નેપાળે હવે બિહાર સરહદ પાસે 'નૉ મેન્સ લેન્ડ' પર બનેલા પુલ પર બોર્ડ લગાવી નવો વિવાદ ઉભો કર્યો

News18 Gujarati
Updated: July 7, 2020, 5:54 PM IST
નેપાળે હવે બિહાર સરહદ પાસે 'નૉ મેન્સ લેન્ડ' પર બનેલા પુલ પર બોર્ડ લગાવી નવો વિવાદ ઉભો કર્યો
નેપાળે હવે બિહાર સરહદ પાસે નો મેંસ લેન્ડ પર બનેલા પુલ પર બોર્ડ લગાવી નવો વિવાદ ઉભો કર્યો

જાણકારોના મતે ચીનના ઇશારે નેપાળ સરકાર ભારત વિરોધી નીતિ પ્રમાણે સરહદ ક્ષેત્રમાં ભારત સામે તણાવ ઉભો કરવામાં લાગેલું છે

  • Share this:
મોતિહારી/રક્સૌલ : એક તરફ નેપાળની (Nepal) અંદર રાજનીતિક ઉથલપુથલનો માહોલ છે. ત્યાં ના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma Oli)પર રાજીનામાનું દબાણ છે. આ પ્રેશરને ઓછું કરવા માટે તે પોતાના સૌથી નજીકના પાડોશી ભારત સાથે સરહદ વિવાદને હવા આપી રહ્યું છે. આ ક્રમમાં હલે રક્સૌલમાં ભારત-નેપાળ સરહદ પર નેપાળ પોલીસે તણાવ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીં બંને દેશોની જોડનારા મૈત્રી પુલ પર નેપાળ પોલીસે એક બોર્ડ લગાવી દીધું છે. આ બોર્ડ પર લખ્યું છે સરહદ ક્ષેત્ર પ્રારંભ. એટલે કે નેપાળ નો મેંસ લેન્ડને પોતાની સરહદ બતાવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે રક્સૌલમાં ભારત સરહદ પર એક નદી પસાર થાય છે. જેના પર ભારત અને નેપાળના લોકોની સુવિધા માટે વર્ષો પહેલા એક પુલ બનાવ્યો હતો. અહીં નદી એક રીતે બંને દેશો વચ્ચે સરહદ નિર્માણ કરે છે. નો મેંસ લેન્ડ પર બનેલા આ પુલનું નિર્માણ પણ ભારત સરકારે કરાવ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે અહીં કોઈ પિલર નથી. જોકે આ પહેલા અહીં વેલકમ ટૂ નેપાળ લગાવેલું હતું. જે કોઈ પ્રાઇવેટ વ્યક્તિએ લગાવ્યું હતું પણ આજની પરિસ્થિતિમાં ફરી એક વખત નેપાળ જિલ્લા પ્રશાસન તરફથી લગાવેલા સીમા પ્રારંભ વાળા બોર્ડથી વિવાદ વધવાની આશંકા છે.


આ પણ વાંચો - આ છે મહેન્દ્રસિંહ ધોનીની લક્ઝરી ગાડીઓ, લાખોમાં છે તેની કિંમત, જુઓ તસવીરો

જાણકારોના મતે ચીનના ઇશારે નેપાળ સરકાર ભારત વિરોધી નીતિ પ્રમાણે સરહદ ક્ષેત્રમાં ભારત સામે તણાવ ઉભો કરવામાં લાગેલું છે. હાલના દિવસોમાં સીતામઢી જિલ્લા ક્ષેત્રના નેપાળ પોલીસના ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
Published by: Ashish Goyal
First published: July 7, 2020, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading