ચીન પર ભારતનો સૌથી મોટો સર્વે : 84 ટકા લોકોએ માન્યું ચીન ખરાબ દેશ

News18 Gujarati
Updated: June 5, 2020, 10:17 PM IST
ચીન પર ભારતનો સૌથી મોટો સર્વે : 84 ટકા લોકોએ માન્યું ચીન ખરાબ દેશ
નેટવર્ક 18ના ‘ચીન પર શું વિચારે છે દેશ’ નામના સૌથી મોટા પોલમાં લગભગ 70 ટકા લોકોએ માન્યું કે ભારત અને ચીન વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે

નેટવર્ક 18ના ‘ચીન પર શું વિચારે છે દેશ’ નામના સૌથી મોટા પોલમાં લગભગ 70 ટકા લોકોએ માન્યું કે ભારત અને ચીન વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે

  • Share this:
નવી દિલ્હી : ભારતીય સેના અને ચીની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)ના શીર્ષ જનરલો વચ્ચે શનિવારે બેઠક થવા જઈ રહી છે. ભારત-ચીન વાર્તા પહેલા Network 18એ 4 દિવસ પહેલા 13 ભાષાની 16 વેબસાઇટ અને લગભગ 100 સોશિયલ મીડિયા ચેનલો પર એક મહાપોલનું આયોજન કર્યું હતું. આ દરમિયાન લગભગ 31 હજાર લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

નેટવર્ક 18ના ‘ચીન પર શું વિચારે છે દેશ’ નામના સૌથી મોટા પોલમાં લગભગ 70 ટકા લોકોએ માન્યું કે ભારત અને ચીન વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે. જ્યારે 84 ટકા લોકોનું માનવું છે કે ચીન ખરાબ દેશ છે. જ્યારે 91 ટકા લોકોને એલએસી પર બંને સેનાઓ આમને-સામને હોવાની જાણકારી છે. 61 ટકા લોકોએ ચીન સામે ભારતના પગલાને યોગ્ય માન્યું છે.

આ પણ વાંચો - શું કરન્સી નોટથી ફેલાઈ રહ્યું છે કોરોના વાયરસ સંક્રમણ? ચિંતિત વેપારીઓએ ઉઠાવી આ માંગ

પોલમાં ન્યૂઝ 18, મનીકંટ્રોલ, ફર્સ્ટપોસ્ટ અને CNBC-TV18ના ઓનલાઇન પ્લેટફોર્મ સામેલ હતા. જેમાં લગભગ 91 ટકા લોકોએ પોતાનો મત રાખ્યો હતો કે ચીનના ઉત્પાદનનો બહિષ્કાર કરવો જોઈએ.

ચીનના ઉત્પાદનો પર બહિષ્કાર પર પોતાનો મત રાખનાર 72 ટકા લોકોએ કહ્યું કે તે આના પર કોઈ પગલાં ઉઠાવે તો કોઈપણ ચીનનો સામાન ખરીદશે નહીં. જ્યારે 23 ટકા લોકો ચીનના સામાન ખરીદવામાં કાપ મુકવા તૈયાર છે. ફક્ત 4 ટકાનું કહેવું છે કે તે હજુ પણ ચીનનો સામાન ખરીદવાનું યથાવત્ રાખશે.

પોલમાં સામેલ 50 ટકા લોકોએ કહ્યું કે ભારતે તાઇવાનને અલગ દેશનો દરજ્જો આપવો જોઈએ. પોલમાં લગભગ 90 ટકા લોકોએ જિનપિંગના બદલે ટ્રમ્પની પસંદગી કરી હતી. ફક્ત 10 ટકા લોકોએ જિનપિંગની પસંદગી કરી હતી.ભારતીય સમુદાયના 94 ટકા લોકોનું માનવું છે કે કોરોના વાયરસ સંકટથી નિપટવામાં ચીને બેઇમાની કરી છે. અમેરિકા સાથે ચીનના સંઘર્ષના મામલામાં 74 ટકા લોકોનું માનવું છે કે ભારત બીજિંગ સામે બીજા પક્ષનો સાથ આપે. જોકે તમિલનાડુમાં 51 અને પંજાબના 52 ટકા લોકો ઇચ્છે છે કે ભારતે આ પ્રકારના પગલાથી બચવું જોઈએ.
First published: June 5, 2020, 9:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading