નેપાળના પર્વતારોહી રીતા શેરપાનું નિધન, 10 વાર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો છે રેકોર્ડ

News18 Gujarati
Updated: September 23, 2020, 10:11 AM IST
નેપાળના પર્વતારોહી રીતા શેરપાનું નિધન, 10 વાર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો છે રેકોર્ડ
આંગ રીતા શેરપા

રીટા શેરપાએ 10 વાર કોઇ પણ પ્રકારના ઓક્સીજન સિલિન્ડરની મદદ વગર એવરેસ્ટની ચડાઇ પૂરી કરી છે. તેમના સાથીઓ તેમને 'સ્નો લેપર્ડ' નામે બોલાવતા હતા.

  • Share this:
માઉન્ટ એવરેસ્ટ (Mount Everest)ની ટોચને કોઇ એક વાર પણ સર કરી જાય મોટી વાત બની જાય છે. ત્યારે માઉન્ટ એવરેસ્ટની ટોચને પહેલીવાર સર કરનાર નેપાળી પર્વતારોહી આંગ રીતા શેરપાનું આજે નિધન થઇ ગયું છે. તેમણે પોતાના સમગ્ર જીવનમાં 10 વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. અને તે આવું કરનાર દુનિયાના એક માત્ર વ્યક્તિ છે. તેમનો આ રેકોર્ડ વર્ષ 2017માં ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો હતો. ત્યારે તેમની શોક સભામાં જોડાયેલા તેમના પરિવારે જણાવ્યું કે તે લાંબા સમયથી બિમાર હતા.

તેમના સાથીઓ પણ તેમની મોતને પર શોક વ્યક્ત કરતા કહ્યું કે નેપાળ અને પર્વતારોહી સમુદાયને આનાથી મોટી ખોટ સાલી છે. તેમનું નિધન 72 વર્ષની ઉંમરે સોમવારે થયું છે. તેમને મગજ અને લિવરને લગતી બિમારી હતી જેનાથી તે લાંબા સમયથી પરેશાન હતા.

તમને જણાવી દઇએ કે રીતા શેરપાએ 10 વાર કોઇ પણ પ્રકારના ઓક્સીજન સિલિન્ડરની મદદ વગર એવરેસ્ટની ચડાઇ પૂરી કરી છે. તેમના સાથીઓ તેમને 'સ્નો લેપર્ડ' નામે બોલાવતા હતા. પહેલીવાર 1993માં તેમણે માઉન્ટ એવરેસ્ટની ચડાઇ કરી હતી. તે પછી તેમણે 1996 સુધીમાં તેમની આ 10 ચડાઇ પૂરી કરી હતી. તેમના પૌત્ર ફૂર્બા તશેરિંગ જણાવ્યું કે તેમની મોત કાઠમાડુંના તેમના ઘરે જ થઇ.

વધુ વાંચો : COVID-19 Vaccine: ICMR ડાયરેક્ટરના નિવેદને ચિંતા વધારી, કહ્યુ, શ્વાસના રોગીઓ પર કોઈ વેક્સીન 100% કારગર નથી

નેપાળ પર્વતારોહી સંઘના પૂર્વ અધ્યક્ષ આંત તશેરિંગ શેરપાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અને કહ્યું કે તે પર્વતારોહીઓ માટે કોઇ સ્ટારથી ઓછા નહતા. તેમની મોતની દેશ અને પર્વતારોહી બંધુત્વને આધાત લાગ્યા છે. તેમના મૃતદેહને શેરપા ગોંબા કે ધાર્મિક સ્થળ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


રીતા શેરપાએ અન્ય પર્વતારોહીઓ સામે એક તેવું ઊંચો રેકોર્ડ સ્થાપ્યો હતો જેને અન્ય શેરપા સમુદાયના લોકોને તેનાથી આગળ વધી આ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવવા માટે પ્રેરણા આપી હતી. આ જ સમુદાયના એક બીજા સદસ્યા પર 24 વાર ચડાઇ કરવાનો રેકોર્ડ છે.
Published by: Chaitali Shukla
First published: September 23, 2020, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading