નેપાળ : ઓલી સરકારનો વિરોધ, ચીનનો પક્ષ લેવા પર વિપક્ષી દળો રસ્તા પર ઉતર્યા

નેપાળ : ઓલી સરકારનો વિરોધ, ચીનનો પક્ષ લેવા પર વિપક્ષી દળો રસ્તા પર ઉતર્યા

બંને પાર્ટીઓના નેતા અને કાર્યકર્તાઓએ પીએમ કેપી શર્મા ઓલી પર ગંભીર આરોપ લગાવ્યા

 • Share this:
  કાઠમાંડુ : નેપાળની રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી પછી નેપાળી કોંગ્રેસ (Nepali Congress)પણ ઓલી સરકાર (KP Sharma Oli)સામે રસ્તા પર ઉતરી આવી છે. કાઠમાંડુથી શરૂ થયેલી સરકાર વિરોધી આગ પશ્ચિમાચલ પ્રદેશ સુધી પહોંચી ગઈ છે. આ વિરોધ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં નેપાળી કોંગ્રેસના કાર્યકર્તા અને રાષ્ટ્રીય પ્રજાતાંત્રિક પાર્ટીના સમર્થક ઓલી સરકારનો ચીનનો (China)પક્ષ લેવાના વિરોધમાં રસ્તા પર ઉતરી ગયા છે. બંને પાર્ટીના કાર્યકર્તાઓએ કેપી શર્મા ઓલી અને નેપાળ સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. બંને પાર્ટીઓના નેતા અને કાર્યકર્તાઓએ પીએમ કેપી શર્મા ઓલી પર ગંભીર આરોપ લગાવ્યા છે.

  ઘણા મોરચે ઘેરાઈ ઓલી સરકાર

  નેપાળની મુખ્ય વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે સોમવારે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના નેતૃત્વવાળી સરકાર પર એ આરોપ લગાવ્યો છે કે તે હાલના દિવસોમાં રાજાશાહીના સમર્થનમાં થયેલી રેલીઓ પર ચુપકેદી લગાવીને બેઠા છે. હાલમાં દેશમાં ઘણા ભાગમાં રાજાશાહીના સમર્થનમાં રેલીઓ થઈ હતી. જેમાં માગણી કરવામાં આવી હતી કે સંવૈધાનિક રાજાશાહીને બહાલ કરવામાં આવે અને નેપાળને ફરી એક હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે.

  આ પણ વાંચો - અમદાવાદ : નોકરી નહીં મળતા ઇલેક્ટ્રિકલ એન્જીનિયરે શરૂ કર્યો ચા નો સ્ટોલ

  ઓલી પર વિપક્ષે લગાવ્યો ગંભીર આરોપ

  નેપાળી કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ મધ્ય નેપાળના હેટૌડામાં આયોજીત સરકાર વિરોધી પ્રદર્શનને સંબોધિત કરતા આરોપ લગાવ્યો અને કહ્યું કે એવું લાગે છે કે પ્રધાનમંત્રી ઓલી તે લોકો પાછળ ઉભા છે. જે પ્રદર્શન કરી રહ્યા છે. નહીંતર તે કેવી રીતે રસ્તા પર આવી શકે છે? હાલ રાજાશાહીને ફરીથી બહાલ કરવાની કોઈ સંભાવના નથી.

  નેપાળ 2008માં ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બન્યું હતું. આ પહેલા 2006માં જન આંદોલન થયું હતું. જેમાં રાજાશાહીને ખતમ કરી દીધી હતી.
  Published by:Ashish Goyal
  First published: