Home /News /national-international /

કોલકોતાની શિક્ષિકાના સપોર્ટમાં આવ્યા નેટિજન્સ, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #takethatxaviers

કોલકોતાની શિક્ષિકાના સપોર્ટમાં આવ્યા નેટિજન્સ, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #takethatxaviers

એક ફોટો એવો પોસ્ટ થઈ ગયો કે કોલકાતાના મહિલા પ્રોફેસરને પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા.

કોલકાતાની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટીએ તાજેતરમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસરને ઇન્સ્ટાગ્રામ પર સ્વિમસૂટમાં તસવીરો પોસ્ટ કરવા બદલ રાજીનામું આપવાની ફરજ પાડી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી 'ટેક ધેટ ઝેવિયર્સ' (#takethatxaviers) હેશટેગથી છવાયેલું છે.

વધુ જુઓ ...
કોલકાતાઃ કોલકાતાની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટી (Kolkata’s prestigious St. Xavier’s University)એ તાજેતરમાં યુનિવર્સિટીના એક આસિસ્ટન્ટ પ્રોફેસરને ઇન્સ્ટાગ્રામ પર સ્વિમસૂટમાં તસવીરો (posting pictures in swimsuit ) પોસ્ટ કરવા બદલ રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી અને તે પણ યુનિવર્સિટીમાં તેના જોઇનિંગ પહેલા. ત્યારથી જ સોશિયલ મીડિયામાં આ વાતની ટીકા થઈ હતી. સોશિયલ મીડિયા (Facebook) છેલ્લા બે દિવસથી 'ટેક ધેટ ઝેવિયર્સ' (#takethatxaviers) હેશટેગથી છવાયેલું છે. આ યાદીમાં મેન્ટલ હેલ્થ એક્ટિવિસ્ટ રત્નાબોલી રે, સાઇકોલોજિસ્ટ પાયોશની મિત્રા, પૂર્વ પ્રેસિડન્ટ અને એક સમયના એસએફઆઇ લીડર અનીષા પાલ, એક્ટર બિદિપ્તા ચક્રવર્તી અને અન્ય લોકો પણ સામેલ છે. રત્નાબોલીએ બુધવારે ફેસબુક પર આ અભિયાનની શરૂઆત કરી હતી. સ્વિમસૂટ પહેરેલો પોતાનો ફોટો પોસ્ટ કરતાં તેણે લખ્યું, “કાંચકોલા”. તેણીએ તેના અભિપ્રાય મુજબ ઉમેર્યું, "શિક્ષકનો પોશાક વ્યક્તિગત પસંદગી છે, વિદ્યાર્થીઓએ તેના વિશે વિચારવું કે અભિપ્રાય ન આપવો જોઇએ. એક સંસ્થા જે આને સમજી શકતી નથી, તેણે તેમના વિચારોને વિસ્તૃત કરવાની જરૂર છે" તેમણે સોસાયટીના અન્ય લોકોને પણ પોતાનો અવાજ ઉઠાવવા અને સ્વિમસ્યુટમાં તસવીરો પોસ્ટ કરવા વિનંતી કરી.

News18 Exclusive: જાણો, કેવી રીતે મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચી AK-47 અને બુલેટ્સ ભરેલી બોટ

સાયકોલોજીસ્ટ પાયોશની મિત્રાએ ફેસબુક પર દરિયામાં ડૂબકી મારતી વખતે તેની માતા અને પુત્રીની તસવીર પોસ્ટ કરી હતી. તેણે કેપ્શન લખ્યું કે, 'સ્વિમસૂટમાં અમે ત્રણ પેઢી છીએ. અમને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરવી પણ ગમે છે. હું ટૂંક સમયમાં જ વધુ તસવીરો પોસ્ટ કરતી રહીશ.' તેણીએ રત્નાબોલી રોયનો પણ આભાર માન્યો, જેમણે આ અભિયાન શરૂ કર્યું હતું.

પૂર્વ પ્રમુખ અને એક સમયના એસએફઆઈ નેતા અનીષા પાલ પણ આ ઝૂંબેશમાં જોડાયા છે. તેણે બિકીની પહેરેલી પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેણે ફ્રેન્ચ કવિ હેલન સેક્સટસને ટાંકીને લખ્યું હતું કે ,"શરીરને સેન્સર કરો છો અને તમે એક જ સમયે શ્વાસ અને વાણીને સેન્સર કરો છો. તમારી જાતે લખો. તમારા શરીરને સાંભળવું જ જોઇએ". નીચે તેમણે રત્નાબાલી રોય માટે થેંક્યુ નોટ ઉમેરી, જેણે આ પહેલ શરૂ કરી છે. અનીષાએ પોતાની પોસ્ટમાં હેશટેગ 'ટેક ધેટ ઝેવિયર્સ' (#takethatxaviers) નો પણ ઉપયોગ કર્યો હતો.

વેચાણ વધારવા DOLOએ ડોક્ટરોને આપી 1000 કરોડની ગીફ્ટ! કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

ફિલ્મી સિતારાઓએ પણ આ મૂવમેન્ટ જોઇ કરી છે. એક જાણીતી બંગાળી અભિનેત્રી બિદિપ્તા ચક્રવર્તીએ પણ સ્વિમસૂટમાં તેની મોટી પુત્રી સાથેની તેની તસવીર પોસ્ટ કરી હતી. તેણે હેશટેગનો ઉપયોગ કર્યો, 'માય બોડી માય રાઇટ્સ'. તેમણે રત્નાબાલી રોય અને પાયોશની મિત્રાનો આભાર વ્યક્ત કર્યો. ટોલીવુડની અન્ય એક અભિનેત્રી રૂપસા ગુહાએ પણ આ મામલે અવાજ ઉઠાવ્યો છે. તેણે સ્વિમસૂટમાં 'ટેક ધેટ ઝેવિયર્સ' (#takethatxaviers) હેશટેગનો ઉપયોગ કરીને પોતાનો ફોટો પણ અપલોડ કર્યો છે.

સેલિબ્રિટી ઉપરાંત આ આગ જ્વાળાની જેમ સોશિયલ મીડિયા પર નેટિઝન્સમાં ફેલાઈ ગઈ છે. નેટીઝન્સ સ્પષ્ટપણે સમજાવી રહ્યા છે કે પોતાના શરીર અને વસ્ત્રો પર અન્ય કોઇનો અધિકાર નથી. 21મી સદીમાં જ્યારે મહિલાઓ ચંદ્રની યાત્રા કરી રહી છે, ત્યારે કેટલાકને કપડાંને લઈને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
Published by:Mitesh Purohit
First published:

Tags: Kolkata, Professor, Swimming

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन