્રિંકિગ વૉટર એન્ડ સેનિટેશન, મિનિસ્ટ્રી ઑફ જલશક્તિનાં સચિવ પરમ ઐયર, આર.બી હાઇજિન એન્ડ હોમ (સાઉથ એશિયા)નાં મેનેજિંગ ડાયરેક્ટર નરસીમા એશ્વર, સ્વિડિશ વૉટર હાઉસ એન્ડ ઇન્ટરનેશનલ પોલિસીનાં ડાયરેક્ટર કેટરિના વીમ, વૉટર.ઓ.આર.જીના મેનેજિંગ ડાયરેક્ટર વેદીકા ભંડારકાર ઉપસ્થિત રહ્યાં હતા.

વિશ્વમાં પાણીની સમસ્યાને લઇને ચર્ચા કરવા માટે દર વર્ષે આ ચર્ચા કરવામાં આવે છે અને આ એક વૈશ્વિક પ્લેટફોર્મ છે. દુનિયાભરનાં 135 દેશોમાંથી લોકો આ ચર્ચામાં ભાગ લે છે.

જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતે જણાવ્યું કે, સરકારનાં આ અભિયાનમાં જોડાવવા બદલ હું હાર્પિક અને ન્યૂઝ18નો આભાર માનું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલું આ અભિયાન ટૂંક સમયમાં જન આંદોલન બની ગયું છે,”

આ પ્રસંગે આર.બી હાઇજિન એન્ડ હોમ (સાઉથ એશિયા)નાં મેનેજિંગ ડાયરેક્ટર નરસીમા એશ્વરે જણાવ્યું કે,“ભારત સરકારની પહેલ પછી અમે ઘણા નવા પ્રોગ્રામો બનાવ્યા છે અને સ્વચ્છતા પર ભાર મૂકીએ છીએ. હવે પાણી અને સ્વચ્છતા સૌથી મોટી પ્રાથમિક્તા છે ત્યારે અમે નેટવર્ક18 સાથે હાથ મિલાવતા આનંદ અનુભવીએ છીએ અને પાણીને પ્રશ્નો હલ કરવામાં ભાગીદાર બન્યાં છીએ. લોકોનું વર્તન બદલાય તો મહત્વનું કામ થશે,”.

નેટવર્ક18નાં માર્કેટિંગ (પ્રેસિડેન્ટ) અને સી.ઇ.ઓ. (ફોર્બ્સ ઇન્ડિયા), પ્રિયંકા કૌલે જણાવ્યું કે, “નેટવર્ક18 એક ગ્રૂપ તરીકે માને છે કે, ભારતમાં પાણીના વપરાશ મામલે મૂળભૂત રીતે પરિવર્તન લાવવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી અમે જળ બચાવવાના અભિયાનને જન આંદોલન બનાવવા માંગીએ છીએ. અમારા આ અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાવવા બદલ અમે અમિતાભ બચ્ચનનો આભાર માનીએ છીએ. જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતનો પણ અમે આભાર માનીએ છીએ,”.

અત્રે ઉલ્લેખનીય છે કે, મિશન પાની'ના એમ્બેસેડર અમિતાભ બચ્ચને લોકોને પાણીનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યુ, 'દરેક વ્યક્તિ વર્ષમાં આશરે 140 ડોલ પાણીનો ઉપયોગ કરે છે. આને ઓછો કરવાની જરૂર છે. કારણ કે જળ છે તો જીવન છે.'

નોંધનીય છે કે ભારત હાલમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં આશરે 60 કરોડ લોકો પીવાના પાણીની સમસ્યા સામે લડી રહ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે આશરે બે લાખ લોકો સ્વચ્છ પાણી ન મળવાને કારણે દર વર્ષે જીવ ગુમાવે છે.
First published:

Tags: Harpic India, Network18