શરમજનક ઘટના! લગ્ન પ્રસંગમાં આવેલી મામી સાથે ભત્રીજાએ આચર્યું દુષ્કર્મ

શરમજનક ઘટના! લગ્ન પ્રસંગમાં આવેલી મામી સાથે ભત્રીજાએ આચર્યું દુષ્કર્મ
(પ્રતીકાત્મક તસવીર)

મામીને બળજબરીથી ખેતરમાં લઈ જઈને ભત્રીજાએ દુષ્કર્મ આચર્યું, DJના ઘોંઘાટમાં પીડિતાની બૂમો કોઈએ સાંભળી નહીં

 • Share this:
  લોકેશ કુમાર દુબે, કન્નૌજઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કન્નૌજ (Kannauj) જિલ્લામાં એક લગ્ન પ્રસંગ (Wedding Ceremony)માં સામેલ થવા આવેલી એક મહિલાના ભત્રીજાએ જ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બીજી તરફ પીડિતાએ બૂમાબૂમ કરતાં આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને તેની સાથે મારપીટ પણ કરી. મામલો સામે આવ્યા બાદ હોબાળો થઈ ગયો. ઘટનાની જાણ થતાં પોલીસે (Police) પહોંચીને કેસ નોંધી આરોપી ભત્રીજાની શોધખોળ શરૂ કરી દીધી છે. ઈંદરગઢ પોલીસ સ્ટેશનની હદમાં રહેનારી એક મહિલા 15 ડિસેમ્બરની રાતે એક લગ્ન પ્રસંગમાં હાજર થવા કન્નોજ આવી હતી.

  પીડિત મહિલાએ જણાવ્યું કે ભત્રીજા જીતૂ વર્મા જે મકરંદનગરનો રહેવાસી છે તેની નીયત મારી ઉપર બગડી ગઈ હતી. ભત્રીજો તેમને બળજબરીથી લગ્ન મંડળની નજીકમાં આવેલા એક ખેતરમાં લઈ ગયો. તે સમયે ડીજે મ્યૂઝિક વાગી રહ્યું હતું જેથી તેના બચાવવાનો અવાજ કોઈને સંભળાયો જ નહી. આરોપ છે કે ત્યાં પડિતાનું મોં દબાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું.  આ પણ વાંચો, પથારીમાં પેશાબ કરવાથી ગુસ્સે ભરાયેલા પિતાએ 4 વર્ષના માસૂમ દીકરાને ઉતાર્યો મોતનો ઘાટ

  પીડિતાએ વધુમાં જણાવ્યું કે બાદમાં તેણે બૂમાબૂમ કરતાં જીતૂ વર્માનો દોસ્ત પ્રવીણ અને રામ ગોપાલ ત્યાં આવી ગયા. જીતૂએ કહેતાં તે બંનેએ પીડિતા સાથે મારપીટ શરૂ કરી દીધી. પીડિતાએ પોલીસ સ્ટેશન પહોંચીને જીતૂ વર્મા, પ્રવીણ અને રામ ગોપાલની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

  આ પણ વાંચો, પાકિસ્તાનમાં એન્ટી રેપ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, દોષિતોને બનવવામાં આવશે નપુંસક

  પોલીસ સ્ટેશન પ્રભારી વિકાસ રાયે જણાવ્યું કે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. તેમને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે. હાલ પોલીસ ટીમ બનાવીને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published:December 18, 2020, 11:30 am