Home /News /national-international /

નેપાળમાં ઓક્સિજન કેનિસ્ટરની ભારે તંગી, માઉન્ટ એવરેસ્ટના પર્વતારોહકોને તેને પરત લાવવા કહ્યું

નેપાળમાં ઓક્સિજન કેનિસ્ટરની ભારે તંગી, માઉન્ટ એવરેસ્ટના પર્વતારોહકોને તેને પરત લાવવા કહ્યું

પ્રતીકાત્મક તસવીર (REUTERS/Navesh Chitrakar)

નેપાળ પર્વતારોહક એસોસિએશને માઉન્ટ એવરેસ્ટ જતાં લોકોને અપીલ કરી છે કે ખાલી ઓક્સિજ કેનિસ્ટર પરત લઈને આવો

કાઠમંડુ. કોરોના (Coronavirus)ના કારણે ભારત (India)ની જેમ નેપાળ (Nepal)માં પણ સ્થિતિ વણસી રહી છે. નેપાળમાં ઓક્સિજન કેનિસ્ટર્સ (Oxygen Canisters)ની તંગી ઊભી થઈ છે. નેપાળ સરકાર (Nepal Government)એ માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) પર આરોહકો (Climbers)ને પર્વત પર કેનિસ્ટર્સને છોડી દેવાને બદલે પરત લઈ આવવા કહ્યું છે.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસની બીજી લહેરથી મુશ્કેલીઓ થઇ રહી છે. પર્વતારોહણ ઉદ્યોગ અને પર્યટનને ધમધમતો રાખવા એપ્રિલ-મેની સીઝન દરમિયાન 700થી વધુ પર્વતારોહકોને પર્વતારોહણની પરમિટ આપી હતી. જેમાં હિમાલય (Himalaya) પર્વત માટે 16 અને માઉન્ટ એવરેસ્ટ માટે 408 પર્વતારોહકોનો સમાવેશ થાય છે.

મહામારી (Pandemic)ના કારણે નેપાળની આરોગ્ય વ્યવસ્થા તૂટવાની અણી ઉપર આવી ગઈ છે, ત્યારે નેપાળ પર્વતારોહક એસોસિએશન (Nepal Mountaineering Association) દ્વારા પર્વતારોહકોને કોરોના વાયરસને કેસોમાં ઉછાળા સામે લડવા મદદ કરવા હાકલ કરાઈ હતી. એસોસિએશનના વરિષ્ઠ અધિકારી કુલ બહાદુર ગુરૂંગે જણાવ્યું હતું કે, આ સિઝન દરમિયાન પર્વતારોહકો અને તેમના શેરપા ગાઈડ ઓક્સિજનની 3500 બોટલ લઈ ગયા હોવાનો અંદાજ છે. આ બોટલ ઘણીવાર હિમપ્રપાતમાં દફનાવવામાં આવે છે અથવા અભિયાનના અંતે પર્વતના ઢોળાવ પર છોડી દેવામાં આવે છે.

આ પણ વાંચો, મોટો ખુલાસો- રંગીન મિજાજના છે બિલ ગેટ્સ, ઘરે યોજાતી હતી સ્ટ્રિપ પાર્ટીઝ

ગુરૂંગે વધુમાં કહ્યું હતું કે, અમે પર્વતારોહકો અને શેરપાને અપીલ કરીએ છીએ કે, શક્ય હોય તેટલી ખાલી બોટલો પાછી લઈ આવો. જેથી તે બોટલ ફરીથી ભરવામાં આવી શકે અને કોરોના વાયરસના સંક્રમણ ધરાવતા દર્દીઓની સારવાર માટે તેનો ઉપયોગ કરી શકાય.

સરકારી આંકડા મુજબ નેપાળમાં દરરોજ નોંધાતા કેસની સંખ્યા 8,777 જેટલી થઈ ગઈ છે. ગત 9 એપ્રિલ એટલે કે એક મહિના પહેલા કરતા અત્યારે કેસની સંખ્યામાં 30 ગણો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. કુલ કેસ 3.94 લાખથી વધુ છે. જ્યારે કોરોના વાયરસને કારણે 3720 લોકોના જીવ ગયા છે.

એકંદરે નેપાળમાં પણ ભારત જેવી સ્થિતિ છે. કાઠમાંડુની ઘણી ખાનગી અને કોમ્યુનિટી હોસ્પિટલોએ ઓક્સિજનની તંગી હોવાથી વધુ દર્દીઓને દાખલ કરવાની ના પાડી દીધી છે. ઓક્સિજન અને કેનિસ્ટરની તાતી જરૂર છે.
આરોગ્ય વિભાગના અધિકારી સમીર કુમારે જણાવ્યું હતું કે, લોકોને મૃત્યુથી બચાવી લેવા તાત્કાલિક આશરે 25,000 ઓક્સિજન સિલિન્ડરોની જરૂર છે. આ અમારી તાત્કાલિક જરૂરિયાત છે.

આ પણ વાંચો, ખુશખબરઃ અક્ષય તૃતીયા પર સસ્તું Gold ખરીદવાની તક, આજે સોના-ચાંદીના ભાવ ઘટ્યા

તેમણે કહ્યું કે, ઓક્સિજન પ્લાન્ટ્સ, કોમ્પ્રેશર્સ અને આઈસીયુ પથારીની પણ તાત્કાલિક જરૂર છે. નેપાળે તાત્કાલિક ધોરણે ચીનને 20,000 સિલિન્ડર મોકલવા કહ્યું છે. આ સિલિન્ડર એરલિફ્ટ કરાશે.

ચીને ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર અને અન્ય તબીબી પુરવઠો આપવાનું વચન આપ્યું હોવાનું આરોગ્ય અને વસ્તી પ્રધાન હૃદયેશ ત્રિપાઠીનું કહેવું છે. એક્શનએઈડ નેપાળના મત મુજબ હાલ નેપાળમાં દર 1 લાખ લોકો વચ્ચે માત્ર 0.7 ડોકટરો છે. જ્યારે 3 કરોડ લોકોની વસ્તીમાં માત્ર 1,600 ઇન્ટેનસીવ કેર બેડ અને 600 કરતા ઓછા વેન્ટિલેટર છે.

ભારતની સરહદે આવેલા નેપાલગંજની ભેરી હોસ્પિટલના ડો. પ્રકાશ થાપાએ જણાવ્યું હતું કે, દર્દીઓ ફ્લોર અને કોરિડોર પર સૂઈ રહ્યા હતા. અત્યાર સુધી અમે ગમે તેમ સંચાલન કરી રહ્યા હતા, પરંતુ હવે હોસ્પિટલમાં વધુ દર્દીઓ લેવાનું મુશ્કેલ બનશે.
First published:

Tags: Climber, Himalaya, Mount Everest, Mountaineer, Nepal, Oxygen, Oxygen shortage

આગામી સમાચાર