કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી, ચાર દિવસમાં બે વખત એવરેસ્ટ સર કરવાનો 43 વર્ષના શેરપાનો વર્લ્ડ રેકોર્ડ

ચાર દિવસમાં બે વખત એવરેસ્ટ સર કરવાનો 43 વર્ષના શેરપાનો વર્લ્ડ રેકોર્ડ

નેપાળના શેરપા દ્વારા વધુ એક વિક્રમ સર્જ્યો

  • Share this:
નેપાળના શેરપા દ્વારા વધુ એક વિક્રમ સર્જાયો છે. માઉન્ટેઈન ગાઈડ તરીકે જવાબદારી નિભાવતા 43 વર્ષના મીંગમા તેનજી શેરપાએ એક જ સિઝનમાં સૌથી ઓછા સમયમાં બે વખત માઉન્ટ એવરેસ્ટ ચડવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.

પૂર્વીય નેપાળના સાંખુવાસભા જિલ્લાના રહેવાસી આ શેરપાએ 7મી મેના રોજ રોપ ફિક્સિંગ ટીમના સભ્ય તરીક વિશ્વના સૌથી ઊંચા પર્વત એવરેસ્ટનું શિખર સર કર્યું હતું. ત્યાર બાદ 11 મેની સવારે ફરીથી માઉન્ટ એવરેસ્ટ પર ચઢ્યા હતા. આ અભિયાનનું આયોજન કરનાર સેવન સમિટ ટ્રેક્સના અધ્યક્ષ મીંગમા શેરપાએ આ વિગતો આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજી વખત શેરપા 16 સભ્યોની ટીમના માઉન્ટેન ગાઈડ તરીકે એવરેસ્ટ પર પહોંચ્યો હતો. આ ટીમ બેહરીનના પ્રિન્સ શેખ મોહમ્મદ હમદ મોહમ્મદ અલ ખલિફાની આગેવાનીમાં પર્વતારોહણ કરી રહી હતી. શેરપા ચાર દિવસમાં બે વખત એવરેસ્ટના ટોચ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો - હૈદરાબાદના 110 વર્ષના મહંત કોરોનાને માત આપનાર સૌથી વયસ્ક વ્યક્તિ બન્યા

બહેરિન રોયલ ગાર્ડ ટીમ એવરેસ્ટની 8,848.86 મીટરની નવી ઊંચાઈ સર કરનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય ટીમ છે. 2017માં ભારતીય પર્વતારોહક અંશુ જામસેનપાએ માઉન્ટ એવરેસ્ટના સૌથી ઝડપી બે વખત આરોહણનો રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ 118 કલાક અને 15 મિનિટમાં બે વાર પર્વત ચડ્યા હતા. બીજી તરફ નેપાળી માઉન્ટેન ગાઈડ કામી રીટા શેરપાએ તા.8 મેના રોજ 25મી વખત પર્વત પર ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 2015ના ભૂકંપ સહિતના કારણોથી એવરેસ્ટની ઊંચાઈમાં બદલાવ થયો હોવાની ચર્ચા થવા લાગી ત્યારે નેપાળ સરકારે પર્વત માપવાનો નિર્ણય લીધો હતો. જે દરમિયાન ગયા વર્ષે ડિસેમ્બરમાં નેપાળ અને ચીને સંયુક્તપણે વિશ્વના સૌથી ઊંચા પર્વતની ઊંચાઈ માપી હતી. સુધારેલી ઊંચાઈ 8848.86 મીટર હોવાનું કહ્યું હતું. જે ભારતે 1954માં કરેલા અગાઉના માપથી લગભગ 86 સેન્ટિમીટર વધારે છે.
First published: