Home /News /national-international /

Nepal Plane Crash: તારા એરનું પ્લેન ક્રેશ, 4 ભારતીયો સહિત 22 લોકો હતા સવાર

Nepal Plane Crash: તારા એરનું પ્લેન ક્રેશ, 4 ભારતીયો સહિત 22 લોકો હતા સવાર

નેપાળની સરકારી ટીવી ચેનલના મતે ગુમ થયેલા વિમાનમાં 4 ભારતીય અને 3 જાપાની નાગરિક છે. બીજા લોકો નેપાળના છે (ફાઇલ ફોટો - Tara Air)

Nepal Tara Air Plane Crash - મુસ્તાંગના લોર્જુંગમાં આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત અવસ્થામાં જોવા મળ્યું છે

    નવી દિલ્હી : નેપાળમાં (Nepal)એક મોટી વિમાન દુર્ઘટના (Plane accident) સામે આવી છે. નેપાળમાં ગુમ થયેલા વિમાન વિશે હવે સમાચાર મળી રહ્યા છે કે વિમાન ક્રેશ (Nepal Plane Crash)થઇ ગયું છે. મુસ્તાંગના લોર્જુંગમાં આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત અવસ્થામાં જોવા મળ્યું છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી છે તે ત્યાં તેમણે આગની જ્વાળા જોઇ છે.

    રિપોર્ટ પ્રમાણે નેપાળના તારા એરનો (tara air Plane)એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલથી (ATC)સંપર્ક તુટી ગયો હતો. આ વિમાન પર ચાલક દળ સહિત કુલ 22 લોકો સવાર હતા. આ ફ્લાઇટ પોખરાથી જોમસમ જઈ રહી હતી. નેપાળી મીડિયાના મતે આ વિમાને સવારે 9 કલાકને 55 મનિટ પર પોખરાથી ઉડાન ભરી હતી. તેણે 10 કલાકને 20 મિનિટ પર લેન્ડ કરવાનું હતું. જોકે 11 વાગ્યા પછી અત્યાર સુધી વિમાન સાથે સંપર્ક થઇ શક્યો નથી. આ ટ્વિન એન્જીન એરફ્રાફ્ટ છે

    નેપાળની સરકારી ટીવી ચેનલના મતે ગુમ થયેલા વિમાનમાં 4 ભારતીય અને 3 જાપાની નાગરિક છે. બીજા લોકો નેપાળના છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં ચાલક દળ સહિત 22 યાત્રી હતા. તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ નેપાળના સૌથી મોટા મીડિયા સંસ્થાન કાન્તિપુરને જણાવ્યું કે આ ફ્લાઇટ પર પ્રભાકર પ્રસાદ ધિમિરે, સહ પાયલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસમી થાપા સવાર હતા.

    આ પણ વાંચો - વિશ્વ યુદ્ધના ભણકારા! યુક્રેનને હથિયાર આપવા પર પુતિનની જર્મની અને ફ્રાન્સને ચેતવણી

    હેલિકોપ્ટરની તૈનાતી

    નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદીંદ્ર મણિ પોખરેલના મતે ગુમ વિમાનની શોધ માટે મસ્ટૈંગ અને પોખરાથી બે ખાનગી હેલિકોપ્ટરને તૈનાત કર્યા છે. નેપાળ સેનાના હેલિકોપ્ટરને પણ શોધખોળ કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે.

    શોધશોળ અભિયાન શરૂ

    કાઠમાંડુ પોસ્ટના મતે જોમસોમ એરપોર્ટ પર એક એર ટ્રોફિક કંટ્રોલ અધિકારીએ કહ્યું કે તેમણે જોમસોમના ઘાસામાં એક તીવ્ર અવાજ સાંભળ્યો હતો. જોકે હજુ સુધી તેની અધિકારીક પૃષ્ટી થઇ નથી. હાલ આ ક્ષેત્રમાં એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે, જ્યાં આ વિમાનનો અંતિમ વખત સંપર્ક થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનનો અંતિમ વખત સંપર્ક લેટે પાસે થયો હતો. આ પછી કોઇ સંપર્ક નથી.

    ATC એ કરી પૃષ્ટી

    પોખરા હવાઇ અડ્ડાના પ્રમુખ વિક્રમ ગૌતમે આ વાતની પૃષ્ટી કરી છે કે વિમાન ટાવરના સંપર્કથી બહાર ચાલ્યું ગયું છે. એક અધિકારીના મતે આ વિમાન એક વખત ધૌલાગિરી હિમાલયથી પરત ફર્યું હતું આ પછી તેનો સંપર્ક થયો નથી. ફ્લાઇટની શોધ માટે એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Nepal, Plane

    આગામી સમાચાર