Home /News /national-international /અયોધ્યાને ‘નકલી’ અને રામને ‘નેપાળી’ કહીને પોતાના દેશમાં જ ઘેરાયા PM કેપી ઓલી

અયોધ્યાને ‘નકલી’ અને રામને ‘નેપાળી’ કહીને પોતાના દેશમાં જ ઘેરાયા PM કેપી ઓલી

ભગવાન રામ અને અયોધ્યા અંગે વિવાદાસ્પદ નિવેદન આપી કેપી ઓલીનો રાજીનામાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ

ભગવાન રામ અને અયોધ્યા અંગે વિવાદાસ્પદ નિવેદન આપી કેપી ઓલીનો રાજીનામાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ

કાઠમંડુઃ નેપાળ (Nepal)ના વડાપ્રધાન કેપી શર્મા ઓલી (KP Sharma Oli)ની અયોધ્યા (Ayodhya) અને ભગવાન રામ (Lord Rama) ને લઈ કરવામાં આવેલી પાયાવિહોટી ટિપ્પણીને લઈ હવે તેઓ પોતાના દેશમાં જ ઘેરાતા હોય એવું લાગી રહ્યું છે. ઓલીના આ નિવેદનને સોશિયલ મીડિયા (Social Media) પર મજાક ઉડાડવામાં આવી રહી છે ઉપરાંત અનેક મોટા નેતાઓએ પણ તેને લઈને આપત્તિ વ્યક્ત કરી છે. ત્યાં સુધી કે નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP) પહેલા જ ઓલીને ભારત વિરોધી નિવેદનોને લઈ ચેતવણી આપી ચૂકી છે. એવામાં તેમનું આ નિવેદન નેપાળમાં ભારે રાજકીય સંકટની હવા આપનારું સાબિત થઈ શકે છે.

નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પ હદલ કમલ પ્રચંડ પાર્ટી મીટિંગ દરમિયાન ઓલીને પહેલા પણ નિવેદનોને કન્ટ્રોલમાં રાખવાની સલાહ આપી ચૂક્યા છે. પ્રચંડે ઓલીની આકરી ટીકા કરી હતી, જ્યારે તેઓએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં બેસીને તેમણે ખુરશીથી હટાવવાની કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. હવે ઓલીએ એવો દાવો કરી દીધો છે કે ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યાનું નિર્માણ કર્યું છે. જ્યારે અસલી અયોધ્યા નેપાળમાં છે. ઓલીએ સવાલ કર્યો કે તે સમયે આધુનિક પરિવહનના સાધન અને મોબાઇલ ફોન નહોતા તો રામ જનકપુર સુધી કેવી રીતે આવ્યા?

નેપાળી લેખક અને પૂર્વ વિદેશ મંત્રી રમેશનાથ પાંડેએ ટ્વિટ કર્યું કે, ધર્મ રાજકારણ અને કૂટનીતિથી ઉપર છે. આ એક મોટો ભાવનાત્મક વિષય છે. આવા નિવેદનોથી તમે માત્ર શરમ જ અનુભવો છો. અને જો અસલી અયોધ્યા બીરગંજની પાસે છે તો પછી સરયૂ નદી ક્યાં છે?


આ પણ વાંચો, વિકાસ દુબે વિરુદ્ધ FIR નોંધાવનાર રાહુલ તિવારી ગુમ, UP પોલીસ શોધખોળમાં લાગી

નેપાળના પૂર્વ વડાપ્રધાન બાબૂરામ ભટ્ટારાઇએ ઓલીના નિવેદન પર વ્યંગ કર્યું છે. તેઓએ એક ટ્વિટમાં લખ્યું કે, આદિ-કવિ ઓલી દ્વારા રચિત કલ યુગની નવી રામાયણ સાંભળો, સીધા વૈંકુઠ ધામની યાત્રા કરો.


નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના ઉપ-પ્રમુખ બિષ્ણુ રિજલે લખ્યું કે, આવું કહેવું એક મોટો ભ્રમ છે કે કોઈ વ્યક્તિ અપ્રમાણિક, પૌરાણિક અને વિવાદાસ્પદ વાતો કહીને વિદ્વાન બની જાય છે. આ ઉર્ભાગ્યપૂર્ણ છે ઉપરાંત રહસ્યમય પણ છે કે કેવી રીતે વિરોધ અને ઉશ્કેરણી માટે રોજ જવા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો, ક્યૂબામાં કોરોના ડેથ રેટ ઓછો કરનારી દવાને ભારતમાં પણ મળી મંજૂરી
" isDesktop="true" id="999031" >

રાજીનામાથી ધ્યાન હટાવવાનો પ્રયાસ : ઓલીના આ નિવેદનને તેમના રાજીનામાથી ધ્યાન હટાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી બે ટુકડા થવાના આરે છે અને આવું ન થાય તેના માટે પ્રચંડ સમર્થકોએ એક જ શરત મૂકી છે કે ઓલી રાજીનામું આપી દે. જોકે અહેવાલો મુજબ, બજેટ સત્રને સ્થગિત કર્યા બાદ હવે કેપી ઓલી એક અધ્યાદેશ લાવીને પાર્ટીને તોડી શકે છે.
First published:

Tags: KP Sharma Oli, Lord Ram, Nepal, અયોધ્યા, ભારત, વિવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો