નેપાળની સંસદમાં વિવાદિત નકશો પાસ, ભારતના ત્રણ ક્ષેત્રોનો કર્યો સમાવેશ

નેપાળની સંસદમાં વિવાદિત નકશો પાસ, ભારતના ત્રણ ક્ષેત્રોનો કર્યો સમાવેશ

નેપાળના પ્રતિનિધિ સભામાં આ નકશો બે તૃતિયાંશ બહુમતથી પાસ થયો

 • Share this:
  (મહા સિદ્દિકી)

  નવી દિલ્હી : નેપાળની (Nepal) સંસદે શનિવારે બપોરે સંવિધાન સંશોધન બિલ પાસ કરી દીધુ છે તેના પછી હિમાલયી રાષ્ટ્રનો નકશો બદલી ગયો છે. નેપાળના પ્રતિનિધિ સભામાં આ નકશો બે તૃતિયાંશ બહુમતથી પાસ થયો છે. નેપાળની સંસદમાં પાસ થયેલો આ નકશો વિવાદીત છે, જેમાં ભારતના ત્રણ વિસ્તાર લિંપિયાધુરા, કાલાપાની અને લિપુલેખ પણ સામેલ કર્યા છે. ભારતે 20 મેના રોજ આ નકશાને ફગાવતા તેને અયોગ્ય ગણાવ્યો હતો.

  પરંતુ 11 જૂને આ વોટિંગના બે દિવસ પહેલા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે તેની સાથે જોડાયેલા બધા સવાલો અને કાઠમાંડૂથી કોઈ પણ પ્રકારની વાતચીતને ફગાવતા કહ્યુ હતું કે અમે આ પહેલા પણ અમારી સ્થિત વિશે સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ અને ભારતની સાથે નેપાળની સભ્યતા, સાંસ્કૃતિક અને મૈત્રીપૂર્ણ સંબંધોનો હવાલો આપ્યો છે.

  આ પણ વાંચો - આચાર્ય બાલકૃષ્ણનો દાવો, પતંજલિએ બનાવી લીધી છે કોરોનાની દવા, 5 થી 6 દિવસમાં સાજા થઈ રહ્યા છે દર્દી

  ઓલીએ કહ્યું- કરી શકે છે વાતચીત

  આ તથ્ય છતા આ નિવેદનના એક દિવસ પહેલા નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ કહ્યું કે જો ભારત વાતચીત માટે વધારે ઈચ્છા બતાવશે, તો સમાધાન નિકળી શકે છે. ભારતે 20 મેના નિવેદનમાં કૂટનીતિક વાતચીત ઉપર પણ ભાર આપ્યો હતો પરંતુ વિદેશ સચિવ સ્તરની વાર્તા હજુ પણ બંને પક્ષોની વચ્ચે લંબિત છે.

  ભારતે કહ્યું- અમે નેપાળની મદદ કરી

  આ દરમિયાન શ્રીવાસ્તવે કોવિડ-19 મહામારી સામે લડવામાં ભારત દ્વારા નેપાળને કરવામાં આવેલી મદદ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ક્હ્યું કે અમે નેપાળને લગભગ 25 ટન ચિકિત્સા સહાયતા પ્રદાન કરી છે. જેમાં પેરાસિટામોલ અને હાઇડ્રોક્સીક્લોરોક્કીન ( HCQ)દવા, પરીક્ષણ કિટ અને અન્ય ચિકિત્સા આપૂર્તિ સામેલ છે. નેપાળ એ દેશોની પ્રથમ યાદીમાં હતું જેના માટે ભારતે લાઇસન્સ શ્રેણીમાં લઇ ગયા પછી HCQના નિર્યાતને મંજૂરી આપી હતી. તેમણે એ પણ કહ્યું કે ભારતે માનવીય આધારે પર વિદેશમાં ફસાયેલા નેપાળી નાગરિકોને પાછા લાવવામાં મદદ કરી હતી.

  સૌથી જરુરી એ વાત પર ભાર આપ્યો કે ભારત સરકારે એ સુનિશ્ચિત કર્યું હતું કે બંને તરફથી રહેલા લૉકડાઉન છતા નેપાળને વેપાર અને આવશ્યક વસ્તુઓની આપૂર્તિમાં કોઈ બાધા આવે નહીં.
  Published by:Ashish Goyal
  First published: