સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી પર પુત્રીએ કહ્યું - નેતાજીને યોગ્ય સન્માન મળ્યું નથી

સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી પર પુત્રીએ કહ્યું - નેતાજીને યોગ્ય સન્માન મળ્યું નથી
(તસવીર - ANI)

અનિતા બોઝે કહ્યું- નેતાજીને ભારતના ઇતિહાસના પાનામાં તે સ્થાન ક્યારેય મળ્યું નથી જેના હકદાર હતા

 • Share this:
  કોલકાતા : પશ્ચિમ બંગાળમાં (West Bengal)મે-જૂનમાં વિધાનસભાની ચૂંટણી (West Bengal Assembly Elections)યોજાવાની છે. આ ચૂંટણી પહેલા બીજેપી અને રાજ્યમાં સત્તામાં રહેલી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને (Subash chandra bose)સન્માન આપવા માટે આગળ આવી રહી છે. નેતાજીની 125મી જયંતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતા પહોંચ્યા હતા. ટીએમસીએ પણ નેતાજીની જયંતીને ભવ્ય રીતે મનાવી હતી. નેતાજીની જયંતી પર તેમના પુત્રી અનિતા બોઝનું નિવેદન સામે આવ્યું છે.

  આજતકના રિપોર્ટ પ્રમાણે અનિતા બોઝનું (Anita Bose) કહેવું છે કે તે સુભાષ ચંદ્ર બોઝને મળનાર સન્માનથી ઘણા ખુશ છે પણ તે એમ પણ માને છે કે નેતાજીને ઉચિત સન્માન મળ્યું નથી. અનિતા બોઝે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ તેમને સન્માનિત કર્યા એ જોઈને મને ખુશી છે, આ મારા પિતા માટે ઘણી સારી વાત છે કે વર્ષો પછી પણ તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે.  આ પણ વાંચો - Subhas Chandra Bose Jayanti 2021 : પીએમ મોદીએ કહ્યું - નેતાજીનો ત્યાગ, ઉર્જા, આદર્શ, તપસ્યા દેશના દરેક યુવા માટે ઘણી મોટી પ્રેરણા

  તેમણે કહ્યું હતું કે નેતાજીને ભારતના ઇતિહાસના પાનામાં તે સ્થાન ક્યારેય મળ્યું નથી જેના હકદાર હતા. આઝાદીના કેટલાક વર્ષો પછી ઘણા બધા કાગળો ઉપલબ્ધ ન હતા. પછી જે મળ્યા ત્યારે ખબર પડી કે તેમનો દેશની આઝાદીમાં મહત્વનો રોલ હતો. આટલું બધું કર્યા છતા તેમને ભારતીય ઇતિહાસમાં તે સ્થાન મળ્યું નથી જેના તે હકદાર હતા.

  વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી અને બીજેપી વચ્ચે નેતાજીને લઈને થઈ રહેલી ખેંચતાણ પર અનિતા બોઝે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં બધી પાર્ટીઓ નેતાજીની વિરાસતનું રાજનીતિકરણ કરી રહી છે.
  Published by:Ashish Goyal
  First published:January 23, 2021, 23:10 pm

  ટૉપ ન્યૂઝ