નેપાળઃ રાષ્ટ્રપ્રમુખે સંસદ ભંગ કરીને ચૂંટણીની કરી જાહેરાત, જાણો ક્યારે યોજાશે ચૂંટણી?

નેપાળમાં આવતા વર્ષે 30 એપ્રિલથી 10 મેની વચ્ચે ચૂંટણી યોજવામાં આવશે, રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયે આ જાણકારી આપી

નેપાળમાં આવતા વર્ષે 30 એપ્રિલથી 10 મેની વચ્ચે ચૂંટણી યોજવામાં આવશે, રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયે આ જાણકારી આપી

 • Share this:
  કાઠમંડુઃ નેપાળ (Nepal)માં રાજકીય સંકટ ઊભું થયું છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલી (KP Sharma Oli)એ રવિવારે સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. બીજી તરફ, રાષ્ટ્રપ્રમુખ વિદ્યા દેવી ભંડારી (Bidya Devi Bhandari)એ સંસદને ભંગ કરવાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે. નેપાળમાં આવતા વર્ષે 30 એપ્રિલથી 10 મેની વચ્ચે ચૂંટણી યોજવામાં આવશે. રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયે આ જાણકારી આપી છે.

  મૂળે, નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી (KP Sharma Oli)એ નેપાળ સંસદ ભંગ (House dissolution) કરવાનો નિર્ણય લીધો હતો. તેઓએ કેબિનેટની મીટિંગ (Cabinet Meeting) બોલાવીને આ નિર્ણય લીધો. ત્યારબાદ વડાપ્રધાન ઓલી રાષ્ટ્રપ્રમુખ બિદ્યા દેવી ભંડારી (Bidya Devi Bhandari)ને મળવા માટે શીતલ નિવાસ પહોંચ્યા. તેઓએ સંસદ ભંગ કરવાની ભલામણ નેપાળના રાષ્ટ્રપ્રમુખને કરી. રવિવારે ઓલી કેબિનેટની ઇમજન્સી બેઠક સવારે 10 વાગ્યે બોલાવવામાં આવી હતી. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેઓ અધ્યાદેશ બદલાવાની ભલામણ કરશે. તેનાથી વિપરિત મંત્રીમંડળે સંસદ ભંગ કરવાની ભલામણ કરી છે.

  નેપાળના રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયે જણાવ્યું કે નેપાળની રાષ્ટ્રપ્રમુખ વિદ્યા દેવી ભંડારીએ સંસદને ભંગ કરવાના મંત્રીમંડળના પ્રસ્તાવને મંજૂરી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ભંડારીએ એલાન કર્યું છે કે આવતા વર્ષે 30 એપ્રિલથી 10 મેની વચ્ચે રાષ્ટ્રીય ચૂંટણી થશે.

  બંધારણમાં સંસદ ભંગ કરવાની જોગવાઈ નથી

  રસપ્રદ વાતે એ છે કે નેપાળના બંધારણમાં જ ગૃહને ભંગ કરવાની કોઈ જોગવાઈ નથી. એવામાં અન્ય રાજકીય પાર્ટીઓ સરકારના આ નિર્ણયેન કોર્ટમાં પડકારી પણ શકે છે. હવે જોવાની વાત એ છે કે શું નેપાળના રાષ્ટ્રપ્રમુખ ઓલી સરકારના આ ગેરબંધારણીય ભલામણ પર શું નિર્ણય લે છે.

  આ પણ વાંચો, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ પર ગુરુદ્વારા પહોંચ્યા વડાપ્રધાન મોદી

  વિપક્ષે સરકાર પર અધ્યાદેશ પરત લેવા કર્યું હતું દબાણ

  ઓલીની કેબિનેટમાં ઉર્જા મંત્રી બરશમૈન પુને જણાવ્યું કે આજની કેબિનેટ બેઠકમાં સંસદને ભંગ કરવા માટે રાષ્ટ્રપ્રમુખને ભલામણ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. નોંધનીય છે કે ઓલી પર બંધારણીય પરિષદ અધિનિયમથી સંબંધિત એક અધ્યાદેશને પરત લેવાનું દબાણ હતું. મંગળવારે જાહેર અધ્યાદેશને રાષ્ટ્રપ્રમુખ બિદ્યા દેવી ભંડારીએ પણ મંજૂરી આપી દીધી હતી.

  આ પણ વાંચો, OMG! મહિલા પોલીસકર્મીએ ચાલાકીથી લીધી લાંચ, સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું- ‘પૉકેટ પે’

  ઓલીના નેતૃત્વવાળી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીએ કેબિનેટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. પાર્ટીના પ્રવક્તા નારાયણજી શ્રેષ્ઠએ કહ્યું કે આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો છે કારણ કે આજે સવારે કેબિનેટની બેઠકમાં તમામ મંત્રી હાજર નહોતા. આ લોકતાંત્રિક માપદંડોની વિરુદ્ધ છે અને રાષ્ટ્રને પાછળ લઈ જશે અને તેને લાગુ ન કરી શકાય.
  Published by:Mrunal Bhojak
  First published: