નેપાળના PMનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - ભારતમાં છે નકલી અયોધ્યા, ભગવાન રામ છે નેપાળી

નેપાળના PMનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - ભારતમાં છે નકલી અયોધ્યા, ભગવાન રામ છે નેપાળી
નેપાળના PMનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - ભારતમાં છે નકલી અયોધ્યા, ભગવાન રામ છે નેપાળી

ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશમાં નહીં પણ નેપાળના વાલ્મિકી આશ્રમ પાસે છે - કેપી શર્મા ઓલી

 • Share this:
  કાઠમાંડુ : નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma Oli)એ ફરી એક વખત ભારતને લઈને વિવાદત અને અજીબ નિવેદન કર્યું છે. ઓલીએ કહ્યું કે ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યા (Ayodhya)નું નિર્માણ કર્યું છે, અસલી અયોધ્યા નેપાળમાં છે. સાથે તેમણે કહ્યું કે ભગવાન રામ ભારતીય નહીં નેપાળી છે. ઉલ્લેખનીય છે કે નેપાળમાં ઓલી પર રાજીનામાનું દબાણ છે. તે પહેલા કહી ચૂક્યા છે કે ભારતે તેને સત્તામાંથી હટાવવા ષડયંત્ર રચી રહ્યું છે.

  નેપાળના પ્રધાનમંત્રી નિવાસમાં આયોજીત એક કાર્યક્રમમાં ઓલીએ કહ્યું હતું કે ભારતે નકલી અયોધ્યા ઉભી કરીને નેપાળના સાંસ્કૃતિક તથ્યોનું અતિક્રમણ કર્યું છે. ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશમાં નહીં પણ નેપાળના વાલ્મિકી આશ્રમ પાસે છે.  આ પણ વાંચો - અનોખુ અભિયાન : તમારો જૂનો મોબાઈલ બની શકે છે કોઈ ગરીબ બાળકના અભ્યાસનું કારણ

  વાલ્મિકી રામાયણનું નેપાળી અનુવાદ કરનાર નેપાળના આદિ કવિ ભાનુભક્તની જન્મ જયંતિના પ્રસંગે આયોજીત એક કાર્યક્રમમાં બોલતા ઓલીએ કહ્યું કે અમે લોકો આજ સુધી એ ભ્રમમાં છીએ કે સીતાના વિવાહ જે રામ સાથે થયા છે તે ભારતીય છે. તે ભારતીય નથી પણ નેપાળી જ છે.

  તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી નેપાળ સતત ભારતના વિરોધમાં બોલે છે. આ પહેલા નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીએ પૂરનો રાગ આલાપ્યો છે. નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે ભારતે નેપાળ અને ભારતની સરહદ પર રસ્તો બનાવીને અમને ડુબાડી દીધા છે. જોકે હકીકત એ છે કે નેપાળ દર વર્ષે અચાનક મોટી માત્રામાં પાણી છોડતા ઉત્તર બિહારના વિસ્તારમાં ભારે જાનમાલનું નુકસાન થાય છે. નેપાળના ગૃહમંત્રી રામ બહાદુર થાપાએ આ વર્ષે આવેલા પૂર માટે ભારતને દોષિત ગણાવ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:July 13, 2020, 23:08 pm

  ટૉપ ન્યૂઝ