Home /News /national-international /Network 18નું સંજીવની શોટ ઓફ લાઇફ, કોવિડ વિરુદ્ધ ભારતનું સૌથી મોટું રસીકરણ જાગૃતિ અભિયાન

Network 18નું સંજીવની શોટ ઓફ લાઇફ, કોવિડ વિરુદ્ધ ભારતનું સૌથી મોટું રસીકરણ જાગૃતિ અભિયાન

નવી દિલ્લી: ભારતમાં સમગ્ર દુનિયાનું સૌથી મોટું કોવિડ-19 રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને 6 મે સુધીમાં 16 કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યાં છે. મહામારીમાંથી છૂટકારો મેળવવા માટે વેક્સિન સૌથી શ્રેષ્ઠ રણનીતિ છે. જોકે, કોવિડ-19 વેક્સિનની સલામતી અને અસરકારકતા અંગે માહિતીની ઉપલબ્ધતા હોવા છતાં સમગ્ર દેશમાં લોકોમાં વેક્સિન અંગે અનેક શંકા-કુશંકાઓ અને જાણકારીનો અભાવ જોવા મળી રહ્યો છે.

આ પરિસ્થિતિ ભારતમાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં વધુ પડતી જોવા મળી રહી છે, જ્યાં ટેક્નોલોજીનો પ્રસાર ઓછો છે અને રસીકરણ અથવા કોવિડ સુસંગત વર્તણૂક (CAB) અંગે સરકારનો સંદેશ મર્યાદિત છે. આથી તે આવશ્યક છે કે વેક્સિન કાર્યક્રમ આગળ વધારવાની સાથે સાથે રસીકરણ અંગે સમયસર, સચોટ અને પારદર્શી માહિતી ફેલાવવામાં મદદ કરવા માટે ગ્રામીણ ભારતમાં જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે. આ બાબત લોકોમાં વેક્સિન પ્રત્યે ખચકાટનો સામનો કરશે, આશંકાઓ નાબૂદ કરશે, તેની સ્વીકૃતિ સુનિશ્વિત કરશે અને વધારે લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે. આવી રણનીતિ ટેક્નોલોજીના પડકારો અને ભૌગોલિક રીતે વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલીના કારણે ગામડાંઓ સુધી પહોંચવા માટે વિકેન્દ્રિત અભિગમ અપનાવવા માટે જરૂરી છે.

સામૂહિક રસીકરણ હાથ ધરવા માટે, કોવિડ-19 રસી અંગે અફવાઓ દૂર કરીને અને તેનો ભય દૂર કરવાની સાથે સાથે રસીકરણ માટે પાત્રતા ધરાવતી વસ્તીની નોંધણીની સુવિધા માટે વિવિધ સમુદાયોને સંવેદનશીલ બનાવવા ખૂબ જ જરૂરી છે. તેના માટે, જ્ઞાન, વલણ અને ટેવો સુધારવા પ્રત્યોનો અભિગમ અપનાવવો જરૂરી છે.

વેક્સિન અંગે જાણકારીઃ ગ્રામીણ વિસ્તારોમાં, સૌ પ્રથમ સમુદાયોને વેક્સિન શું છે અને તેનો હેતુ શું છે તે અંગે જાગૃત બનાવવા મહત્ત્વપૂર્ણ છે. આવી પાયાની જાણકારીના અભાવે લોકો અફવાઓ અને દુષ્પ્રચારનો ભોગ બને છે. તેના માટે સંદેશાઓ સ્થાનિક ભાષામાં હોવા જોઇએ અને સમુદાયોની સામાજિક-સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના સંદર્ભમાં હોવા જરૂરી છે. આ ઉપરાંત વિશિષ્ટ ભિન્નતા અને નબળાઇઓ જેવી કે ગ્રામીણ, આદિવાસી, બિન-આદિવાસી અને સમૂહો સુધી પહોંચવાની મુશ્કેલીઓનું સમાધાન કરવાની પણ જરૂર છે.

વલણઃ યોગ્ય જાણકારી રસીકરણ પ્રત્યે યોગ્ય વલણ અપનાવવા તરફ દોરી જાય છે. આ રીતે લોકો તેમને આપવામાં આવતી ખોટી માહિતીનું યોગ્ય મૂલ્યાંકન કરવા સક્ષમ બને છે અને અફવાઓનો સામનો કરી શકે છે.

ટેવોઃ જ્ઞાનમાં વધારો અને વલણમાં સુધારો સમુદાયના સભ્યોને સક્રિય બનાવે છે. આ કિસ્સામાં, રસીકરણ માટેની નોંધણી અને વેક્સિનના બંને ડોઝ લેવાની સુનિશ્વિતતા સમયસર થાય છે.

ગ્રામીણ ભાગોમાં રસીકરણ અભિયાન હાથ ધરવા સામેનો સૌથી મોટો પડકાર ટેક્નોલોજીની મર્યાદિત પહોંચ છે અને તેના કરતાં પણ વિશેષ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અંગે સમુદાયોમાં જોવા મળતું મર્યાદિત જ્ઞાન છે. "Co-WIN ડેશબોર્ડ શું છે?", "હું કેવી રીતે નોંધણી કરાવી શકું?", "હું મારી એપોન્ટમેન્ટ કેવી રીતે બૂક કરાવું?", "મારી સૌથી નજીકનું રસીકરણ કેન્દ્ર ક્યાં છે?" વગેરે જેવા પ્રશ્નો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ બાબત ગ્રામીણ સમુદાયોને શહેરી સમુદાયોની સરખામણીમાં વધારે પ્રમાણમાં નબળી પરિસ્થિતિમાં મૂકે છે.

શહેરોમાં ટેક્નોલોજીનો વપરાશ વધારે છે અને પરંપરાગત માધ્યમોના સંદેશાઓ કેન્દ્રિત થાય છે. સમુદાયના સભ્યો માટે નોંધણીની સુવિધા પૂરી પાડીને માહિતીનો અંતરાય પૂરવો ખૂબ જ જરૂરી છે. આ કામગીરી ગ્રામ્ય સ્તરે નોંધણી કિઓસ્ક સ્થાપીને અને ગ્રામ પંચાયત સભ્યો, આંગણવાડી સેવિકાઓ, આશા કામદાર વગેરે જેવા પ્રભાવશાળી લોકોનો ઉપયોગ કરીને ગામડાંના લોકોને વેક્સિન માટે પોતાની નોંધણી કરાવવા પ્રેરિત કરી શકાય. આ તમામ ઉંમરની શ્રેણીઓ માટે સરકાર દ્વારા રસીકેન્દ્રો પર આવીને નોંધણી કરાવવાની મહત્ત્વપૂર્ણ રણનીતિ અપનાવવા મંજૂરી આપવામાં આવે ત્યાં સુધી જરૂરી છે. ગ્રામીણ ભારત સુધી રસીકરણ કાર્યક્રમ લઇ જવો ખૂબ જ જટિલ છે.
જોકે, વિકેન્દ્રિત આયોજન અને સમુદાય આધારિત અભિગમ થકી તે પ્રાપ્ત કરી શકાય છે. લોકોને કોવિડ સુસંગત વર્તણૂક (CAB) અને રસીકરણની ખાતરી અંગે પ્રશિક્ષિત કરવા જનજીવન સામાન્ય તરફ લઇ જવાનો એકમાત્ર રસ્તો છે.



રસી આપણને એકબીજાની નજીક લાવે છે: વૈશ્વિક દૃષ્ટિકોણ

બ્રાઝિલ અને ભારત લગભગ દુનિયાના સામ-સામે આવેલા બે છેડા છે તેમ કહી શકાય. ઐતિહાસિક રીતે, આ બંને વિરાટ દેશો વચ્ચે કેટલાક વ્યાપારિક અને લોકોથી લોકો વચ્ચેના જોડાણો છે. આથી, જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ જૈર બોલ્સોનારોએ આ વર્ષના પ્રારંભમાં કોવિશિલ્ડ રસીના 2 મિલિયન ડોઝ ભારત પાસેથી પ્રાપ્ત કર્યા ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ધન્યવાદ’ ટ્વીટ કરીને આભાર માન્યો. કોવિડ-19 સામે ચાલી રહેલી જંગમાં આ બાબતે વૈશ્વિક સહકારના નવા યુગના પ્રારંભને અંકિત કર્યો. દરેક દેશ મહામારીના કારણે ઉભી થયેલી અનન્ય સ્થાનિક કટોકટીઓનો સામનો કરી રહ્યો હોવા છતાં, વૈશ્વિક વ્યવસ્થામાં તે બાબત સામાન્ય સંજોગો કરતા વિપરિત રીતે એકજૂથ થવાના પ્રતીકરૂપ બની ગઇ છે.

આ વૈશ્વિક જોડાણનું મૂળ એ તથ્યમાં છે કે, દેશોને વહેલી તકે સમજાઇ ગયું છે કે, મહામારી દરમિયાન વાઇરસને ડામવા માટે બૌદ્ધિકતા અને તજજ્ઞતાનું આદાનપ્રદાન કરવું જરૂરી છે. સરહદો બંધ થઇ ગઇ હોવા છતાં, ખાસ કરીને રસીના વિકાસ અને વિતરણ સહિતની બાબતોમાં પારસ્પરિક સહકારનું પ્રમાણ વધ્યું છે. હવે, WHO, સેન્ટર ફોર એપિડેમિક પ્રિપેર્ડનેસ (CEPI) અને ગાવી રસી ગઠબંધન જેવી સંસ્થાઓ આ પ્રયાસોને માર્ગદર્શન આપી રહી છે, તેઓ આખી દુનિયામાં રસીનું સમાન વિતરણ થાય તે માટે નિષ્ણાતો અને નીતિ ઘડનારાઓ નિયુક્ત કરી રહ્યાં છે.

આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ થવા સામે કેટલાક જોખમો તોળાઇ રહ્યાં છે. સંસ્થાઓએ પુરવઠાના અસમાન ઍક્સેસ, પરિવહન સામાનમાં સુરક્ષા જોખમો, સ્થાનિક ઉપદ્રવ અને દુનિયાના વિવિધ હિસ્સાઓમાં સાર્વજનિક અનુપાલનના અભાવ બાબતે અવશ્યપણે આયોજન કરવું જરૂરી છે કારણ કે રસીકરણ પ્રોગ્રામના અમલીકરણમાં આ બાબતો હજુ પણ છીંડા સમાન છે. પરંતુ જ્યાં જોખમો હોય છે, ત્યાં તકો પણ હોય છે. વૈશ્વિક રસીકરણ સહકાર મતલબ દેશો હવે તેમના રસીકરણ કાર્યક્રમોનો ડેટા વાસ્તવિક સમયમાં શેર કરી શકે છે અને એકબીજાના અનુભવોમાંથી શીખી શકે છે. ધનવાન દેશો દ્વારા રસીઓના જથ્થાની સંગ્રહખોરી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાતંત્ર પણ ઉભું કરવામાં આવ્યું છે, જેમકે કોવિડ-19 વેક્સિન ગ્લોબલ ઍક્સેસ ગ્રૂપ (COVAX) વધારાના રસીના ડોઝ ગરીબ દેશોમાં દાન કરવા માટે અભિયાન ચલાવે છે.

પરંતુ વૈશ્વિક એકતા પ્રદર્શિત કરવાનું સૌથી મોટું કારણ રસીના સમાન વિતરણથી મળતા સહજ લાભો છે. ધનવાન દેશો ગરીબ દેશોને રસીનું દાન કરવા માટે ખર્ચ ઉપાડી શકે છે તેનાથી ચોક્કસપણે રોકાણ પર મોટું વળતર આવશે, તેનાથી મહામારીનો ઝડપથી અંત લાવવામાં મદદ મળશે અને ઝડપથી અર્થતંત્રને ફરી પાટે લાવી શકાશે. આ દરમિયાન નવા ગઠબંધનો રચાયા છે અને જુના ફરી મજબૂત થયા છે, તેના કારણે ભવિષ્યમાં આવી કોઇપણ આપત્તિ સામે લડવા માટે બહેતર સજ્જ થયેલી એકજૂથ દુનિયાનું સર્જન કરવામાં મદદ મળશે. વ્યક્તિગત લોકો માટે પણ, આ ક્ષણ આપણા મતભેદોમાંથી વ્યાપકરૂપે બહાર આવીને આપણા સહિયારા અનુભવો સાથે વધુ આનંદ અને સહાનુભૂતિ દાખવવાની છે.

વૈશ્વિક સહકારનો આ નવો યુગ સૌથી પછાત અને નિઃસહાય લોકો કે જેઓને કોવિડ-19 વિરોધી રસીની અપૂરતી પહોંચ સહિતના અન્ય કારણોથી ચેપ લાગવાનું સૌથી વધારે જોખમ છે તેમની ચિંતા કરીને પરોપકારી પ્રવૃત્તિઓમાં જોડાવા માટેનો પણ સમય છે. ભારતની સૌથી મોટી રસીકરણ કવાયતથી પ્રેરણા લઇને Federal Bank દ્વારા Network18 ‘સંજીવની – અ શૉટ ઓફ લાઇફ’ વિશેષ CSR પહેલ શરૂ કરવામાં આવી છે. ભારતની તંદુરસ્તી અને રોગપ્રતિકારકતા માટે આ ચળવળમાં જોડાઓ અને તમામ ભારતીયોને કોવિડ-19 રસીકરણ અને માહિતીનો ઍક્સેસ ફેલાવવામાં મદદ કરો. દુનિયાને એક બહેતર સ્થળ બનાવવા માટે આપણી સમક્ષ આ તક આવી છે.



તમામ માટે રસીકરણનો પ્રારંભઃ જરૂરિયાત અને આગામી રાહ

ભારત જ્યારે કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે સમયની કિંમત ખૂબ જ મૂલ્યવાન બની જાય છે. સમયની કિંમત વેક્સિનના ઉત્પાદન, પરિવહન અને આપૂર્તિની ઝડપના સંદર્ભમાં ઘણી જ વધારે છે. હર્ડ ઇમ્યુનિટીનો માત્ર આભાસ પણ પ્રાપ્ત કરવા આપણે વયસ્ક ભારતીયોનું ખૂબ જ મોટી સંખ્યામાં અને તે પણ ઝડપથી રસીકરણ કરવાની જરૂર છે. આ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 1લી મેથી 18 વર્ષ અને તેથી ઉપરના તમામ ભારતીયો માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. જોકે અનેક રાજ્યોમાં વેક્સિનના ડોઝની અછત છે અને 45-60 વર્ષની ઉંમરના લાખો લોકો હજુ પણ વેક્સિન મેળવવાની રાહ જોઇ રહ્યાં છે. માત્ર જૂજ રાજ્યો જ તમામ પાત્રતા ધરાવતાં વયસ્કો સુધી તેમનું રસીકરણ અભિયાન વિસ્તારવામાં સફળ રહ્યાં છે.

રસીકરણ અભિયાનના પ્રસારની ઝડપ ખૂબ જ ધીમી રહી છે કારણ કે અનેક નવા વપરાશકર્તાઓ Co-WIN રજિસ્ટ્રેશન વેબસાઇટ ઠપ્પ થઇ જવાની ફરિયાદ કરી રહ્યાં છે. એક વખત આ સમસ્યાના સમાધાન બાદ, વેક્સિન માટે નોંધણી કરાવનારાઓને પોતાની નોંધણી અને તેમના વિસ્તારના પિનકોડ મુજબ પોતાને અનુકૂળ હોય તેવો વેક્સિનેશન સ્લોટ પસંદ કરવા માટે કહેવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડાઓ અનુસાર 4થી મે સુધી, 18-44 વર્ષની વયજૂથના આશરે 6,00,000 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ વયજૂથની શ્રેણીમાં વેક્સિન લેનારા લોકોની સંખ્યાની દૃષ્ટીએ ગુજરાત સૌથી આગળ છે. પરંતુ તેમ છતા ભારતના રસીકરણ અભિયાનને ઝડપથી આગળ વધારવાની ખૂબ જ આવશ્યકતા છે.

સૌ પ્રથમ, લક્ષિત કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને પંજાબ જેવા રાજ્યોમાં ભારે સંક્રમણ ધરાવતા અનેક સ્થાનો પર રસીના ડોઝ અને સંશાધનો અછત વર્તાઇ રહી છે અને તેમને વિશેષ સહાયતાની જરૂર છે. આવા સ્થાનો ઉપર શક્ય હોય તેટલી વહેલી તકે લોકોને કોવિડ-19 સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવા માટે શિક્ષિત અને સશક્ત કરવાની જરૂર છે. તાજેતરમાં મંજૂરી પ્રાપ્ત કરેલી રશિયન બનાવટની સ્પુતનિક V ઉપરાંત ભારતના વેક્સિન ઉત્પાદનકર્તાઓ, સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકે પણ અત્યારે ઉપયોગમાં લેવાતી બે વેક્સિનો કોવિશિલ્ડ અને કોવેક્સિનનું ઉત્પાદન વધારવાની બાંહેધરી આપી છે. હવે સવાલ માત્ર સૌથી વધારે જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી આ વેક્સિનના ડોઝ પહોંચાડવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાનો અને પુરવઠા સાંકળ ગોઠવવાનો છે.

કોવિડ-19 મહામારીએ સર્જેલી ભારે ઉથલપાથલમાંથી બહાર આવવા માટે અનેક વિશ્વવ્યાપી આપત્તિઓની જેમ આ આપત્તિ સામે પણ સામૂહિક કલ્યાણની ભાવના ધરાવવાની અને કેન્દ્રિકૃત પ્રયત્નો હાથ ધરવાની જરૂર છે. કોવિડ-19એ ફેલાવેલા વિનાશની કરૂણ અને હૃદયદ્રાવક કહાનીઓ પરથી તે બાબત ખૂબ જ સ્પષ્ટ છે કે, આ સમયે જો આપણે આ આપત્તિના બોજનું સામૂહિક વહન નહીં કરીએ તો આ બીમારી સમગ્ર માનવજાતના અસ્તિત્વને જોખમમાં મૂકવાની સંભાવના ધરાવે છે.
અમે Federal bankની CSR પહેલ Network18 સંજીવની – એ શોટ ઓફ લાઇફ અને કોવિડ-19 વિરુદ્ધ ભારતની સૌથી મોટા રસીકરણ અને જાગૃતિ અભિયાન સાથે અમારો નજીવો પ્રયાસ હાથ ધરી રહ્યાં છીએ. વધુ જાણકારી માટે અમારી સાથે જોડાવો અને ભારતના આરોગ્ય અને ઇમ્યુનિટી માટે પોતાનું યોગદાન આપો.
First published:

Tags: Covid, Network 18, Sanjeevani, Vaccination

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો