ભારત-નેપાળ વચ્ચે તણાવની સ્થિતિમાં નેપાળ PM ઓલીએ, PM મોદીને કર્યો ફોન

News18 Gujarati
Updated: August 15, 2020, 3:51 PM IST
ભારત-નેપાળ વચ્ચે તણાવની સ્થિતિમાં નેપાળ PM ઓલીએ, PM મોદીને કર્યો ફોન
PM મોદી અને PM ઓલીની ફાઇલ તસવીર

સીમા વિવાદને સમાપ્ત કરવા માટે બંને દેશોના વિદેશ મંત્રાલયના અધિકારીઓ 17 ઓગસ્ટના રોજ નેપાળની રાજધાનીમાં એક મીટિંગ કરવાના છે.

  • Share this:
સીમા વિવાદને લઇને જ્યાં ભારત અને નેપાળ (Nepal) વચ્ચે સંબંધોમાં ખટાશ આવી છે ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી (KP Sharma Oli) ફોન કરી વાતચીત કરી. ભારતના 74 સ્વતંત્રતા દિવસ પર નેપાળના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી. કેપી ઓલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ગૈર સ્થાઇ સદસ્ય બનવા માટે પણ ભારતને શુભેચ્છા પાઠવી.

કેપી ઓલીએ ભારતના વડાપ્રધાનને તે સમય શુભેચ્છા પાઠવી છે જ્યારે બંને દેશોની વચ્ચે સંબંધો તણાવપૂર્ણ ચાલી રહ્યા છે. બંને દેશોના પ્રમુખો વચ્ચે આ મામલે વાતચીત દરમિયાન કોવિડ 19 મહામારીના પ્રભાવને ઓછા કરવા માટે થઇ રહેલા પ્રયાસો મામલે એકબીજા સાથે જોડાયેલા રહેવા મામલે પણ ચર્ચા થઇ. પીએમ મોદીએ આ મામલે નેપાળને ભારસના સતત સર્મથનની રજૂઆત પણ કરી.

વધુ વાંચો : 74th Independence Day: તસવીરોમાં જુઓ PM નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો ત્રિરંગો

ઉલ્લેખનીય છે કે ભારત અને નેપાળની વચ્ચે હાલ કેટલાક મહિનાથી સીમાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને સમાપ્ત કરવા માટે બંને દેશોના વિદેશ મંત્રાલયના અધિકારીઓ 17 ઓગસ્ટના રોજ નેપાળની રાજધાની કાઠમાઠુંમાં એક મીટિંગ કરવાના છે.

આ બેઠકમાં નેપાળની તરફથી વિદેશ સચિવ શંકર દાસ વેરાગી ભાગ લેશે. ત્યાંજ ભારતની તરફથી ભારતના રાજદૂત વિનય કાટરા ભાગ લેશે. બંને દેશોની મીટિંગના પહેલાથી જ કેપી ઓલીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમ ફોન કરવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
Published by: Chaitali Shukla
First published: August 15, 2020, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading