Home /News /national-international /Nepal Plane Crash: 5 ભારતીયો સહિત તમામ લોકોના મોતની આશંકા, પ્લેનમાં સવાર હતા કુલ 71 લોકો

Nepal Plane Crash: 5 ભારતીયો સહિત તમામ લોકોના મોતની આશંકા, પ્લેનમાં સવાર હતા કુલ 71 લોકો

aircraft crashes

યેતિ એરલાઈન્સનું એક ATR-72ની નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. કાઠમાંડૂથી પોખરા માટે ઉડાન ભરનારુ યેતી એરલાઈન્સ એટીઆર- 72 વિમાન રવિવારે સવારે 11 કલાકે કાસ્કી જિલ્લાના પોખરામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

    કાઠમાંડૂ: યેતિ એરલાઈન્સનું એક ATR-72ની નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. કાઠમાંડૂથી પોખરા માટે ઉડાન ભરનારુ યેતી એરલાઈન્સ એટીઆર- 72 વિમાન રવિવારે સવારે 11 કલાકે કાસ્કી જિલ્લાના પોખરામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. અત્યાર સુધીમાં કુલ 45 લાશ મળી આવી છે. મુખ્ય જિલ્લા અધિકારી ટેક બહાદુર કેસીએ સ્થાનિક મીડિયાને આ જાણકારી આપી છે. પોખરામાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા યેતિ એરલાઈન્સમાં સવાર લોકોમાં 5 ભારતીયો સહિત 72 યાત્રીઓના મોત થયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. અધિકારીઓએ કહ્યું કે, હાલમાં તો કોઈ પણ જીવતા બચ્યું હોય તેવું લાગતુ નથી. વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાલક દળના ચાર સભ્યો સવાર હતા.



    યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ મીડિયાને જણાવ્યું છે કે, જૂના એરપોર્ટ અને પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાલક દળના ચાર સભ્યો સવાર હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરો અને વીડિયોમાં દુર્ઘટનાસ્થળથી ધુમાડાના ગોળા ઉડતા હોવાના વીડિયો આવી રહ્યા છે. આ પ્લેન ક્રેશનમાં હાલમાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. દુર્ઘટનાસ્થળ પર એક હેલીકોપ્ટરની સાથે એક બચાવ ટીમ પણ કામે લાગી ગઈ છે. પ્રારંભિક રિપોર્ટ મુજબ 68 મુસાફરોને લઈને વિમાન કાઠમાંડૂથી પોખરા માટે ઉડાન ભરી હતી. લગભગ 20 મીનિટ બાદ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે પોતાના ગંતવ્ય સ્થાનથી થોડા કિમી જ દૂર હતું. બચાવ અભિયાન હાલમાં ચાલી રહ્યું છે.


    દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતા 5 ભારતીયો


    હાલમાં આ દુર્ઘટનાની પુષ્ટિ થતાં યેતિ એરલાઈન્સમાં 10 વિદેશી નાગરિકો હતા. જેમાં 5 ભારતીયો પણ હતા. યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું હતું કે, વિમાનમાં 2 શિશુઓ સહિત 10 વિદેશી નાગરિકો હતા. વિમાનમાં 53 નેપાળી, 5 ભારતીય, 4 રશિયન, 1 આઈરિશ, 2 કોરિયાઈ, 1 અર્જેંટીની અને એક ફ્રાંસિસ નાગરિક સવાર હતા. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નેપાળમાં બનેલી દુર્ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું હતું.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Nepal, PLANE CRASH

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन