નેધરલેન્ડના પ્રાણી સંગ્રહાલયમાં સિંહની નસબંધી કરવામાં આવી!
થોર.
11 વર્ષીય થોર નામના સિંહે બે સિંહણને ગર્ભવતી કરી હતી. જેમાંથી એક સિંહણે ટ્વીન્સ બચ્ચાંને જન્મ આપ્યો, જ્યારે અન્ય સિંહણે ત્રણ બચ્ચાંને એકસાથે જન્મ આપ્યો હતો.
નવી દિલ્હી: નેધરલેન્ડના એક પ્રાણી સંગ્રહાલયમાં સિંહ પાંચ બચ્ચાંનો પિતા બન્યો હતો. જે બાદ તેની નસબંધી (vasectomy) કરવામાં આવી હતી. 11 વર્ષીય થોર (Thor) નામના સિંહે બે સિંહણ (Lioness)ને ગર્ભવતી કરી હતી. જેમાંથી એક સિંહણે ટ્વીન્સ બચ્ચાંને જન્મ આપ્યો, જ્યારે અન્ય સિંહણે ત્રણ બચ્ચાંને એકસાથે જન્મ આપ્યો હતો.
જે બાદ સિંહની નસબંધી હાથ ધરાઈ હતી. સિંહની નસબંધી અંગે નેધરલેન્ડમાં સ્થિત રોયલ બર્ગર પ્રાણી સંગ્રહાલયના ચીફ વેટરનરી ડૉક્ટરને સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે કહ્યું કે, 'તે એક સારો બ્રિડર સાબિત થયો છે, જેના કારણે અમે તેની નસબંધી કરવાનો નિર્ણય કર્યો છે.'
ધ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષ દરમિયાન જંગલમાં સિંહોની વસ્તીમાં 30-50% જેટલો વધારો થયો છે. જોકે, ગુરુવારે થોરની સર્જરી કરનાર ડોક્ટર હૅન્ક લ્યુટને કહ્યું હતું કે, પ્રાણી સંગ્રહાલય પાસે થોરનું DNA પૂરતા પ્રમાણમાં છે.
તેમણે રોઈટર્સ ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમારા પાસે ઘણા સિંહ બાળ છે, હવે અમે તેમાં વસ્તીવધારો નથી થવા દેવા માંગતા. તેમણે કહ્યું કે, હું આ પ્રાણી સંગ્રહાલયમાં 35 વર્ષથી ફરજ બજાવું છું, પરંતુ મેં પ્રથમ વખત આ ઓપરેશન કર્યું છે. તેમણે ઉમેર્યું કે, સિંહોમાં નસબંધી જેવી પ્રક્રિયા ભાગ્યે જ કરવામાં આવે છે.
" isDesktop="true" id="1079072" >
તેમણે કાસ્ટ્રેશનને બદલે નસબંધી કરવાનું નક્કી કર્યું હતું, કારણ કે તેનાથી સિંહના ગરદનના વાળ ખરી જવાની શક્યતાઓ હતી. ઉપરાંત કાસ્ટ્રેશન કરાયું હોત તો થોરે ટેસ્ટોસ્ટેરોનના અભાવથી પોતાનું સ્થાન ગુમાવ્યું હોત. ઉલ્લેખનીય છે કે WWF દ્વારા સિંહોને સંવેદનશીલ કહેવાય છે, એટલે કે તેઓ જંગલમાં પોતાના લુપ્ત થવા સામે જોખમોનો સામનો કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર