નેટવર્ક 18, ફેડરલ બેંકનું નવું અભિયાન ‘સંજીવની-ટિકા જિંદગી કા’ટિકાકરણ સાથે જોડાયેલ મિથકોને દૂર કરશે

નેટવર્ક 18, ફેડરલ બેંકનું નવું અભિયાન ‘સંજીવની-ટિકા જિંદગી કા’ટિકાકરણ સાથે જોડાયેલ મિથકોને દૂર કરશે

Sanjeevani- A Shot Of Life: આ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સુદ પણ કોરોના વાયરસની વેક્સીન લગાવશે. જેથી સંજીવની અભિયાન અંતર્ગત વધારેમાં વધારે લોકોને વેક્સીન લગાડવાની પ્રેરણા મળે

  • Share this:
    નવી દિલ્હી : મહામારી શરૂ થયા પછી દેશમાં જે દિવસે કોરોના વાયરસ (Coronavirus)સંક્રમણના કેસ 1 લાખને પાર થઇ ગયા તે જ દિવસે ફિલ્મ અભિનેતા સોનુ સુદે (Sonu Sood)પોતાના ઇંસ્ટાગ્રામ પેજ પર મેસેજ પોસ્ટ કરતા જાહેરાત કરી કે તે સંજીવની અભિયાન (Sanjeevani A Shot Of Life)સાથે જોડાઇ ગયો છે. જેનો ઉદ્દેશ્ય દેશમાં કોરોના વાયરસ ટિકાકરણ ઝડપી બનાવવાનું છે. સંજીવની અભિયાન 7 એપ્રિલથી શરૂ થશે. આ દિવસ વૈશ્વિક સ્તર પર વિશ્વ સ્વાસ્થ્ય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આવો તમને જણાવીએ કે આ સંજીવની અભિયાનની જરૂરિયાત શું છે અને આ અભિયાન દ્વારા કઇ રીતે ટિકાકરણ અભિયાનને ગતિ મળશે.

    સંજીવનીની પાછળની તાકાત

    નેટવર્ક 18 ના અભિયાનને સંજીવની નામ આપવામાં આવ્યું છે. જે ફેડરલ બેંકનો કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સબિલિટી કાર્યક્રમ પણ છે. આ અભિયાનમાં અપોલો 24/7એ હેલ્થ એક્સપર્ટ તરીકે હાથ મિલાવ્યો છે. આ કેમ્પઇનની શરૂઆત નેટવર્ક 18 કરશે. ફેડરલ બેંક સાથે મળીને અપોલો 24/7 કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત જિલ્લામાં વેક્સીન સાથએ જોડાયેલ કાર્યક્રમ ચલાવશે.

    અભિયાન અંતર્ગત ફેડરલ બેંક કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત પાંચ જિલ્લાને દત્તક લેશે અને આ જિલ્લામાં આવેલ ગામમાં મફતમાં ટિકાકરણ અભિયાન ચલાવવામાં આવશે. ફેડરલ બેંકનો આ પ્રસ્તાવ એવાતની સાક્ષી છે કે 100 કરોડથી વધારે વસ્તીવાળા દેશમાં ટિકાકરણ કાર્યક્રમ ફક્ત સરકાર દ્વારા ચલાવવામાં આવશે નહીં. નેટવર્ક 18 જેવી પ્રાઇવેટ કંપનીઓ પણ જવાબદારી ઉઠાવી શકે છે અને કોરોનાની બીજી લહેરને રોકવામાં મદદ થઈ શકે છે. જેથી વધારેમાં વધારે જાન માલને સુરક્ષિત કરવામાં આવી શકે.

    આ પણ વાંચો - દરેક વ્યક્તિને વેક્સીન માટે કેમ મંજૂરી આપવામાં આવી રહી નથી? સરકારે આપ્યો જવાબ

    આ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સુદ પણ કોરોના વાયરસની વેક્સીન લગાવશે. જેથી સંજીવની અભિયાન અંતર્ગત વધારેમાં વધારે લોકોને વેક્સીન લગાડવાની પ્રેરણા મળે.

    સંજીવનીનો લક્ષ્ય અને રણનિતી

    સંજીવની અભિયાનનો પ્રથમ સ્પષ્ટ ઉદ્દેશ્ય દેશમાં કોરોનાની બીજી લહેર રોકવાનો છે. સાથે કોરોના સામે બેવડી રણનિતી અપનાવતા લોકો વચ્ચે સહી તથ્યો અને સૂચનાને ફેલાવવી છે તો એ પણ સમજાવવા પડશે કે ભારતીયને કોરોના વેક્સીન લગાવવાની જરૂરત શું છે. અભિયાનનો લક્ષ્ય દેશના નીચેના વિસ્તારોમાં લોકોને વેક્સીન લગાવવા માટે તૈયાર કરવાનો છે. જે કોઇ અફવાના ચક્કરમાં અચકાઇ રહ્યા છે.

    અમૃતસરમાં યોજોનાર કાર્યક્રમની શરૂઆતના પ્રસંગે ખાસ સંજીવની ગાડીને પણ રવાના કરવામાં આવશે. જે ફેડરલ બેંક દ્વારા દત્તક લીધેલા 5 જિલ્લાના 1500 ગામમાં જશે અને લોકો વચ્ચે વિભિન્ન કાર્યક્રમો દ્વારા કોરોના વેક્સીનને લઇને જાગરુકતા જગાવશે. સંજીવની અભિયાન અંતર્ગત વેક્સીન ગિફ્ટ કરવાનો વિચાર પણ છે.

    અભિયાનના પરિણામ

    દેશની મોટાભાગની પ્રાઇવેટ કંપનીઓએ પોતાના કર્મચારીઓના ટિકાકરણના ખર્ચના આપવાની જાહેરાત કરી છે. જોકે આવશ્યકતા એ વાતની છે કે દેશના નીચેના વિસ્તારોમાં ટિકાકરણને તેજ કરવામાં આવે. મેટ્રો શહેરમાંથી ગ્રામીણ વિસ્તારમાં લાવવામાં આવે.
    Published by:Ashish Goyal
    First published: