Home /News /national-international /Nepal Plane Crash: હસતી ખેલતી એરહૉસ્ટેસને ક્યાં ખબર હતી કે મોત...વિમાનની અંદરનો છેલ્લો VIDEO

Nepal Plane Crash: હસતી ખેલતી એરહૉસ્ટેસને ક્યાં ખબર હતી કે મોત...વિમાનની અંદરનો છેલ્લો VIDEO

નેપાળ વિમાન દુર્ઘટના

Nepal Plane Crash માં એક એર હોસ્ટેસ ઓસિન આલેનું પણ મોત થયું છે. તે જ સમયે, અકસ્માત પહેલા, ઓસિને પ્લેનની અંદરથી એક ટિકટોક વીડિયો પણ બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  Yeti Airlines Plane Crash: નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારે આ દુર્ઘટનાની કેટલીક મિનિટ પહેલાંનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, વિમાન બેલેન્સ ગુમાવી રહ્યુ છે. જેની કેટલીક મિનિટ બાદ વિમાન ખાડીમાં પડ્યું હતું અને 68 લોકોના મોત નીપજ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, પોખરા એરપોર્ટનું ઉદ્ઘાટન માત્ર બે અઠવાડિયા પહેલાં નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીએ ચીનની સહાયથી બનેલા પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પોખરાનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સાથે જોડાણ થઈ ગયું છે.

  એર હોસ્ટેસ ઓસિન આલેનું પણ મોત

  આ અકસ્માતમાં એર હોસ્ટેસ ઓસિન આલેનું પણ મોત થયું છે. તે જ સમયે, અકસ્માત પહેલા, ઓસિને પ્લેનની અંદરથી એક ટિકટોક વીડિયો પણ બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઓસિન ખૂબ હસતી જોવા મળી હતી. જોકે ઓસિને જરા પણ વિચાર્યું નહોતું કે આ પ્રવાસ તેના જીવનની છેલ્લી યાત્રા હશે. આ અકસ્માતમાં નેપાળની જાણીતી લોક ગાયિકા નીરા છાંટ્યાલનું પણ નિધન થયું છે.એક મહિના પહેલા નીરાએ યુટ્યુબ પર પોતાનો એક નવો વીડિયો અપલોડ કર્યો હતો. લોક ગાયિકા નીરા પોખરામાં આયોજિત કોન્સર્ટમાં હાજરી આપવા જઈ રહી હતી.  પ્લેન ક્રેશ આ પછી નેપાળ સરકારે કેબિનેટની બેઠક બોલાવી હતી. અને ત્યાર પછી એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે સરકારે અકસ્માતની તપાસ માટે 5 સભ્યોની સમિતિની પણ રચના કરી છે. બીજી તરફ આ દુર્ઘટના અંગે નેપાળના એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે પ્લેન ક્રેશ હવામાનને કારણે નહીં પરંતુ ટેકનિકલ ખામીના કારણે થયું છે.

  67 લોકોના મોતની પુષ્ટિ


  નેપાળી મીડિયાના અહેવાલો અનુસાર, પીએમ દહલે ચિંતા વ્યક્ત કરી કે, આ મુદ્દો હવે કેમ અને કેવી રીતે સામે આવ્યો, જ્યારે તેમણે તેમના ઉદ્ઘાટન ભાષણ દરમિયાન BRI હેઠળ પ્રોજેક્ટના નિર્માણનો ઉલ્લેખ કર્યો ન હતો. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 67 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. એરલાઇનના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યુ હતુ કે, નેપાળની યેતી એરલાઇન્સ દ્વારા સંચાલિત ટ્વીન એન્જિન એટીઆર 72 એરક્રાફ્ટમાં 72 લોકો સવાર હતા, જેમાં ચાર ક્રૂ મેમ્બર સહિત 5 ભારતીય અને 10 વિદેશી નાગરિકો હતા.

  આ પણ વાંચો: Joshimath Crisis: જોશીમઠને લઈને વર્ષો જૂની ભવિષ્યવાણી સાચી પડી! પૂજારીએ કહ્યું- દેવતાઓ છે કોપાયમાન

  વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. કાઠમંડુ અને પોખરા વચ્ચે ફ્લાઇટનો સમય 25 મિનિટનો છે. CAAN ની કોઓર્ડિનેશન કમિટી, સર્ચ એન્ડ રેસ્ક્યુના એક અધિકારીએ 'PTI-ભાષા'ને ફોન પર જણાવ્યું હતું કે, 'અત્યાર સુધીમાં દુર્ઘટના સ્થળેથી 68 મૃતદેહો મળી આવ્યા છે.'

  " isDesktop="true" id="1320574" >

  એરપોર્ટ ઓથોરિટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે એરક્રાફ્ટના પાયલોટે લેન્ડિંગ માટે એટીસી પાસેથી પરવાનગી લીધી હતી. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ જણાવ્યું કે યતિ એરલાઇનના 9N-ANC ATR-72 એરક્રાફ્ટે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ઉડાન ભરી હતી. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું.
  Published by:Mayur Solanki
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन