Home /News /national-international /Mulayam Singh Yadav Death: અજીબ સંયોગ; જે હોસ્પિટલમાં પત્નીનું નિધન થયું ત્યાં જ નેતાજીએ 93 દિવસ પછી અંતિમ શ્વાસ લીધા

Mulayam Singh Yadav Death: અજીબ સંયોગ; જે હોસ્પિટલમાં પત્નીનું નિધન થયું ત્યાં જ નેતાજીએ 93 દિવસ પછી અંતિમ શ્વાસ લીધા

ત્રણ મહિના પહેલા આ જ હોસ્પિટલમાં નેતાજીની પત્નીએ અંતિમ શ્વાસ લીધા હતા

Mulayam Singh Yadav Death: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું નિધન થઈ ગયું છે. સોમવારે એટલે કે 10 ઓક્ટોબરની સવારે 8:15 મિનિટે સપાનાં નેતાએ ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ખાસ વાત એ છે કે આ તે જ શહેર છે અને તે જ હોસ્પિટલ છે, જ્યાં આજથી 93 દિવસ પહેલા મુલાયમની પત્ની સાધના ગુપ્તાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા.

વધુ જુઓ ...
  સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું નિધન થઈ ગયું છે. સોમવારે એટલે કે 10 ઓક્ટોબરની સવારે 8:15 મિનિટે સપાનાં નેતાએ ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ખાસ વાત એ છે કે આ તે જ શહેર છે અને તે જ હોસ્પિટલ છે, જ્યાં આજથી 93 દિવસ પહેલા મુલાયમની પત્ની સાધના ગુપ્તાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મુલાયમ સિંહના બીજા પત્ની હતા અને બીજેપી નેત્રી અપર્ણા યાદવના સાસુ અને પ્રતીક યાદવના માતા હતા.

  તમને જણાવી દઈએ કે, વર્ષ 2003માં મુલાયમ સિંહની પહેલી પત્ની અને અખિલેશ યાદવની માતા માલતી દેવીનું નિધન થઈ ગયું હતું, જેના થોડા દિવસ પછી નેતાએ જાતે જ 20 વર્ષ નાની સાધના ગુપ્તા સાથે બીજા લગ્ન કર્યા હતા.

  આ પણ વાંચોઃ પિતા મુલાયમ સિંહનાં નિધનથી ભાવુક થયેલા અખિલેશ યાદવે શું કહ્યું જુઓ

  સાધના ગુપ્તા ઈટાવાના બિધુના તહસીલના રહેવાસી હતા. 4 જુલાઈ 1986માં તેમના પણ પહેલા લગ્ન ફર્રુખાબાદના ચંદ્રપ્રકાશ ગુપ્તાની સાથે થયા હતા. આ દંપતિ 7 જુલાઈ 1987ના રોજ એક દીકરાના માતા-પિતા બન્યું, જેનું નામ પ્રતીક યાદવ રાખવામાં આવ્યું. તેના બે વર્ષ પછી સાધના અને ચંદ્રપ્રકાશ અલગ થઈ ગયા. તેના પછી સાધના ગુપ્તા સપાના તાત્કાલિન સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના સંપર્કમાં આવી હતી.

  જણાવવામાં આવી રહ્યું છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની માતા મૂર્તિ દેવી બીમાર રહેતા હતા. તે દરમિયાન નર્સિંગની ટ્રેનિંગ કરી રહેલા સાધના ગુપ્તાએ લખનઉના એક નર્સિંગ હોમ અને પછી સૈફઈ મેડિકલ કોલેજમાં મૂર્તિ દેવીનું ધ્યાન રાખ્યું હતું. એક દિવસ હોસ્પિટલમાં નર્સ મૂર્તિ દેવીને ખોટું ઈન્જેક્શન આપવા જઈ રહી હતી, ત્યારે ત્યાં હાજર એક ટ્રેની નર્સે તેને અટકાવી અને રાજ્યના શક્તિશાળી મુલાયમની માતાનો જીવ બચાવ્યો હતો. કહેવામાં આવે છે કે મુલાયમ સિંહ ત્યારથી સાધના ગુપ્તાથી ખાસ પ્રભાવિત થયા અને અહીંથી બંને વચ્ચે નિકટતા વધવા લાગી હતી.

  વર્ષ 2003માં મુલાયમની પહેલી પત્ની માલતી દેવીનું નિધન થઈ ગયું હતું. 23 મે 2003ના રોજ મુલાયમે સાધનાને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, સાધના ગુપ્તાના દીકરા પ્રતીક ગુપ્તા યાદવ રાજનીતિથી દૂર છે. જો કે, તેની પત્ની અપર્ણા બિષ્ટ યાદવ રાજનીતિમાં સક્રિય છે.

  ઉલ્લેખનીય છે કે, સાધના ગુપ્તાની વહુ અપર્ણા બિષ્ટ યાદવે સપાની ટિકિટ પર 2017માં વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેમને સફળતા નહોતી મળી. પછી તે જ વર્ષે સૂબેમાં વિધાનસભા ચૂંટણી પહેલા અપર્માએ ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લઈ લીધી હતી.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Political, Political parties, મુલાયમસિંહ યાદવ

  विज्ञापन
  विज्ञापन